Read More
Actors, Artists, Classics

નાટ્યકર્મી: રાજૂ બારોટ (Raju Barot)

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા બાદ, 1 9 77 માં ગુજરાતની અગ્રણી થિયેટર સંસ્થામા પાછા આવવાનું પસંદ કર્યું અને તેઓ ગુજરાતી થિયેટરને સમર્પિત થયા. ત્યારબાદ તેમના જૂથ “અમદાવાદ થિયેટર ગ્રૂપ” સાથે મળીને સ્નેક, મર્મભેદ, सैयां भये कोतवाल, કાશંક ભાલી ગેલો માનસ-સોક્રેટીસ અને તાજેતરમાં કૈકેયી જેવા યાદગાર નાટકો આપ્યા છે. તેઓ તેમના વિશાળ થિયેટર નિર્માણ ઉપરાંત તેઓ તેમના થિયેટર સોંગ્સ અને થિયેટર મ્યુઝિકના જ્ઞાન માટે જાણીતા છે. તેમને 2000 ના વર્ષ માટે “ગુજરાત સંગીત નાટક એકેડેમી, “બેસ્ટ પ્લે બેક સિંગર”, “રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી”, “ગૌરવ પુરસ્કાર” જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. રાજુ બારોટ એક લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા છે. રાજુ બારોટ બીજી ઘણી લોકપ્રિય ફિલ્મોનો ભાગ છે જેમાં વિસ્કી ઇઝ રિસ્કી, બેટર હાફ અને હાલ જ રીલીઝ થયેલી “હવે થશે બાપ રે”નો સમાવેશ થાય છે.

 

Read More
Artists

સ્વરકાર-ગાયક: પુરષોત્તમ ઉપાધ્યાય (purshottam upadhyay)

પુરષોત્ત્મ ઉપાધ્યાય  પુરુષોત્તમ ઉપાધ્યાય એ એક એવા ઉચ્ચ ગજાના સ્વરકાર છે કે જેઓ પાસેથી આજની જનરેશનના ઘણા બધા લોકોએ સુગમ સંગીતની તાલીમ લીધી છે. અથવા એમ પણ કહી શકાય કે મોટા ભાગના યન્ગ ગાયકો કે જેઓએ ગુજરાતી સંગીતમાં પગલાં માંડ્યા છે એ તમામે તમામ લોકો પુરુષોત્તમ ઉપાધ્યાયના ગીતો સાંભળી સાંભળીને પોતાની કારકિર્દી બનાવી છે. તેઓ પોતે ઘેઘૂર અવાજના માલિક છે. તેમનીઉત્કકૃષ્ટ ગાયકી માટે તેમને પદ્મ શ્રી એવોર્ડ મળ્યો છે. તેમના રણુજાના રાજા, સત્યની સુગંધ, મોરની વગેરે વગેરે જેવા ગીતો અતિ લોકપ્રિય થયા છે.

i

Read More
Artists, Lyricists

આજની પેઢીના પ્ર્ખ્યાત કવિ: મિલિંદ ગઢવી (Milind Gadhai)

મિલિંદ ગઢવી એ ગુજરાતી અને ઉર્દુ કવિતાઓ લખવા માટે જાણીતા છે. તેઓ જૂનાગઢના વાતની છે. મિલિન્દભાઈ ખાસ તો ગઝલ અને લઘુ કાવ્યો લખવા માટે જાણીતા છે, તેઓ ખૂબ સારા ગીતકાર પણ છે. તેમણે ગુજરાતી ફિલ્મ પ્રેમજી:રાઇઝ ઓફ વૉરિયર માટે ખૂબ સુંદર ગીત લખ્યું હતું ‘,મેં તો સૂરજને રોપ્યો છે’, જેના માટે તેમને 15મો ટ્રાન્સમિડિયા એવોર્ડ પણ મળ્યો હતો. અને એના પછી તો ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ માટે તેમણે ગીતો લખ્યા છે. તેઓ એક કવિની સાથે સાથે ખૂબ સારા સંચાલક પણ છે. અને તેમના અવાજમાં તેમની ઘણી બધી કવિતાઓ, ગઝલો, લઘુકાવ્યો ‘જલસો’ એપમાં સમાવેલી છે. 

Read More
Artists, Classics, Lyricists

પ્રખ્યાત કવિ: હરિકૃષ્ણ પાઠક (Harikrishna Pathak)

તેઓ મુખ્યત્વે કવિ તરીકે પ્રખ્યાત થયા છે. હરિકૃષ્ણ પાઠ્ક્નો જન્મ બોટાદ (જિ. ભાવનગર)માં થયો છે. તેમનું વતન ભોળાદ (જિ. અમદાવાદ)માં છે. ૧૯૫૬માં મૅટ્રિક અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી ત્યારબાદ ૧૯૬૧-૬૨ સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક બન્યા. ૧૯૬૩થી ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ તે પછીથી વિભાગીય અધિકારી બન્યા. ૧૯૬૭મા કાવ્યસર્જન માટે તેમને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામ્ય જીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. અડવાપચીસી’ (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. કોઈનું કંઈ ખોવાય છે’ (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૯), ‘નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. મોરબંગલો’ (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. નગર વસે છે’ (૧૯૭૮) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે. 

Read More
Artists, Devotional, Garba, Singers

ઉત્તર ગુજરાતની કોયલ: અભિતા પટેલ(Abhita Patel)

ઉત્તર ગુજરાતની કોયલ તરીકે જાણીતા અભિતા પટેલ એક દાયકા કરતા પણ વધુ સમયથી ગાંધીનગર, અમદાવાદ, કલોલ, મહેસાણા અને મોરબી જેવા ગુજરાતના ઘણા નગરોમાં પ્રખ્યાત છે. પીટી ભારત વાડિયામાંથી સંગીત શીખી રહ્યા હતા ત્યારે તેઓ ફક્ત 15 વર્ષના હતા. તેઓએ ઇટીવી ગુજરાતીના ટેલેન્ટ શો લોકગાયક ગુજરાતમાં ભાગ લઈને ધીમે ધીમે સંગીતમાં પોતાનો રસ્તો ઉંચા સ્તરે પહોંચાડ્યો છે. ગરબામાં તેમણે પોતાનું મુખ્ય વર્ચસ્વ બતાવ્યું છે. તેમના અવાજમાં એક સુંદર મજાનો ગરબો અમે કરાવ્યો છે, જે ‘જલસો’ એપમાં સમાવેલ છે.

Read More
Artists, Singers

સ્માર્ટ, ટેલેન્ટેડ અને પાક્કી ગુજ્જુ સિંગર: ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar)

૩ જ વર્ષની ઊંમરે ઐશ્વર્યાએ સંગીતની તાલીમ લેવાની શરુઆત કરી. ૭ વર્ષની વયે ઝી ‌‌- સારેગમાપા માં ભાગ લીધો હતો. ઐશ્વર્યાએ 11 વર્ષની ઉંમરે નાગપુરમાં સૌપ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો અને તેણે ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા છે. 5 મી એપ્રિલ, 2008 ના રોજ અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા  દ્વારા પ્ર્સ્તુત “છોટે ઉસ્તાદ”ની વિજેતા રહી ચૂકી છે, ઐશ્વર્યાને “શાહુ મોદક એવોર્ડ, “પાવર-100” અને “સંગીત રત્ન” એનાયત કરવામાં આવેલ છે. ગુજરાતની ગરબા ક્વીન તરીકે જાણીતી ઐશ્વર્યાએ “આ સફર” , “ભીના ભીના” જેવી અદભૂત રચનાઓ આપી છે. ઐશ્વર્યાના અવાજમાં ઘણા બધા ગીતો રેકોર્ડ થયેલા છે, એમાંના કેટલાક ગીતો જલસો ઍપમાં અવેઇલેબલ છે. અને અમારી જલસોની જીંગલ પણ તેણે જ ગાઈ છે, જે જલસોમાં સૌથી વધુ વાર સંભળાયેલ ટ્રેક છે. 

 

Read More
Artists, Classics, Lyricists

કવિ, ભાષાવિદ: તુષાર શુક્લ (Tushar Shukla)

ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય કવિ એટલે “તુષાર શુક્લ”. તેઓંની કલમે ગીતો, અછાંદસ કવિતાઓ અને લઘુકાવ્યો લખાયા છે. ૧૯૭૯માં આકાશવાણી પર બહુ જ લોકપ્રિય  કાર્યક્રમ “ શાણાભાઇ – શકરાભાઇ”ના સફળ સંચાલક હતા.આકાશવાણી  અમદાવાદમાં લેખક, ઉદબોધક અને આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક પદે સેવાઓ પણ આપી, બહુ જ સફળ સંચાલક તરીકે સફર હજી પણ ચાલુ જ છે. બહુ જ ઉત્ક્રુષ્ટ કાવ્યરચનાઓ, ફિલ્મીગીતો અને બહુ જ સુંદર “અભિસારિકા” જેવા નાટકના તેઓ રચયિતા છે. તેમને ઘણા લોકો તો પ્રેમ કવિ તરીકે પણ ઓળખે છે.

 

 

Read More
Actors, Artists, Classics

અભિનય સમ્રાટ: ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi)

 

ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર અને નાટકોના ખુબ જ ખ્યાતનામ અને સક્ષમ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હતા. ગુજરાતી સિનેમાના સૌથી પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક હતા. તેમણે “કાદુ મકરાણી“, “મહેંદી રંગ લાગ્યો” જેવી ખૂબ જ પ્રસિધ્ધ ફિલ્મોમાં તેમના અભિનયના અજવાળા પાથર્યા છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી તે સમયે અતિશય લોકપ્રિય હતી.. તેમણે 1999માં માં-બાપ ને ભુલશો નહી ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે પ્રથમ વાર કામ કર્યું હતું. રાજકારણમા પણ એટલા જ સક્રિય રહ્યા હતા. તેમણે ઉપેન્દ્ર ત્રિવેદી – આત્મકથન અને અન્ય લેખના નામે પોતાની આત્મકથા લખી છે. 4 જાન્યુઆરી 2015 ના રોજ તેમને તેમના તમામ ચાહકો અને આ ફાની દુનિયાની વિદાય લીધી.

Read More
Artists

સ્પંદનો જગાડતા ગીત કવિ: રમેશ પારેખ (Ramesh Parekh)

 

રમેશ પારેખ ગુજરાતી આધુનિક કાવ્યક્ષેત્રના સૌથી લોકપ્રિય કવિ અને ગીતકાર હતા. તેઓ વ્યવસાયે ભલેને સરકારી કર્મચારી રહયા હોય પણ તેમને સાહિત્ય અને સંગીતમાં ખૂબ જ રસ હતો. તેઓએ ગીત, ગઝલ અને કવિતાઓમાં ભારે ફાળો આપ્યો. તેમણે કથાઓ લખી અને બાળકોના સાહિત્યમાં પણ ફાળો આપ્યો હતો. તેમને ઘણા પ્રતિષ્ઠિત એવૉર્ડ જેવા કે કુમાર સુવર્ણ ચંદ્રક૧૯૭૦), ઉમા-સ્નેહરશ્મી પુરસ્કાર(૧૯૭૮-૧૯૭૯), રણજીતરામ સુવર્ણાચંદ્રક(૧૯૮૬)એનાયત કરવામા આવ્યો હતો. સોનલ અને મીરાબાઈને સંબોધિત તેમની કવિતાઓ અને ગીતો સૌથી આકર્ષક છે. તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘ક્યાં’ (1970) અને પછી ખડિંગ ખુબ જ લોકપ્રિય થયા. ખમ્મા અલા બાપુને,સગપણ એક ઊખાણું જેવા નાટકો અને મને ચપટી વગાડતા આવડી ગયું અને ખુલ્લ્મખુલ્લા જેવી બાળકો માટેની અદભૂત રચનાનો આપી હતી.

 

Read More
Artists, Lyricists

કવિ: રાજેશ વ્યાસ “મિસ્કીન””- Rajesh vyas

કવિ શ્રી રાજેશ વ્યાસ , ‘મિસ્કીન’ સાહેબના નામથી ગુજરાત અને ગુજરાત બહાર બધે જ નામના ધરાવે છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ જુદા જુદા પ્રકાશનમાં ગઝલ, કવિતા અને કૉલમ્સ લખે છે. તેઓને હરિન્દ્ર દવે સ્મારક એવોર્ડ, શૂન્ય પાલનપુરી એવોર્ડ, કલાપી એવોર્ડ અને કુમાર સુવર્ણ ચંદ્રક જેવા પુરસ્કાર એનાયત થયેલ છે. મિસ્કીન સાહેબને તેમની ગઝલ એન્થોલોજી “છોડી ને આવે તુ” ને સાહિત્ય અકાદમીએ અને ગુજરાત સાહિત્ય પરિષદે“દિલીપ મહેતા ” પુરસ્કારથી સ્ન્માનિત કર્યા હતા.