

CATEGORIES ON JALSO APP
JALSO SPECIAL
GUJARATI MUSIC
About Jalso
Jalso – First Gujarati Mobile App
Jalso is India’s first exclusively Gujarati Music and Literature App. With listeners in 111 countries and over 50,000+ songs as well as a spate of literary content including stories, poetry and Children’s Literature, Jalso is bridging Gujaratis in Gujarat and the world over, with the language of our dreams and our soul.
GUJARATI NO JALSO
ઉષા મંગેશકર એ ભારતીય ગાયક છે, તેમણે એક ગાયક તરીકે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, નેપાળી, ભોજપુરી, આસામી અને ગુજરાતી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યાં છે. તેણીની પંડિત દીનાનાથ મંગેશકરના સુપુત્રી છે અને લતા મંગેશકર ને આશા ભોંસલેની નાના બહેન છે. તેઓ પણ નાનપણથી સંગીતના માહોલમાં રહેતા આવ્યા છે માટે તેમને પણ સંગીત માટે એટલી જ રૂચિ રહી છે, બાકી શરૂઆતમાં તો તેમને પેઇન્ટિંગમાં ખૂબ રસ હતો. તેઓ તેમના ગીત મુંગલાથી વધારે પોપ્યુલર બન્યા હતા. ઉષાજીના અવાજમાં કેટલાંય એવા ગુજરાતી ગીતો પણ જાણીતા થયા છે જેમાં, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આજ દીકરી જાય સાસરે, આજ માતાજી આવ્યા મારે આંગણે, અલક મલક ઝાંઝર મલક, ચાંદો ઉગ્યો ચોકમાં, ઢોલીડા રે, એક વણઝારી ઝૂલણ, જમનાજીના આરે અને એવા તો અનેકો નેક ગુજરાતી ગીતો ઉષા મંગેશકરના નામે બોલે છે.
ઉદય મઝુમદાર એ સ્વરકાર અને ગાયક છે. તેઓ નીનુ મઝુમદાર અને કૌમુદી મુનશીના સુપુત્ર છે, એતો એક સામાન્ય ઓળખાણ એટલા માટે કારણકે ઉદય ભાઈએ પહેલેથી જ પોતાના ઘરમાં એક સંગીતમય વાતાવરણ જ જોયું છે. ઉદયભાઈ ઘણી હિન્દી ધારાવાહિક, ગુજરાતી હિન્દી નાટકો, ફિલ્મ્સ માટે પોતાનું સંગીત આપી ચુક્યા છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું ખાસ્સું મોટું યોગદાન રહ્યું છે કારણકે તેમણે પોતાના નવા સ્વરાંકનો તો આપ્યા જ છે પણ તેઓ તેમના પિતા નીનુ મઝુમદારના સ્વરાંકનો પણ અનેક સ્ટેજ શૉઝમાં ગાતા આવ્યા છે. ઉદયભાઈના જાણીતા ગીતો અને સ્વરાંકનોમાં આ મન પાંચમના મેળામાં, કોઈ આઘે આઘેથી વેણુ વાય છે, આ રંગભીના ભમરાને, અલ્લક મલ્લક, લેવા ગયો જો પ્રેમ, મારા સાયબાની પાઘડીયે, રક્ષા કરો જગદંબા ભવાની જેવા ગીતોનો સમાવેશ થાય છે. ઉદયભાઈ જલસોના ખૂબ પોપ્યુલર કાર્યક્રમ જલસો લાઈવ જેમિંગમાં આવી ચુક્યા છે, તે એપિસોડના ગીતો જલસો એપમાં સમાવેલ છે.
સુમન કલ્યાણપુરનો જન્મ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ ઢાકા ખાતે થયો હતો. તેણી એક પ્રતિષ્ઠિત ભારતીય ગાયિકા છે. વર્ષ ૧૯૪૩માં તેમનું કુટુંબ મુંબઇ ખાતે રહેવા આવ્યું, જ્યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ. સુમન કલ્યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. તેણીએ શાસ્ત્રીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્મના સંગીત દિગ્દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા ‘પંડિત કેશવ રાવ ભોલે’ પાસે શીખવા શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેણી માત્ર શોખ માટે ગાતા હતા. પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડવા લાગ્યો અને તેણીએ વ્યવસાયિક ધોરણે ‘ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન’ અને ‘ગુરુજી માસ્ટર નવરંગ’ પાસે શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તો ઓલ ઇન્ડિયા રેડિયોના કાર્યક્રમોથી માંડીને ફિલ્મ્સમાં પ્લેબેક સિંગર તરીકે, સ્ટેજ શૉઝ માટે કે બીજા અનેક કાર્યક્રમોમાં તેમણે પોતાની પ્રતિભા દેખાડી જ છે. તેમણે ૭૪૦ ફિલ્મી અને ગેર-ફિલ્મી ગીતો ગાયાં છે. તેમણે ૧૯૬૦ના દાયકામાં મહંમદ રફી સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, આસામી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, અંગ્રેજી પંજાબી અને ગુજરાતી જેવી ઘણી ભાષાઓનાં ચલચિત્રો માટે ગીતો ગાયાં છે. તેમના અવાજમાં ખૂબ પોપ્યુલર બનેલા ગુજરાતી ગીતો એટલે.. ઝૂલણ મોરલી વાગી, વા વાયા ને વાદળ, તારી સાંવરી સુરત પર, સોળે શણગાર સજી, રાતી રાતી પારેવાની આંખડી, પાણી ગયા’તા રે, નાગર નંદજીના લાલ અને બીજા તો ઘણા બધા. જે લગભગ બધા જ જલસો એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.