સમીર – માના પતિ પત્નીની આ સંગીત બેલડીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ડોલ્ફિન સ્ટુડિયોના રચયિતા અને તેના માલિક છે. સમીરભાઈના પત્ની પણ તેમની જોડે જ આ માધ્યમમાં છે. તેઓ પ્રખ્યાત ગાયક અને વાદક પણ છે. તેમણે ૨૦૧૮માં મરાઠી ‘આમ્હાલા પણ ગલફ્રેન્ડ આહે’ મૂવીમાં સંગીત આપેલું છે. ઓક્સિજન, તું છે ને!, બલૂન, અરમાન વગેરે મૂવીમાં સંગીત આપ્યું છે. ગુજરાતી વેડીંગ ઇન ગોવા મૂવીનું મ્યુઝિક કમ્પોસ કરેલું. અત્યાર સુધી ૫૦ જેટલી ફિલ્મોમાં કામ કરેલું છે. ગુજરાતી, હિન્દી, મરાઠી ભાષામાં કામ કરેલું છે. તેમણે શોર્ટ ફિલ્મ અને ફીચર ફિલ્મ એમ બંનેમાં સંગીત આપેલું છે.