Read More
Artists, Lyricists

ખૂબ જાણીતા કવિ: ડો. મુકુલ ચોક્સી (Mukul Choksi)

ભણતર અને સાહિત્યનો અદભુત સમન્વય ધરાવતા ડો. મુકુલ ચોક્સી એક શ્રેષ્ઠ ડોક્ટરની સાથે સાથે કવિ પણ છે. તેમણે છેલ્લા ૨૫ વર્ષમાં સુંદર ગઝલ, કવિતાઓ આપી છે. તેમને ૨૦૧૪માં કલાપી પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકેડેમી લેખક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની ‘Human Mind’, કવિતાઓને સંગ્રહિત પુસ્તકો લખ્યાં છે.

Read More
Artists, Composers, Singers

નોખો સ્વરકાર: મેહુલ સુરતી

મેહુલ સુરતી એક ઉમદા  સંગીતકાર છે. તેઓ સુરતના વતની છે. ‘કેવી રીતે જઇશ’, પાસપોર્ટ, કૂખ,વિટામિન શી, શોર્ટ સર્કિટ જેવી ગુજરાતી ફિલ્મમાં તેમણે મ્યુઝિક આપ્યું છે. આના સિવાય તેમણે રેડિયો, ટી.વી. જાહેરાત, નાટકો, ડોક્યુમેન્ટરી માટે તેમણે મ્યુઝિક આપ્યુ છે. આપણા જાણીતા કવિ શ્રી નર્મદ માટે તેમણે એક ગીત તૈયાર કર્યું છે.  ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અદભુત મ્યુઝિક આપવામાં તેમનો ઘણો મોટો ફાળો આપ્યો છે. તેમણે જલસોના એપલિકશનની જીંગલ પણ કમ્પોઝ કરી છે.

Read More
Artists, Composers, Devotional, Singers

દેશ વિદેશમાં પ્ર્ખ્યાત ગાયિકા: માયા દીપક (Maya Deepak)

માયાબેને માત્ર ૮ વર્ષની ઉંમરથી ભારતીય સંગીતની શિક્ષા શરૂ કરીને ૧૯૮૭થી ઓલ ઇન્ડીયા રેડિયો અને દૂરદર્શનમાં કામ કર્યું છે. સુગમ સંગીત માટે રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા છે. તેમણે ઘણાં ગીતો, ગઝલો, ભજન, લોકગીતો, લગ્નગીતો, ગરબા વગેરે હિન્દી અને ગુજરાતી ભાષામાં ગાયા છે. માયાબેન જલસોના લાઈવ જેમિંગમાં પણ આવી ગયા છે

Read More
Artists, Singers

ફેમસ સિંગર: જોનિતા ગાંધી (Jonita gandhi)

જોનિતા ગાંધીનો જ્ન્મ ન્યુ દિલ્હીમાં થયેલો છે. ૨૦૧૩માં સૌ પ્રથમ વખત ચેન્નઇ એક્સપ્રેસ મૂવીમાં ગીત ગાયેલું.  ગુજરાતી ફિલ્મ ઓક્સિજનમાં નોખો અનોખો ગીત ગાયેલું છે.લવની ભવાઇ મૂવીમાં આઇ લવ યુ રે મારી સવાર ગીત ખૂબ પ્રચલિત થયુ હતું. તેઓ હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષામાં કાર્યરત છે. તેમણે આરોગ્ય વિજ્ઞાન અને વ્યવસાયમાં તેમની ડિગ્રીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણીએ તે દરમિયાન સીઆઈબીસી વર્લ્ડ માર્કેટ્સમાં ઇન્ટર્નશિપ પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ જોનિતા ગાંધી માટે સૌપ્રથમ સંગીત જ આવતું હતું, તેથી સંગીત તેમના સમગ્ર શિક્ષણમાં પૃષ્ઠભૂમિમાં ચાલતું રહ્યું અને તેમાં જ આગળ વધ્યાં.

 

Read More
Artists, Classics, Singers

ઘેઘૂર અવાજના માલિક: મહેન્દ્ર કપૂર (Mahendra Kapoor)

મહેન્દ્ર કપૂર એક ભારતીય પ્લેબેક ગાયક હતા. તેઓના નામે ચલો એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનો‘ (ગુમરાહ) અને નીલે ગગન કે તલે‘ (હમરાઝ) જેવા લોકપ્રિય ગીતોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે “ઓ રાજ રે”, “ઓ રંગ રસિયા”, “મા તારા મંદિરિયામાં”, “આરતી ઉતારું માની” જેવા ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ગીતો પણ ગાયા છે. 1972માં  તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી એનાયત થયેલ છે.

Read More
Artists, Classics, Composers, Lyricists, Singers

રાષ્ટ્રીય શાયર: ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)

ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી સાહિત્યજગતનું શિરમોર નામ. આ ગુજરાતનું એક એવું વ્યક્તિત્વ છે જેમના માટે જેટલું લખવામાં આવે એટલું ઓછું છે. જેમને રાષ્ટ્રીય શાયર કહેવાયા એવા લોક લાડીલા લેખક, કવિ, ગાયક, પત્રકાર, સામાજિક સેવક જેવી અનેક પ્રતિભા ધરાવનાર આ મહાન હસ્તીઓમાંની એક છે. મેઘાણી સાહેબે લોકગીતો, કવિતાઓ, લોકવાર્તાઓ, સફરની વાર્તાઓ, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, જીવનચરિત્ર વગેરે વગેરે જેવું લગભગ બધું જ લખ્યું છે. તેમને ઘણા બધા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની લોકપ્રિય કવિતાઓમાં આનો સમાવેશ થાય છે :
ચૌદ વર્ષની ચારણકન્યા, તારા નામમાં ઓ સ્વતંત્રતા, વેણીના ફૂલ, સિંધૂડો વગેરે..
અને તેમની જાણીતી વાર્તાઓમાં સમાવેશ થાય છે : ભાઈબંધી, દીકરાનો મારનાર, દીકરો, કરિયાવર, ગરાસણી, બુરાઈના દ્વાર પરથી, કડેડાટ, આખરે, જલ્લાદનું હૃદય, આઈ વગેરે વગેરે….

Read More
Artists, Classics, Composers

ગાયક – સ્વરકાર અને દિગ્દર્શક: કમલેશ ભદકમકર (kamlesh bhadkamkar)

કમલેશ ભદકમકર સિંગર, સંગીતકાર અને દિગ્દર્શક છે. કમલેશજીએ ઘણા વિખ્યાત કલાકાર સાથે કામ કર્યું છે અને ઉપરથી અનેક પુરસ્કારો મળ્યા છે. તેઓએ છેલ્લી ફિલ્મ ચલતે હૈ યાર માટે કામ કર્યું હતું. તેમનું કાર્ય તેમની ફિલ્મ હુ તુ તુ તુ માં જોવા મળ્યું છે, જે ગુજરાતી ફીચર ફિલ્મ હતી. જે જાન્યુઆરી 2016માં રિલીઝ થઈ હતી.

Read More
Artists, Singers

યંગ ગુજરાતી સિંગર: જાહન્વી શ્રીમાન્કર (Jahnvi Shrimankar)

જાહન્વી શ્રીમાન્કર બૉલીવુડ, લોકગીતો, ગઝલ અને સેમી કલાસિકલ જેવી વિવિધ શૈલીઓમાં ઉમદા ગાયક છે.  તેમણે ફિલ્મ ‘તેરે સંગ‘ નું ગીત “લેજા લેજા” તેમજ ટીવી શો, બૉલીવુડ ફિલ્મો અને એડ ફિલ્મોમાં પણ પોતાનો સૂર આપ્યો છે.  તે એક લાઇવ પર્ફોર્મિંગ આર્ટિસ્ટ છે અને સમગ્ર વિશ્વમાં પોતાના કાર્યક્રમોમાં ગુજરાતી ગીતોની રમઝટ બોલાવે છે અને લોકોને મનોરંજન પૂરૂ પાડે છે.

Read More
Artists, Classics, Singers

સૂરોની મલિકા: હેમા દેસાઇ (Hema Desai)

હેમા બેનને પણ પતિ આશિત દેસાઇ અને પુત્ર આલાપ દેસાઇની જેમ ભેટમાં મળેલ સંગીત એક ભાગ છે. તેમણે વિસ્તૃત કારકીર્દિ દરમિયાન કોન્સર્ટ, ફિલ્મ, ટેલિવિઝન અને રેડિયોમાં આશિતદેસાઈ અને આલાપ સાથે રેકોર્ડ અને રજૂઆતો કરી છે. તેમણે તેમના શુદ્ધ, ક્લાસિકલ પ્રશિક્ષિત ભારતીય કંઠ્યથી તેમના પતિના સંપૂર્ણ પૂરક બનીને ‘તારા વિના શ્યામ’, ‘મારી મહિસાગરની’, ‘ઢોલીડા ઢોલ ધીમો’, જેવા ખૂબ પ્રખ્યાત ફિલ્મી ગીતો, લગ્નગીતો, ગરબા અને ભક્તિગીતો આપેલ છે.

સુગમ સંગીતમાં તેમના મોરપીંછની રજાઈ, સાત પગલાં આકાશમાં, હૈયામાં એક મોર પાળ્યો છે મેં ખૂબ જાણિતા છે. હેમા દેસાઈ અને આશિત દેસાઈ જલસોના લાઈવ જેમિંગમાં પણ આવ્યા હતા. સાંભળવા માટે ક્લિક કરો અહિયા.

હેમા દેસાઈ અને આશિત દેસાઈને જલસોની on-ground concert ‘પારિજાત’માં live સાંભળવા ક્લિક કરો અહિયા.

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક-સ્વરકાર: હરિશચંદ્ર જોષી (harishchandra Joshi)

 હરિશચંદ્ર જોષી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વતની છે. બોટાદમાં તેઓ રહે છે. મોરારીબાપુ જોડે આયોજન કાર્યોમાં સતત મદદ કરતા રહ્યા છે. તેઓ પ્રખ્યાત ગાયક છે. પોતે કવિ પણ છે. અને પરપોટો પાણીમાં મુંઝાય, કોણ વરસાદનું કદ જુએ છે, રખડુ છીએ સ્વભાવથી, જંગલ સમી મારી પીડા, સાદ પાડું છું ક્યારનો જેવા ગીતોમાં અદ્દભુત સ્વરાંકન કર્યું છે.