જન્મ બોટાદમાં થયો; 5 ઓગસ્ટ 1938નાં રોજ. જન્મસ્થળ બોટાદ જીલ્લાનું ભોળાદ ગામ. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજ કદાચ ઉગે’ 1974માં પ્રગટ થયો. તેમની કવિતાઓમાં ગ્રામ્યજીવન કઈ રીતે શહેરોની ઈંટોમાં ચણાઈ રહ્યું છે એની વાત અદ્ભુત રીતે આલેખાય છે. તેમણે સમકાલીન સમયનાં લોકગીતોનાં ઢાળ અને શબ્દોને લઈ તેમની કવિતાઓ લખી. મોરબંગલો (1988) તેમનો વાર્તા સંગ્રહ છે. ‘કોઈનું કંઈ ખોવાય છે’ (1981) તેમનો શીશુકાવ્યોનો સંગ્રહ છે અને ‘દોસ્તારની વાતો’ (1993) એ તેમનો બાળવાર્તાઓનો સંગ્રહ છે. તેમનેકુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭)ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (1984), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા.
