સૌમ્ય જોશી ગુજરાતના પ્રખ્યાત કવિ, લેખક, નાટ્યકાર છે. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે તેઓનું ખૂબ જ નામ છે. તેઓના નાટકોમાં વેલકમ જીંદગી અને 102 નોટ આઉટ ખૂબ વખણાય છે. તેમનું બીજું એક નાટક જેનું નામ ‘આજ જાનેકી ઝિદ ના કરો’નો પણ સમાવેશ થાય છે. તેમના 102 નોટ આઉટ નાટક પરથી તો બોલિવૂડમાં ફિલ્મ પણ બની જેમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂર જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો છે. ‘ગ્રીન રૂમમા’ સૌમ્ય જોશીની કવિતાઓનો સંગ્રહ છે. 2013 માં ગુજરાતી થિયેટરમાં યોગદાન બદલ ચંદ્રવદન ચિમનલાલ મહેતા એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે. તેઓને યુવા ગૌરવ પુરસ્કાર અને તખ્તસિંહ પરમાર પુરસ્કાર પણ એનાયત થયેલ છે.