Few compilations & songs available on Jalso Gujarati Music App

Gujarati Songs

Maro Saybo – by Tushar Shukla

મોટાભાગની પત્ની કે પ્રેમિકા એવી ફરિયાદ કરતી સંભળાતી હોય છે કે એમના સાયબા મન મૂકીને વાત તો કદી કરતા જ નથી.ઘરે આવે તો ચુપચાપ જમીને,ટીવીમાં થોડા સમાચારને જોઈને સુઈ જાય છે.ચોમાસું તો જેમ ગુજરાતમાં આવે એમ એમની વાતોમાં આવે કોઈકવાર જ પણ જયારે આવે ત્યારે અનરાધાર વરસે.આવા જ સાયબાઓને એક સરસ ગીત છે મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,એને વરસંતા લાગે છે વાર…પણ, વરસે ત્યારે અનરાધાર! આ મોસમ જેવા જ સાયબા કે જેની માટે બસ ફરિયાદો જ કરી એને સરાહવાની વાત છે આ ગીત છે.કોઈના પણ મનનાં તાર છંછેડી દે અને જે સાયબો અત્યારે ઓફિસ કે પોતાની કામની જગ્યાએ વ્યસ્ત હોય એની પાસે દોડી જવા પ્રેરી શકે એવું વરસાદી પ્રણયગીત..

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,

એને વરસંતા લાગે છે વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ

એના શ્વાસોમાં વાગે શરણાઇ

આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા

લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,

એને વરસંતા લાગે છો વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર

એની ભીતર ઘેરાતું આકાશ

આષાઢી અણસારો ઓળખતા આવડે તો

ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર

એને વરસંતા લાગે છો વાર…

પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

એને વરસંતા લાગે છો વાર

 

તુષાર શુક્લને પ્રેમકવિ કહીને નવાઝવામાં આવ્યા છે અને આ ગીત વાંચીને સમજાઈ જ જાય કે કેમ કહયા છે. એમની કેટલીય પ્રસિદ્ધ કવિતાઓનાં સ્વરાંકન લોકપ્રિય છે.એમના ગીતો કેટલાય જવાન હૈયાને પ્રેમ કરતા શીખવાડી દે છે જો તમારે પણ આ ગીત સાંભળવું હોય તો જલસોમાં સાંભળી શકો છો..

આ ગીત સાંભળવા માટે જલસો એપમાં  ‘Mayo Saybo’ search કરશો એટલે મળી જશે.

Enjoy

સ્વરાંકન – આલાપ દેસાઈ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર

Gujarati Songs

Top 10 Gujarati Gazals on Gujarati Music App

(This article is in Gujarati language, about an album available on Gujarati Music App – Jalso)

top gujarati ghazals of the month

અમુક ગઝલો અને ગીતો બસ અમર થવા માટે જ સર્જાતા હોય છે. એ લખાય સ્વરબદ્ધ થાય અને ગવાય ત્યારે કદાચ એવા કોઈ યોગ થતા હશે કે એ ગીત ક્યારેય આઉટ ડેટેડ નથી થતું લે નથી કોઈ જેનરેશન ગેપ નડતો. કોઈ પણ સમયે કોઈ પણ ઉંમરની વ્યક્તિ એને મન ભરીને માણી શકે છે.

કેટલીક ગઝલમાં આવું થતું ખુબ જોવા મળે છે. અમારા જલસોમાં પણ કેટલીક એવી ગઝલો છે કે જે કદાચ નવીજુની હોઈ શકે છે પણ એનો ચાર્મ હજુ એવો ને એવો છે અને દર અઢવાડિયે કે મહિને અમને અમારા ગીત નો ડેટા કે કયા ગીતો કેટલા સંભળાયા એમાં એ ગઝલો આવતી જ હોય છે.

એટલે જ મન થયું કે એ બધી ગઝલોને એક જ આલબમમાં ભેગી કરીએ તો કેવું. ખાસ એક આલબમ બનાવ્યું છે જેમાં આ મહિનાની ટોપ ગઝલ મૂકીને છે. તેમાં એક ગઝલ એવી છે જેને દરેક ગુજરાતી પ્રેમીના મનને ક્યારેક તો સ્પર્શ કર્યો છે. જરા થોડી જગા તારા જીગરમાં દે તેના શબ્દો ખાસ તમારા માટે અહીંયા મુક્યા છે.

 

જરા થોડી જગા તારા જીગરમાં દે,
બડો અહેસાન થઇ જાશે
નહીં તો ખાલી દિલમાં
દિલના અરમાન રહી જાશે

બડો અહેસાન થઇ જાશે

નજરના એક ખૂણામાં જરી
જો બેસણું તુ દે
ભરી દે દમ મીઠો હરદમ
મને તારા ચરણમાં લે

ભલે બોલે કે ના બોલે
જીવન કુરબાન થઇ જાશે
બડો અહેસાન થઇ જાશે..

સૂરા ને સુંદરીની અહીં
મહેફિલ જામી છે
બધુ છે અહીં સદા હાજર
છતાં એક દિલની ખામી છે

લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઇ જાશે

બડો અહેસાન થઇ જાશે!

આ આલબમ Jalso Playlist માં ખાસ મૂક્યું છે અને તેમાં આશા ભોંસલેના સ્વરમાં શ્રી અવિનાશ વ્યાસે કમ્પોઝ કરેલી આ રચના તમને ચોક્કસ સંભળાવી ગમશે…

Click here to download Jalso – A Gujarati Music App

12