Read More
Artists, Singers

સ્માર્ટ, ટેલેન્ટેડ અને પાક્કી ગુજ્જુ સિંગર: ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar)

૩ જ વર્ષની ઊંમરે ઐશ્વર્યાએ સંગીતની તાલીમ લેવાની શરુઆત કરી. ૭ વર્ષની વયે ઝી ‌‌- સારેગમાપા માં ભાગ લીધો હતો. ઐશ્વર્યાએ 11 વર્ષની ઉંમરે નાગપુરમાં સૌપ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો અને તેણે ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા છે. 5 મી એપ્રિલ, 2008 ના રોજ અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા  દ્વારા પ્ર્સ્તુત “છોટે ઉસ્તાદ”ની વિજેતા રહી ચૂકી છે, ઐશ્વર્યાને “શાહુ મોદક એવોર્ડ, “પાવર-100” અને “સંગીત રત્ન” એનાયત કરવામાં આવેલ છે. ગુજરાતની ગરબા ક્વીન તરીકે જાણીતી ઐશ્વર્યાએ “આ સફર” , “ભીના ભીના” જેવી અદભૂત રચનાઓ આપી છે. ઐશ્વર્યાના અવાજમાં ઘણા બધા ગીતો રેકોર્ડ થયેલા છે, એમાંના કેટલાક ગીતો જલસો ઍપમાં અવેઇલેબલ છે. અને અમારી જલસોની જીંગલ પણ તેણે જ ગાઈ છે, જે જલસોમાં સૌથી વધુ વાર સંભળાયેલ ટ્રેક છે. 

 

Read More
Artists, Classics, Lyricists

કવિ, ભાષાવિદ: તુષાર શુક્લ (Tushar Shukla)

ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય કવિ એટલે “તુષાર શુક્લ”. તેઓંની કલમે ગીતો, અછાંદસ કવિતાઓ અને લઘુકાવ્યો લખાયા છે. ૧૯૭૯માં આકાશવાણી પર બહુ જ લોકપ્રિય  કાર્યક્રમ “ શાણાભાઇ – શકરાભાઇ”ના સફળ સંચાલક હતા.આકાશવાણી  અમદાવાદમાં લેખક, ઉદબોધક અને આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક પદે સેવાઓ પણ આપી, બહુ જ સફળ સંચાલક તરીકે સફર હજી પણ ચાલુ જ છે. બહુ જ ઉત્ક્રુષ્ટ કાવ્યરચનાઓ, ફિલ્મીગીતો અને બહુ જ સુંદર “અભિસારિકા” જેવા નાટકના તેઓ રચયિતા છે. તેમને ઘણા લોકો તો પ્રેમ કવિ તરીકે પણ ઓળખે છે.

 

 

Read More
Actors, Artists, Classics

અભિનય સમ્રાટ: ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi)

 

ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર અને નાટકોના ખુબ જ ખ્યાતનામ અને સક્ષમ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હતા. ગુજરાતી સિનેમાના સૌથી પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક હતા. તેમણે “કાદુ મકરાણી“, “મહેંદી રંગ લાગ્યો” જેવી ખૂબ જ પ્રસિધ્ધ ફિલ્મોમાં તેમના અભિનયના અજવાળા પાથર્યા છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી તે સમયે અતિશય લોકપ્રિય હતી.. તેમણે 1999માં માં-બાપ ને ભુલશો નહી ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે પ્રથમ વાર કામ કર્યું હતું. રાજકારણમા પણ એટલા જ સક્રિય રહ્યા હતા. તેમણે ઉપેન્દ્ર ત્રિવેદી – આત્મકથન અને અન્ય લેખના નામે પોતાની આત્મકથા લખી છે. 4 જાન્યુઆરી 2015 ના રોજ તેમને તેમના તમામ ચાહકો અને આ ફાની દુનિયાની વિદાય લીધી.

Read More
Artists

સ્પંદનો જગાડતા ગીત કવિ: રમેશ પારેખ (Ramesh Parekh)

 

રમેશ પારેખ ગુજરાતી આધુનિક કાવ્યક્ષેત્રના સૌથી લોકપ્રિય કવિ અને ગીતકાર હતા. તેઓ વ્યવસાયે ભલેને સરકારી કર્મચારી રહયા હોય પણ તેમને સાહિત્ય અને સંગીતમાં ખૂબ જ રસ હતો. તેઓએ ગીત, ગઝલ અને કવિતાઓમાં ભારે ફાળો આપ્યો. તેમણે કથાઓ લખી અને બાળકોના સાહિત્યમાં પણ ફાળો આપ્યો હતો. તેમને ઘણા પ્રતિષ્ઠિત એવૉર્ડ જેવા કે કુમાર સુવર્ણ ચંદ્રક૧૯૭૦), ઉમા-સ્નેહરશ્મી પુરસ્કાર(૧૯૭૮-૧૯૭૯), રણજીતરામ સુવર્ણાચંદ્રક(૧૯૮૬)એનાયત કરવામા આવ્યો હતો. સોનલ અને મીરાબાઈને સંબોધિત તેમની કવિતાઓ અને ગીતો સૌથી આકર્ષક છે. તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘ક્યાં’ (1970) અને પછી ખડિંગ ખુબ જ લોકપ્રિય થયા. ખમ્મા અલા બાપુને,સગપણ એક ઊખાણું જેવા નાટકો અને મને ચપટી વગાડતા આવડી ગયું અને ખુલ્લ્મખુલ્લા જેવી બાળકો માટેની અદભૂત રચનાનો આપી હતી.

 

Read More
Artists, Lyricists

કવિ: રાજેશ વ્યાસ “મિસ્કીન””- Rajesh vyas

કવિ શ્રી રાજેશ વ્યાસ , ‘મિસ્કીન’ સાહેબના નામથી ગુજરાત અને ગુજરાત બહાર બધે જ નામના ધરાવે છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ જુદા જુદા પ્રકાશનમાં ગઝલ, કવિતા અને કૉલમ્સ લખે છે. તેઓને હરિન્દ્ર દવે સ્મારક એવોર્ડ, શૂન્ય પાલનપુરી એવોર્ડ, કલાપી એવોર્ડ અને કુમાર સુવર્ણ ચંદ્રક જેવા પુરસ્કાર એનાયત થયેલ છે. મિસ્કીન સાહેબને તેમની ગઝલ એન્થોલોજી “છોડી ને આવે તુ” ને સાહિત્ય અકાદમીએ અને ગુજરાત સાહિત્ય પરિષદે“દિલીપ મહેતા ” પુરસ્કારથી સ્ન્માનિત કર્યા હતા.

 

Read More
Artists, Composers, Singers

લોક સંગીતનો ગુંજતો અવાજ: ઓસમાણ મીર (Osman mir )

ઓસમાણ મીરનો જન્મ કચ્છમાં થયો છે. તેઓ દેશ વિદેશમાં પોતાના લોક ડાયરાને લીધે ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. જેઓ પોતે ગુજરાતી લોક સંગીતને ચાહનાર અને માણનાર વ્યક્તિ છે. તેમની ગાયકીની પ્રસન્નતા તો છેક બોલિવૂડ સુધી પ્રસરેલી છે. ગુજરાતી લોકસંગીતમાં ગણાતું આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય મન મોર બની થનગાટ કરે ગીતને એમના અવાજથી થોડી વધારે પોપ્યુલારિટી મળી છે. અને એટલે જ બોલિવૂડમાં સંજય લીલા ભણસાલીએ એમની ફિલ્મ રામલીલામાં એમની પાસે આ ગીત ગવડાવ્યું હતું. અને હમણાં જ 15-16 ફેબ્રુઆરી 2019 દરમિયાન જલસોએ ‘પારિજાત’ નામે એક ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ કરી તેમાં પણ ઓસમાણ મીરે તેમની કેટલીક જાણીતી રચનાઓ ગાઈને લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. ઓસમાણ મીર પહેલા પોતે તબલાવાદક હતા. અને એવું કહેવાય છે કે જે સારા રિધમીસ્ટ હોય છે એ સારા સિંગર પણ હોઈ શકે છે.

Read More
Actors, Artists, Classics

લોકોના દિલોમા બિરાજતા સુપર સ્ટાર: નરેશ કનોડિયા (Naresh kanodia)

નરેશ કાનોડિયા એક લોકપ્રિય અભિનેતા છે. નરેશ કાનોડિયાએ ચલચિત્રોમાં તારી મારી પ્રેમ કહાની,ઢોલા મારુ,તમે રે ચંપો ને અમે કેળ અને ધાન્તયા ઓપન જેવા ચલચિત્રોમાં અદભુત કાર્ય કર્યું છે. તેઓ અભિનેતા,ગાયક, સંગીતકાર અને  રાજકારણી છે. તેમણે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “વેલીને આવ્યા ફૂલ ” સાથે કરી હતી. 1970 માં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. તે જ વર્ષે તેમણે “જીગર અને અમી” ફિલ્મમાં પણ એક નાનો રોલ પણ ભજવ્યો હતો.

 

Read More
Artists, Classics, Devotional, Singers

લિજેન્ડ્રી સિંગર: મન્ના ડે (Manna Dey)

તેમનું મૂળ નામ પ્રબોધચંદ્ર પરંતુ તેમના સ્ટેજ નામ મન્ના ડે દ્વારા ખુબ જાણીતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ પ્રખ્યાત પ્લેબેક સીંગર છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી અને પ્રખ્યાત ગાયકોમાંનું એક ગણવામાં આવે છે. તેમણે 1942 માં ‘તમન્ના’ ફિલ્મમાં સૌપ્રથમ વારફિલ્મસંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એસ.ડી. બર્મન દ્વારા કંપોઝ કરાયેલા ગુજરાતી ગીત ‘ઉપર ગગન વિશાળ’એ તેમને સફળતાની ટોચે પહોંચાડયા હતા. તેમણે 2013 સુધી 4,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા. ભારત સરકારે તેમને 1971 માં પદ્મશ્રી સાથે સન્માનિત કર્યા, 2005 માં પદ્મ ભૂષણ અને 2007 માં દાદાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામા આવ્યો હતો.

 

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક-સ્વરકાર: દિલીપ ધોળકિયા

મૂળ જૂનાગઢનાં ગાયક અને રચયિતા દિલીપ ધોળકિયાએ ઘણી નાની ઉંમરથી જ સંગીતની શરૂઆત શીખવાની કરી અને હિન્દી અને ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. “તારી આંખનો અફીણી” જેવાં પ્રસિદ્ધ ગીતો આપીને ૧૧ થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમા પણ ઘણું કામ કર્યું હતું.

 

Read More
Artists, Classics, Lyricists

ગઝલકાર: બરકત વિરાણી ‘બેફામ’ (Barkat Virani)

મૂળ ભાવનગરનાં કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિધ્ધ થયાં, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા છે. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી .જલસોમા તેઓની ઘણી રચનાઓ સમાવવાનો પ્રયત્ન અમે કર્યો છે.