જલસો પર ગુજરાતી સાહિત્ય, ફિલ્મ અને સંગીત જગતનાં બધાં જ કલાકારોને સાંભળો. તેમના વિષેની કેટલીક ઓછી જાણિતી વાતો વાંચો અહીં.

Read More
Actors, Artists, Classics

લોકોના દિલોમા બિરાજતા સુપર સ્ટાર: નરેશ કનોડિયા (Naresh kanodia)

નરેશ કાનોડિયા એક લોકપ્રિય અભિનેતા છે. નરેશ કાનોડિયાએ ચલચિત્રોમાં તારી મારી પ્રેમ કહાની,ઢોલા મારુ,તમે રે ચંપો ને અમે કેળ અને ધાન્તયા ઓપન જેવા ચલચિત્રોમાં અદભુત કાર્ય કર્યું છે. તેઓ અભિનેતા,ગાયક, સંગીતકાર અને  રાજકારણી છે. તેમણે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “વેલીને આવ્યા ફૂલ ” સાથે કરી હતી. 1970 માં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. તે જ વર્ષે તેમણે “જીગર અને અમી” ફિલ્મમાં પણ એક નાનો રોલ પણ ભજવ્યો હતો.

 

Read More
Artists, Classics, Devotional, Singers

લિજેન્ડ્રી સિંગર: મન્ના ડે (Manna Dey)

તેમનું મૂળ નામ પ્રબોધચંદ્ર પરંતુ તેમના સ્ટેજ નામ મન્ના ડે દ્વારા ખુબ જાણીતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ પ્રખ્યાત પ્લેબેક સીંગર છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી અને પ્રખ્યાત ગાયકોમાંનું એક ગણવામાં આવે છે. તેમણે 1942 માં ‘તમન્ના’ ફિલ્મમાં સૌપ્રથમ વારફિલ્મસંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એસ.ડી. બર્મન દ્વારા કંપોઝ કરાયેલા ગુજરાતી ગીત ‘ઉપર ગગન વિશાળ’એ તેમને સફળતાની ટોચે પહોંચાડયા હતા. તેમણે 2013 સુધી 4,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા. ભારત સરકારે તેમને 1971 માં પદ્મશ્રી સાથે સન્માનિત કર્યા, 2005 માં પદ્મ ભૂષણ અને 2007 માં દાદાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામા આવ્યો હતો.

 

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક-સ્વરકાર: દિલીપ ધોળકિયા

મૂળ જૂનાગઢનાં ગાયક અને રચયિતા દિલીપ ધોળકિયાએ ઘણી નાની ઉંમરથી જ સંગીતની શરૂઆત શીખવાની કરી અને હિન્દી અને ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. “તારી આંખનો અફીણી” જેવાં પ્રસિદ્ધ ગીતો આપીને ૧૧ થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમા પણ ઘણું કામ કર્યું હતું.

 

Read More
Artists, Classics, Lyricists

ગઝલકાર: બરકત વિરાણી ‘બેફામ’ (Barkat Virani)

મૂળ ભાવનગરનાં કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિધ્ધ થયાં, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા છે. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી .જલસોમા તેઓની ઘણી રચનાઓ સમાવવાનો પ્રયત્ન અમે કર્યો છે.

Read More
Artists, Classics, Composers, Lyricists

સૂર-શબ્દનું સરનામું: અવિનાશ વ્યાસ (Avinash Vyas)

અવિનાશ વ્યાસ બહુ જ જાણીતા સંગીતકાર,ગીતકાર અને ગાયક હતા.તેમણે 190 વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ 25 વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત સ્ટેટ ફિલ્મ પુરસ્કાર વિજેતા રહી ચુક્યા છે. તેમને ભારત સરકાર દ્વારા 1970 માં પદ્મશ્રી એનાયત કરવામા અવ્યો હતો. અવિનાશ વ્યાસ તેમની કારકિર્દી દરમિયાન હિન્દી અને ગુજરાતી ફિલ્મો માટે 1200 કરતાં વધુ ગીતો માટે સંગીતકાર રહી ચુક્યા છે અને નોનફિલ્મી સહિત તો તેઓનુ યોગદાન 1૦૦૦૦  ગીતો કરતા પણ વધારે છે.

 

Read More
Artists, Classics, Composers, Singers

સુરોના સમ્રાટ: આશિત દેસાઈ Ashit Desai

શિત દેસાઈ ગુજરાતી સંગીતના પ્રથમ પંક્તિના સ્વરકાર અને ગાયક છે.સંગીત તેમને વારસામાં મળ્યું છે. ૧૮ વર્ષની ઉંમરે જ તેમણે ૧૯૬૯માં ઓલ ઇન્ડીયા રેડિયોનાં શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર હાંસલ કર્યો હતો.1976 અને 1989 માં તેમને ગુજરાત સ્ટેટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. તેમની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ એક કવિ પણ છે.તેમને તાજેતરમાં જ સંગીત નાટ્ય અકાદમીનો એવોર્ડ રાષ્ટ્રપતિનાં હસ્તે પ્રાપ્ત થયો છે. 

 

Read More
Artists, Classics, Composers

King of Melodies: નયનેશ જાની (Nayanesh Jani)

નયનેશ જાની ગુજરાતી સુગમ સંગીત, ગઝલ અને ગરબાનું ખૂબ જાણીતું અને આદરણીય નામ છે. તેમના સ્વરાંકનો સરળ અને કવિતાના ભાવ સાથે ન્યાય કરે છે. ગરબા જેવાં કે ‘બિરદારી બહુચરબાળી’, “મારું ઝાંઝર ખોવાણું’, ‘સાબરકાંઠાનો શાહુકાર’ અને  ‘હૈયે રાખી હોમ’ વગેરે લોકગીતની સમકક્ષ પહોંચેલી રચનાઓ છે. ‘ભીંતે ચિતરેલ’, ‘આંખોમા બેઠેલા ચાતક’, ‘તુ અને હું’  એમના જાણીતા સ્વરાંકનો છે.

નયનેશ જાનીના સ્વરાંકનોની ખાસીયત એ છે કે તેઓ કવિતાને – કવિતાનાં મર્મને સમજીને સ્વરાંકન કરે છે. જેનાંથી ગીત વધુ મધુર અને સમજવામાં વધુ સરળ બને છે.