Artists

પ્રતિભા સંપન્ન ગાયક : આનલ વસાવડા (Aanal Vasavada)

આનલ વસાવડા એ ખૂબ પ્રતિભાશાળી ગાયક છે. છેલ્લા 10એક વર્ષથી જે યન્ગ સિંગર્સનો ફાલ ગુજરાતી સંગીત કે સુગમ સંગીતને પ્રસ્તુત કરતા આવ્યા છે એમાંના ખૂબ જાણીતા કલાકારોમાંના એક છે. તેઓ ગુજરાતી સુગમ સંગીત, કાવ્ય સંગીત, ગઝલો સિવાય હિન્દી ફિલ્મી ગીતો જેવા કે આશા તાઇ, લતા દીદી જેવા લેજેન્ડરી સિંગર્સના ગીતો પણ ગાય છે. ઘણા બધા સ્ટેજ શોઝ પણ તેઓ કરતા રહે છે. અને 15-16 ફેબ્રુઆરી 2019 દરમિયાન જલસો દ્વારા પારિજાત નામે જે ઓન-ગ્રાઉન્ડ ગુજરાતી સંગીતની કોન્સર્ટ કરવામાં આવી હતી તેમાં પણ તેમણે નયનેશ જાની સાથે ફિમેલ લીડ તરીકે પર્ફોર્મ કર્યું હતું.

NIsarg Trivedi Image
Read More
Actors, Artists

નિસર્ગ ત્રિવેદી (Nisarg Trivedi)

નિસર્ગ ત્રિવેદી એટલે ગુજરાતનું ખૂબ જાણીતું નામ, અભિનેતા, મ્યુઝિક કમ્પોઝર અને ગાયક એવા નિસર્ગ ત્રિવેદી, જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. હા હું દીકરીનો બાપ (2013), વ્હિસ્કી ઇઝ રિસ્કી (2014), અને કમિટમેન્ટ (2016) જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓમાં નિસર્ગ ત્રિવેદીએ પોતાનું યોગદાન આપ્યું હતું। 2016 માં, તેમણે છોકરી વિનાનું ગામ ફિલ્મ માટે સંગીત કંપોઝ કર્યું હતું અને એજ મૂવીમાં એક ગીત પણ ગાયું હતું. તેમની 2017 માં રિલીઝ થયેલી ફિલ્મમાં દુનિયાદારી અને સમીરનો સમાવેષ થાય છે. 2019ની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં જ રિલીઝ થયેલઅને શૈલેષ પ્રજાપતિ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાહેબમાં પણ ખૂબ અદઅદ્ભૂત ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Read More
Artists, Lyricists

ગુજરાતી ભાષાના અદના ગઝલકાર: શ્યામ સાધુ (shyam sadhu )

શ્યામ સાધુનો જન્મ 15/06/1941ના રોજ થયો હતો. શ્યામ સાધુ ગુજરાતી ગઝલવિશ્વનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે. તેમણે નવીનતમ રીતનો ઉપયોગ કર્યો અને ગઝલમાં વાતચીતની શૈલી પ્રયોજી. 1973માં તેમનો યાયાવરી કવિતાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત થયો હતો. તેઓને શેખાદમ આબુવાલા અને બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત થયેલ છે.

તેઓનું અવસાન 16/12/2001ના રોજ થયું હતું.

 

 

Read More
Artists, Classics, Singers

લોકસંગીતનું ખુબ જાણીતું નામ: મીના પટેલ (Meena Patel)

મીના પટેલનો જન્મ 28/09/1951ના રોજ થયો હતો. મીના પટેલ ખૂબ જાણીતા લોકગાયિકા હતા. ગળ ધરેથી માજી નિસર્યા, ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી, આજ મારી મેના રે બોલે જેવી અદભુત રચનાઓ આપી હતી.

રેતીના રતન, સંત રોહિત દાસ, માલી મેથાણ જેવી ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સૂર આપ્યો છે.

તેઓનું અવસાન 25/01/2019 એ થયું હતું.

Read More
Artists, Singers

સુરીલો અવાજ અને ડેશિંગ લુકના માલિક: અમન લેખડિઆ (Aman Lekhadia)

અમન લેખડિઆ ખૂબ જાણીતા સુરતના ગાયક છે. કેવી રીતે જઈશ?, વિટમીન she જેવી ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે તે ઉપરાંત ‘આ મન પાંચમના મેળામાં ’, અડધી રમતથી, ચલો ફરી પાછા જેવી અદભુત્ત જાણીતી રચનાઓને પણ અવાજ આપ્યો છે. .

Read More
Artists, Classics, Composers, Devotional, Singers

Essence of Folk: હેમુ ગઢવી (Hemu Gadhavi)

હેમુ ગઢવીનો જન્મ 04/09/1929એ થયો હતો. ગાયક, અભિનેતા, નાટ્યકલાકાર તરીકે જાણીતા હેમુ ગઢવીને લોકગીત અને ભજનનો નાનપણથી જ શોખ હતો. તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી, નાટક જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડુ મુજને પ્યારૂં ગોકુળ’ પ્રથમ ગીત ગાયુ હતું. ‘મન મોર બની થનગાટ કરે’, ‘કાન તારી મોરલિયે’ જેવા ગીતોમાં પણ પોતાનો સ્વર આપેલ છે. તેમને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર મળેલ છે. અને આવા બીજા અનેક સન્માનો પણ તેઓને મળ્યા હતા. તેઓનું અવસાન 20/08/1965એ થયું હતું.

Read More
Artists

ખુબ જાણીતા સ્વરકાર: બિરેન પુરોહિત (Biren Purohit )

 બિરેન પુરોહિતનો જન્મ 18/07/1963એ થયો હતો. “જય રાધા માધવ”, “હે ચંદ્રમૌલી”, જેવા શિવજી, રાધા કૃષ્ણને અર્પણ કરતાં ભજનો, અને “કઝા હમારે પાસ ના આયે” વગેરે જેવી ગઝલોમાં સુંદર સંગીત આપ્યું છે.

Read More
Artists, Singers

તાજેતરનો સૌથી મધુર અવાજ વ્રત્તિની ઘાડગે: (Vrattini Ghadage)

વ્રત્તિની ઘાડગે એ અત્યારની ગુજરાતી ફિલ્મોના ગીતો માટે ખૂબ જાણીતો અને નવો અવાજ છે. “કરસનદાસ પે એન્ડ યુઝ”, “શું થયું ?” અને “પ્રેમજી” જેવી ફિલ્મોમાં તેમના અવાજને વખાણવામાં આવ્યો છે. “મને કહી દે”, “મેં તો સૂરજને રોપ્યો છે આંગણે” જેવા ખૂબ સુંદર ગીતો ગાયા છે.

Read More
Artists, Classics, Lyricists

કેશવ રાઠોડ (Keshav Rathod)

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેશવ રાઠોડ એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથાના લેખક છે, જેમ કે એકકો બાદશાહ, સમયચક્ર – ધ ટાઈમ સ્લોટ. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત હત્યા ફિલ્મથી કરી હતી. કેશવ રાઠોડે ફિલ્મ ચુંદડીની લાજ સાથે ફિલ્મ નિર્દેશન શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે ૨૦૧૮માં “દિલ દોસ્તી લવ ઇન લાઇફ”નું દિગ્દર્શન કર્યું. તે ઉપરાંત “ચાંદો ઉગ્યો ચોકમા, અમર રહે તારો ચાંદલો, “ભાગ્યલક્ષ્મી” જેવી લોકપ્રિય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Read More
Artists

ખૂબ જાણીતી અભિનેત્રી: વિદ્યા સિન્હા (Vidhya Sinha )

વિદ્યા સિન્હા ભારતની એવી અભિનેત્રી છે જેમણે બોલિવુડ ફિલ્મમાં કામ કરેલું છે. ૧૮ વર્ષની ઉંમરમાં મોડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી હતી. ‘રાજા કાકા’ ફિલ્મમાં સૌ પ્રથમ કામ કરેલું. તે પછી તેમના શિક્ષક બસુ ચેટર્જીની ફિલ્મ ‘રજનીગંધા’માં અભિનય કર્યો હતો. ‘છોટી સી બાત’(૧૯૭૫) અને ‘પતિ-પત્ની ઔર વોહ’(૧૯૭૭) ફિલ્મમાં પણ તેમણે અભિનય કર્યો છે. ૨૦૦૦ની સાલમાં ‘બહુ રાની’, ૨૦૦૪ની સાલમાં ‘કાવ્યાંજલી’ અને ‘હમ દો હૈ ના’ વગેરે જેવી સિરિયલમાં પણ કામ કરેલું છે.