Artists, Singers

લાઈવ પરફોર્મર – ભૂમિક શાહ : (Bhumik Shah)

ભૂમિક શાહ મૂળ જ ગુજરાતના ઘણાં પોપ્યુલર ગાયક છે, તેઓએ તેમની કરિયરની શરૂઆત કદાચ ગુજરાતી ગીતોથી કરી છે પણ હાલ તેઓ ગુજરાતી અને હિન્દી બંને ભાષાના ગીતોની રમઝટ બોલાવતા હોય છે. દેશ વિદેશમાં સ્ટેજ શૉ કરવા માટે તેઓ ખૂબ જાણીતા છે. ગુજરાતની ઘણી બધી મોટી મોટી ઇવેન્ટ્સમાં તેમના સ્ટેજ શોઝ થયા છે. તેઓ ટેલિવિઝનનો ખૂબ જ પ્રખ્યાત શૉ ‘સા રે ગા મા પા’ના ટોપ 5 કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. ભૂમિક શાહ લાઈવ કરીને તેઓ તેમના શોઝ કરતા હોય છે, અને તેઓ ગરબા નાઇટ્સમાં ખૂબ ધમાલ મચાવતા હોય છે. તેઓ ઘણી ગુજરાતી ફિલ્મ્સમાં પ્લેબૅક સિંગર તરીકે ગીતો ગાઈ ચુક્યા છે, જેમાં લાંબો રસ્તો, મોહનના મન્કીઝ, સૂર્યાંશ જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ભૂખ શાહ ‘જલસો’નો ખૂબ જાણીતો કાર્યક્રમ ‘જલસો લાઈવ જેમિંગ’માં આવી ચુક્યા છે, જે જલસો એપ્લિકેશન પર અવેઇલેબલ છે.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *