ગુજરાતી ગરબા એ ગુજરાતી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. સમગ્ર દુનિયામાં ક્યાંય પણ એવો ગુજરાતી નહિ મળે જે ગરબા નાં તાલે ન્રૃત્ય ન કરતો હોય. જલસો મ્યુઝિક એપમાં બધા જ પ્રચલિત ગરબા સાંભળવા મળશે. એક રૂમ, મોટા હોલ કે મેદાનમાં સ્પીકર પર ગરબા સાંભળવાની અને એમના તાલ પર ઝૂમવાની મઝા જ કંઈક ઓર છે.

usha-mangeskar-image
Read More
Artists, Classics, Garba, Singers

સુપરહિટ – ઉષા મંગેશકર : (Usha Mangeshkar)

ઉષા મંગેશકર એ ભારતીય ગાયક છે, તેમણે એક ગાયક તરીકે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, નેપાળી, ભોજપુરી, આસામી અને ગુજરાતી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યાં છે. તેણીની પંડિત દીનાનાથ મંગેશકરના સુપુત્રી છે અને લતા મંગેશકર ને આશા ભોંસલેની નાના બહેન છે. તેઓ પણ નાનપણથી સંગીતના માહોલમાં રહેતા આવ્યા છે માટે તેમને પણ સંગીત માટે એટલી જ રૂચિ રહી છે, બાકી શરૂઆતમાં તો તેમને પેઇન્ટિંગમાં ખૂબ રસ હતો. તેઓ તેમના ગીત મુંગલાથી વધારે પોપ્યુલર બન્યા હતા. ઉષાજીના અવાજમાં કેટલાંય એવા ગુજરાતી ગીતો પણ જાણીતા થયા છે જેમાં, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આજ દીકરી જાય સાસરે, આજ માતાજી આવ્યા મારે આંગણે, અલક મલક ઝાંઝર મલક, ચાંદો ઉગ્યો ચોકમાં, ઢોલીડા રે, એક વણઝારી ઝૂલણ, જમનાજીના આરે અને એવા તો અનેકો નેક ગુજરાતી ગીતો ઉષા મંગેશકરના નામે બોલે છે.

Read More
Artists, Classics, Devotional, Folk, Garba, Singers

લોક સંગીતનું પોપ્યુલર નામ – પ્રફુલ્લ દવે : (Prafull Dave)

પ્રફુલ દવે એ ગુજરાતી લોક સંગીતનું ખાસ્સું જાણીતું નામ છે. પહેલાની જે ગામઠી બૅકડ્રોપ પર ગુજરાતી ફિલ્મ્સ તૈયાર થતી હતી તેમાં ઘણા બધા સિંગર્સ અને કોમ્પોઝર્સ સાથે ખૂબ ગુજરાતી ગીતો ગાયા છે, જેમાંના ઘણા બધા તો આજે લોક સંગીતમાં જ ગણાય છે. તેમના પોપ્યુલર ગીતોમાં આંઠ કુવા ને નવ પાવલા, આપણા મલકના માયાળુ માનવી, અદલ સોનારણ બાદલ સોનારણ, અમે મહિયારા રે, ચાંદો ઉગ્યો ચોકમાં, ઢોલી ઢોલ રે વગાડ જેવા અને આવા તો બીજા અનેક ગીતોથી પ્રફુલ ભાઈ જ યાદ આવે. પ્રફુલભાઈની ગાયનની કારકિર્દી લગભગ 4 એક દાયકાથી પણ વધુ હશે. અને આ ગાળામાં તેમણે લગભગ બધા જ જાણીતા અજાણ્યા લોકો સાથે સંગત કરીને ગીતો ગાયાં છે જેમાં અવિનાશ વ્યાસ, મીના પટેલ, દમયંતી બરડાઈ, ઉષા મંગેશકર, અનુરાધા પોડવાલ, ગૌરાંગ વ્યાસ, આરતી મુખર્જી, અલ્કા યાજ્ઞિક, માધવી પંડ્યા, આશા ભોંસલે, હર્ષદા રાવલ, દિવાળીબેન ભીલ જેવા અનેક લોકો સાથે તેમણે ગીતો ગાયાં છે.

 

Read More
Artists, Classics, Garba, Singers

શાસ્ત્રીય ગાયક – હર્ષદા રાવલ : (Harshada Rawal)

હર્ષદા રાવલ એ સમયના સિંગર છે જયારે સુગમ સંગીત કે કાવ્ય સંગીત મોટાભાગે વૃંદમાં તૈયાર થતા અને તેઓ એ વૃંદના પણ મુખ્ય ગાયક તરીકે રહેતા. તેમણે ઘણાં બધા સ્વરકારો સાથે કામ કર્યું છે, જેમાં ક્ષેમુ દિવેટિયા, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા દિગ્ગજ સ્વરકારોનો સમાવેશ થાય છે. તેમના કેટલાંક જાણીતા ગીતોમાં ગોરમાને પાંચે આંગળીયે, ઘોર અંધારી રે, દાદા હો દીકરી, હજુ રસભર, કેવાં  રે મળેલા મનના મેળ જેવાં અને આવાં તો અનેક ગીતો જયારે આજે પણ ગણગણતા આપણને હર્ષદા રાવલ જ યાદ આવે. શાસ્ત્રીય સંગીતમાં ગણાતા ઘણા જૂના classical ગીતોને એમણે અવાજ આપ્યો છે.

Read More
Artists, Classics, Devotional, Garba, Singers

લોકસંગીતનો સ્વર: દમયંતી બરડાઈ (Damyanti Bardai )

ડાયરાની દુનિયાનું ખૂબ જાણિતું અને અનુભવી નામ. મૂળ માંગરોળનાં પણ તેમનો અવાજ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયો. તેમણે બોલિવુડનાં જાણિતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી અને એવા અન્ય લોકપ્રિય કલાકારો સાથે પણ કામ કર્યું છે. દમયંતી બરડાઈએ ‘પીઠીનો રંગ’, ‘વણઝારી વાવ’, ‘ચુંદડી ઓઢી તારા નામની’, ‘કોણ હલાવે લીમડી’, ‘કેસરિયો રંગ તને લાગ્યો’ જેવા અનેક જાણીતા અને પ્રખ્યાત બનેલા ગીતોને એમણે કંઠ આપ્યો છે. તેમજ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં પણ પોતાનો સૂર આપ્યો છે.

દમયંતી બરડાઈને લાઈવ સાંભળવા ક્લિક કરો

Read More
Artists, Devotional, Garba, Singers

ઉત્તર ગુજરાતની કોયલ: અભિતા પટેલ(Abhita Patel)

ઉત્તર ગુજરાતની કોયલ તરીકે જાણીતા અભિતા પટેલ એક દાયકા કરતા પણ વધુ સમયથી ગાંધીનગર, અમદાવાદ, કલોલ, મહેસાણા અને મોરબી જેવા ગુજરાતના ઘણા નગરોમાં પ્રખ્યાત છે. પીટી ભારત વાડિયામાંથી સંગીત શીખી રહ્યા હતા ત્યારે તેઓ ફક્ત 15 વર્ષના હતા. તેઓએ ઇટીવી ગુજરાતીના ટેલેન્ટ શો લોકગાયક ગુજરાતમાં ભાગ લઈને ધીમે ધીમે સંગીતમાં પોતાનો રસ્તો ઉંચા સ્તરે પહોંચાડ્યો છે. ગરબામાં તેમણે પોતાનું મુખ્ય વર્ચસ્વ બતાવ્યું છે. તેમના અવાજમાં એક સુંદર મજાનો ગરબો અમે કરાવ્યો છે, જે ‘જલસો’ એપમાં સમાવેલ છે.