ઓસમાણ મીરનો જન્મ કચ્છમાં થયો છે. તેઓ દેશ વિદેશમાં પોતાના લોક ડાયરાને લીધે ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. જેઓ પોતે ગુજરાતી લોક સંગીતને ચાહનાર અને માણનાર વ્યક્તિ છે. તેમની ગાયકીની પ્રસન્નતા તો છેક બોલિવૂડ સુધી પ્રસરેલી છે. ગુજરાતી લોકસંગીતમાં ગણાતું આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય મન મોર બની થનગાટ કરે ગીતને એમના અવાજથી થોડી વધારે પોપ્યુલારિટી મળી છે. અને એટલે જ બોલિવૂડમાં સંજય લીલા ભણસાલીએ એમની ફિલ્મ રામલીલામાં એમની પાસે આ ગીત ગવડાવ્યું હતું. અને હમણાં જ 15-16 ફેબ્રુઆરી 2019 દરમિયાન જલસોએ ‘પારિજાત’ નામે એક ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ કરી તેમાં પણ ઓસમાણ મીરે તેમની કેટલીક જાણીતી રચનાઓ ગાઈને લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. ઓસમાણ મીર પહેલા પોતે તબલાવાદક હતા. અને એવું કહેવાય છે કે જે સારા રિધમીસ્ટ હોય છે એ સારા સિંગર પણ હોઈ શકે છે.

10
Jan