આનલ વસાવડા એ ખૂબ પ્રતિભાશાળી ગાયક છે. છેલ્લા 10એક વર્ષથી જે યન્ગ સિંગર્સનો ફાલ ગુજરાતી સંગીત કે સુગમ સંગીતને પ્રસ્તુત કરતા આવ્યા છે એમાંના ખૂબ જાણીતા કલાકારોમાંના એક છે. તેઓ ગુજરાતી સુગમ સંગીત, કાવ્ય સંગીત, ગઝલો સિવાય હિન્દી ફિલ્મી ગીતો જેવા કે આશા તાઇ, લતા દીદી જેવા લેજેન્ડરી સિંગર્સના ગીતો પણ ગાય છે. ઘણા બધા સ્ટેજ શોઝ પણ તેઓ કરતા રહે છે. અને 15-16 ફેબ્રુઆરી 2019 દરમિયાન જલસો દ્વારા પારિજાત નામે જે ઓન-ગ્રાઉન્ડ ગુજરાતી સંગીતની કોન્સર્ટ કરવામાં આવી હતી તેમાં પણ તેમણે નયનેશ જાની સાથે ફિમેલ લીડ તરીકે પર્ફોર્મ કર્યું હતું.
શ્યામ સાધુનો જન્મ 15/06/1941ના રોજ થયો હતો. શ્યામ સાધુ ગુજરાતી ગઝલવિશ્વનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે. તેમણે નવીનતમ રીતનો ઉપયોગ કર્યો અને ગઝલમાં વાતચીતની શૈલી પ્રયોજી. 1973માં તેમનો યાયાવરી કવિતાઓનો પ્રથમ સંગ્રહ પ્રકાશિત થયો હતો. તેઓને શેખાદમ આબુવાલા અને બાબા સાહેબ આંબેડકર એવોર્ડ એનાયત થયેલ છે.