નિરંજન ભગતનું પૂરું નામ નિરંજન નરહરિભાઈ ભગત છે. નિરંજન ભગતનો જન્મ ૧૮ મે ૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ખૂબ જાણીતા કવિ હતાં, તે ઉપરાંત તેઓ નિબંધકાર, સાહિત્યકાર અને સંપાદક તરીકે તેઓએ પોતાની કારકિર્દીને વેગ આપ્યો હતો. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ તેમનું સૌથી મોટું પ્રદાન છે. તેઓ તેમની કારકિર્દીમાં મૂળ શિક્ષક જીવ તરીકે જ જીવ્યા, ત્યારબાદ તેઓએ વર્તમાન પત્રના સંપાદક તરીકે પણ પોતાની ફરજ બજાવી. તેમની કવિતાઓ ખૂબ જ છંદબદ્ધ છે, તેમની ઘણી કવિતાઓ સ્વરબદ્ધ પણ થઇ છે. તેમને ઘણા બધા પુરસ્કારો પણ મળ્યા છે… જેમાં, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રેમચંદ સુર્વણ ચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સચ્ચિદાનંદ સન્માન, નરસિંહ મહેતા પુરસ્કાર જેવા પુરસ્કારોનો સમાવેશ થાય છે.