ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેશવ રાઠોડ એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથાના લેખક છે, જેમ કે એકકો બાદશાહ, સમયચક્ર – ધ ટાઈમ સ્લોટ. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત હત્યા ફિલ્મથી કરી હતી. કેશવ રાઠોડે ફિલ્મ ચુંદડીની લાજ સાથે ફિલ્મ નિર્દેશન શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે ૨૦૧૮માં “દિલ દોસ્તી લવ ઇન લાઇફ”નું દિગ્દર્શન કર્યું. તે ઉપરાંત “ચાંદો ઉગ્યો ચોકમા, અમર રહે તારો ચાંદલો, “ભાગ્યલક્ષ્મી” જેવી લોકપ્રિય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
વિદ્યા સિન્હા ભારતની એવી અભિનેત્રી છે જેમણે બોલિવુડ ફિલ્મમાં કામ કરેલું છે. ૧૮ વર્ષની ઉંમરમાં મોડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી હતી. ‘રાજા કાકા’ ફિલ્મમાં સૌ પ્રથમ કામ કરેલું. તે પછી તેમના શિક્ષક બસુ ચેટર્જીની ફિલ્મ ‘રજનીગંધા’માં અભિનય કર્યો હતો. ‘છોટી સી બાત’(૧૯૭૫) અને ‘પતિ-પત્ની ઔર વોહ’(૧૯૭૭) ફિલ્મમાં પણ તેમણે અભિનય કર્યો છે. ૨૦૦૦ની સાલમાં ‘બહુ રાની’, ૨૦૦૪ની સાલમાં ‘કાવ્યાંજલી’ અને ‘હમ દો હૈ ના’ વગેરે જેવી સિરિયલમાં પણ કામ કરેલું છે.