આહા! ગુજરાતી ફિલ્મોનો એ સુવર્ણ દોર યાદ કરો જ્યારે મુકેશ, લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, કિશોર કુમાર, ઉષા મંગેશકર જેવા ગાયકો-કલાકારો કામ કરવા ઉત્સુક રહેતા. એમનાં શ્રેષ્ઠ ગુજરાતી ગીતો હવે સાંભળો જલસો પર

Read More
Artists, Classics, Lyricists

વરિષ્ઠ સાહિત્યકાર : સ્નેહરશ્મિ (Snehrashmi)

  ઝીણાભાઈ રતનસિંહ સ્નેહરશ્મિ’ કવિવાર્તાકારનવલકથાકારનાટ્યકારચિત્રકાર, આત્મકથાકાર, સંપાદક હતા.  તેમનો જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં થયો હતો. ૧૯૨૦માં મેટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી અસહકારની લડતમાં સામેલ થયા. ૧૯૨૧માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિનીત થયા. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. ૧૯૨૬-૧૯૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક બન્યા. ૧૯૩૨-૩૩માં બે -એક વર્ષ જેલવાસ કર્યો. ૧૯૩૪ મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રિય શાળામાં આચાર્ય બન્યા. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક બન્યા. તેમને ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત થયો. ત્રણેકવાર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ બન્યા. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચંદ્ર્ક તેમજ ૧૯૮૫માં નર્મદચંદ્ર્ક પણ પ્રાપ્ત થયેલ છેગુજરાતી કવિતામાં જાપાનીઝ કાવ્ય હાઈકુના પ્રણેતા હતા. તેઓ પ્રમુખ કવિ, વાર્તાકાર, ચરિત્રકાર છે. સ્વાધીનતા, દેશભક્તિનો સૂર આરંભના કાવ્યોમાં પછી સૌન્દર્યાભિમુખ વલણ પ્રગટ થાય છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુને ગુજરાતીમાં સુપ્રતિષ્ઠિત કરી તેમણે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. તેમની વાર્તાઓ વિશેષ રીતે ઉર્મિપ્રધાન અને જીવનમૂલ્યોને લક્ષ્ય કરનારી છે. ત્રણ ભાગમાં વિસ્તરેલી તેમની આત્મકથામાં તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓનું ચિત્ર ઉપસે છે.

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક: સંજય ઓઝા (Sanjay Oza)

      

શ્રીમેતી ઉમાબેન અને શ્રી મહેશભાઇ ઓઝાના પુત્ર સંજય ઓઝા. તેઓ ખૂબ જ સારા સ્વરકાર અને ગાયક છે. હૂતો હૂતી, ગમ્મત ગુલાલ જેવી ઘણી શ્રેણીઓના ટાઇટલ ટ્રૅકમાં તેમણે તેમની ઉત્તમ ગાયકીને પ્રદર્શિત કરી છે. તેમણે અનેક ભાષાઓમાં અસંખ્ય કમર્શિયલ એડ માટે અવાજ આપ્યો છે. ગુજરાતમાં નવરાત્રીના રાજા, સંજય ઓઝાએ પરંપરાગત અને ગારબા-રાસ પ્રત્યેના વ્યવહારિક અભિગમથી, તમામ પેઢીઓના દિલ જીતી લીધા છે. એક એવા ઉત્સાહી કલાકાર જેમણે અમૃત, હુતુતુ, છેલ છબીલો, વગેરે જેવા લોકપ્રિય ગીતો સાથે ગુજરાતી સંગીત માટે સ્ટાઇલીશ અભિગમ આપ્યો છે, અને આપણા લોકોના હૃદયમાં ગુજરાતી સંગીત માટે રુચિને ઉમદુ બનાવ્યું છે. તેમણે યુએસએ, યુકે, કેનેડા, ઑસ્ટ્રિયામાં પ્રદર્શન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના પ્રશંસકોની યાદીમાં વધારો કર્યો છે. તેઓ ગાયક ઉપરાંત, એક ઉત્તમ સંગીતકાર પણ છે. તેમની રચનાઓનું પ્રથમ આલ્બમ- તને પ્રેમ કરુ છુ હતું.

Read More
Artists, Classics, Singers

સુરીલી ગાયિકા: સાધના સરગમ (Sadhana Sargam)

સાધના સરગમ  ભારતીય સિનેમાના પ્લેબેક ગાયક છે અને ત્રણ દાયકા કરતા પણ વધુ સમયથી કાર્યરત છે.ફિલ્મ સંગીત ઉપરાંત તે ભક્તિ ગીતો, શાસ્ત્રીય સંગીત, ગઝલ, પ્રાદેશિક ફિલ્મ ગીતો અને પોપ આલ્બમ્સ ગાયા છે. તેમને નેશનલ ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કાર એનાયત થયેલ છે. તેઓએ પાંચ મહારાષ્ટ્ર સ્ટેટ ફિલ્મ પુરસ્કારો અને ચાર ગુજરાત સ્ટેટ ફિલ્મ પુરસ્કારો જીત્યા છે. મધ્ય પ્રદેશના સરકાર પાસેથી લતા મંગેશકર અવૉર્ડસાધના સરગમને પુરસ્કાર આપવામાં આવ્યો. કલ્યાણજી આનંદજી સાથે રહીને તેમણે ઘણી બધી બોલિવૂડની ફિલ્મ્સ ઉપરાંત ગુજરાતી સિનેજગત માટે પણ કેટલાંક સુંદર ગીતો ગાયા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની ખૂબ સઘન તાલીમ લીધી છે.

Read More
Actors, Artists, Classics

નાટ્યકર્મી: રાજૂ બારોટ (Raju Barot)

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા બાદ, 1 9 77 માં ગુજરાતની અગ્રણી થિયેટર સંસ્થામા પાછા આવવાનું પસંદ કર્યું અને તેઓ ગુજરાતી થિયેટરને સમર્પિત થયા. ત્યારબાદ તેમના જૂથ “અમદાવાદ થિયેટર ગ્રૂપ” સાથે મળીને સ્નેક, મર્મભેદ, सैयां भये कोतवाल, કાશંક ભાલી ગેલો માનસ-સોક્રેટીસ અને તાજેતરમાં કૈકેયી જેવા યાદગાર નાટકો આપ્યા છે. તેઓ તેમના વિશાળ થિયેટર નિર્માણ ઉપરાંત તેઓ તેમના થિયેટર સોંગ્સ અને થિયેટર મ્યુઝિકના જ્ઞાન માટે જાણીતા છે. તેમને 2000 ના વર્ષ માટે “ગુજરાત સંગીત નાટક એકેડેમી, “બેસ્ટ પ્લે બેક સિંગર”, “રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી”, “ગૌરવ પુરસ્કાર” જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. રાજુ બારોટ એક લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા છે. રાજુ બારોટ બીજી ઘણી લોકપ્રિય ફિલ્મોનો ભાગ છે જેમાં વિસ્કી ઇઝ રિસ્કી, બેટર હાફ અને હાલ જ રીલીઝ થયેલી “હવે થશે બાપ રે”નો સમાવેશ થાય છે.

 

Read More
Artists, Classics, Lyricists

પ્રખ્યાત કવિ: હરિકૃષ્ણ પાઠક (Harikrishna Pathak)

તેઓ મુખ્યત્વે કવિ તરીકે પ્રખ્યાત થયા છે. હરિકૃષ્ણ પાઠ્ક્નો જન્મ બોટાદ (જિ. ભાવનગર)માં થયો છે. તેમનું વતન ભોળાદ (જિ. અમદાવાદ)માં છે. ૧૯૫૬માં મૅટ્રિક અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી ત્યારબાદ ૧૯૬૧-૬૨ સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક બન્યા. ૧૯૬૩થી ગુજરાત રાજ્યના સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ તે પછીથી વિભાગીય અધિકારી બન્યા. ૧૯૬૭મા કાવ્યસર્જન માટે તેમને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામ્ય જીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. અડવાપચીસી’ (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. કોઈનું કંઈ ખોવાય છે’ (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૯), ‘નૂતન ગુજરાતમાં ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. મોરબંગલો’ (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. નગર વસે છે’ (૧૯૭૮) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે આપેલું સંપાદન છે. 

Read More
Artists, Classics, Lyricists

કવિ, ભાષાવિદ: તુષાર શુક્લ (Tushar Shukla)

ગુજરાતના ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય કવિ એટલે “તુષાર શુક્લ”. તેઓંની કલમે ગીતો, અછાંદસ કવિતાઓ અને લઘુકાવ્યો લખાયા છે. ૧૯૭૯માં આકાશવાણી પર બહુ જ લોકપ્રિય  કાર્યક્રમ “ શાણાભાઇ – શકરાભાઇ”ના સફળ સંચાલક હતા.આકાશવાણી  અમદાવાદમાં લેખક, ઉદબોધક અને આકાશવાણી રાજકોટના કેન્દ્ર નિયામક પદે સેવાઓ પણ આપી, બહુ જ સફળ સંચાલક તરીકે સફર હજી પણ ચાલુ જ છે. બહુ જ ઉત્ક્રુષ્ટ કાવ્યરચનાઓ, ફિલ્મીગીતો અને બહુ જ સુંદર “અભિસારિકા” જેવા નાટકના તેઓ રચયિતા છે. તેમને ઘણા લોકો તો પ્રેમ કવિ તરીકે પણ ઓળખે છે.

 

 

Read More
Actors, Artists, Classics

અભિનય સમ્રાટ: ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi)

 

ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી ચલચિત્ર અને નાટકોના ખુબ જ ખ્યાતનામ અને સક્ષમ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા હતા. ગુજરાતી સિનેમાના સૌથી પ્રસિદ્ધ અભિનેતાઓમાંના એક હતા. તેમણે “કાદુ મકરાણી“, “મહેંદી રંગ લાગ્યો” જેવી ખૂબ જ પ્રસિધ્ધ ફિલ્મોમાં તેમના અભિનયના અજવાળા પાથર્યા છે. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી તે સમયે અતિશય લોકપ્રિય હતી.. તેમણે 1999માં માં-બાપ ને ભુલશો નહી ફિલ્મમાં નરેશ કનોડિયા સાથે પ્રથમ વાર કામ કર્યું હતું. રાજકારણમા પણ એટલા જ સક્રિય રહ્યા હતા. તેમણે ઉપેન્દ્ર ત્રિવેદી – આત્મકથન અને અન્ય લેખના નામે પોતાની આત્મકથા લખી છે. 4 જાન્યુઆરી 2015 ના રોજ તેમને તેમના તમામ ચાહકો અને આ ફાની દુનિયાની વિદાય લીધી.

Read More
Actors, Artists, Classics

લોકોના દિલોમા બિરાજતા સુપર સ્ટાર: નરેશ કનોડિયા (Naresh kanodia)

નરેશ કાનોડિયા એક લોકપ્રિય અભિનેતા છે. નરેશ કાનોડિયાએ ચલચિત્રોમાં તારી મારી પ્રેમ કહાની,ઢોલા મારુ,તમે રે ચંપો ને અમે કેળ અને ધાન્તયા ઓપન જેવા ચલચિત્રોમાં અદભુત કાર્ય કર્યું છે. તેઓ અભિનેતા,ગાયક, સંગીતકાર અને  રાજકારણી છે. તેમણે તેમની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “વેલીને આવ્યા ફૂલ ” સાથે કરી હતી. 1970 માં આ ફિલ્મ રિલીઝ થઇ હતી. તે જ વર્ષે તેમણે “જીગર અને અમી” ફિલ્મમાં પણ એક નાનો રોલ પણ ભજવ્યો હતો.

 

Read More
Artists, Classics, Devotional, Singers

લિજેન્ડ્રી સિંગર: મન્ના ડે (Manna Dey)

તેમનું મૂળ નામ પ્રબોધચંદ્ર પરંતુ તેમના સ્ટેજ નામ મન્ના ડે દ્વારા ખુબ જાણીતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ પ્રખ્યાત પ્લેબેક સીંગર છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી અને પ્રખ્યાત ગાયકોમાંનું એક ગણવામાં આવે છે. તેમણે 1942 માં ‘તમન્ના’ ફિલ્મમાં સૌપ્રથમ વારફિલ્મસંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એસ.ડી. બર્મન દ્વારા કંપોઝ કરાયેલા ગુજરાતી ગીત ‘ઉપર ગગન વિશાળ’એ તેમને સફળતાની ટોચે પહોંચાડયા હતા. તેમણે 2013 સુધી 4,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા. ભારત સરકારે તેમને 1971 માં પદ્મશ્રી સાથે સન્માનિત કર્યા, 2005 માં પદ્મ ભૂષણ અને 2007 માં દાદાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામા આવ્યો હતો.

 

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક-સ્વરકાર: દિલીપ ધોળકિયા

મૂળ જૂનાગઢનાં ગાયક અને રચયિતા દિલીપ ધોળકિયાએ ઘણી નાની ઉંમરથી જ સંગીતની શરૂઆત શીખવાની કરી અને હિન્દી અને ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. “તારી આંખનો અફીણી” જેવાં પ્રસિદ્ધ ગીતો આપીને ૧૧ થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમા પણ ઘણું કામ કર્યું હતું.