ગુજરાતી સંગીત કવિતાઓ થકી હંમેશા સમૃદ્ધ રહ્યું છે. કવિતાઓનો એટલો વિશાળ ફલક છે આપણી પાસે કે આપણે ગુજરાતી કાવ્યસાહિત્યને જુદા જુદા યુગોમાં વિભાજીત કરી શકીએ! જલસો પર સાંભળો કાવ્યસાહિત્યનો એક શ્રેષ્ટ કાળ

Artists, Classics, kavi, Lyricists, shayar

શેખાદમ આબુવાલા

શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા ગુજરાતીઓમાં શેખાદમના ઉપનામથી જાણીતા બનેલા ગુજરાતી કવિ અને નવલકથાકાર હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૨૯ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા અને ત્યારબાદ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે જોડાયા. તેઓ સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે મોસ્કો ગયા અને ત્યાંથી પોલૅન્ડ થઈને પશ્ચિમ જર્મનીમાં સ્થાયી થયા. ૧૯૫૬ થી ૧૯૭૪ સુધી તેઓએ પશ્ચિમ જર્મનીમાં નિવાસ કર્યો અને ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિન્દુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યું. ભારતમાં પરત ફર્યા બાદ તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું. આંતરડાની બીમારીથી ૨૦ મે, ૧૯૮૫ના રોજ તેમનું અવસાન થયું.

ચાંદની (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો પ્રથમ સંગ્રહ છે. તેમાં સંસ્કૃત છંદો અને ગઝલો પર એમનું પ્રભુત્વ જણાય છે. અજંપો (૧૯૫૯), હવાની હવેલી (૧૯૭૮), સોનેરી લટ (૧૯૫૯), ખુરશી (૧૯૭૫), તાજમહાલ (૧૯૭૨) એમના અન્ય પદ્યસંગ્રહો છે. એમનાં કાવ્યોમાં તીવ્ર ભાવસંવેદનો, આરતભરી અભિવ્યક્તિ, સૌંદર્યનો કેફ, પ્રણયની ગુલાબી મસ્તી, સ્વપ્નિલ તરંગોની લીલાનું ચાતુર્ય છે. રાજ્કીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ખુરશી કાવ્યો નોંધનીય છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,

તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,

મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

આ પંક્તિઓ છે કવિ-ગઝલકાર શોભિત દેસાઈની. ભાષા અને લાગણીઓનું સંમિશ્રણ તેમની રચનાઓ માં જોવા મળે છે. હાલ તેઓ મુંબઈમાં સ્થિત છે. શોભિત દેસાઈને ગઝલ પાઠ કરતા સાંભળવા એ એક લાહવો છે.

તેઓ સંચાલક તરીકે ખૂબ જ જાણીતા અને માનીતા છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

શૂન્ય પાલનપુરી

અલી ખાન ઉસ્માન ખાન બલોચ‌‌, જેઓ તેમના ઉપનામ શૂન્ય પાલનપુરીથી વધુ જાણીતા છે. શૂન્ય પાલનપુરી ‍ગુજરાતી ભાષાના ગઝલકાર હતા. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ખાતે ડિસેમ્બર ૧૯, ૧૯૨૨ના રોજ થયો હતો. ૧૬ વર્ષની વયે તેમણે ગઝલ લખવાની શરૂઆત કરી હતી.

૧૯૪૩-૪૪માં તેઓ અભ્યાસ માટે જુનાગઢ ગયા જ્યાં તેઓ પાજોદના દરબાર ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ‘રુસ્વા’ને મળ્યા અને ત્યાં તેમની મુલાકાત અમૃત ઘાયલ સાથે થઇ, જેમણે ‘શૂન્ય’ ઉપનામ અપાવવાનું સૂચન કર્યું હતું. તેઓ પાલનપુરની “અમીરબાઈ મિડલ સ્કૂલ”માં શિક્ષક રહ્યા હતા.

માર્ચ ૧૭, ૧૯૮૭ના રોજ પાલનપુર ખાતે તેઓ અવસાન પામ્યા હતા.

Artists, Classics, kavi, Lyricists, shayar

શ્યામલ – સૌમિલ મુન્શી – ગુજરાતી સંગીતનું ખૂબ જાણીતું નામ

શ્યામલ-સૌમિલ અને આરતી મુનશીની ત્રિપુટી ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લગ્નગીતો, વર્ષાગીતો અને ખાસ કરીને બાળગીતો ગાવા માટે પ્રખ્યાત છે. શ્યામલ મુનશી વ્યવસાયે ડોક્ટર છે છતાં સ્વરાંકન અને ગાયનક્ષેત્રે આગવી શૈલી વિકસાવી છે. જ્યારે સૌમિલ અને આરતી મુનશીએ સુમધુર અવાજ અને ભાવવાહી અભિવ્યક્તિ દ્વારા ઓળખ ઊભી કરી છે. આ ત્રિપુટીએ મોરપિચ્છ, મોસમ તારી યાદની, મિજલસ, મનડે મહોર્યા ગુલમહોર અને 1પ0 બાળકોને લઇને મેઘધનુષ જેવા કાર્યક્રમો કર્યા છે. તેમની 39 બાળગીતોને સમાવતી બે સેટની અનોખી કેસેટ `મેઘધનુષ’ 1994માં પ્રસિદ્ધ થયા પછી લોકપ્રિય નિવડી છે. સંગીતક્ષેત્રે કાર્યરત રહેવા માટે શ્યામલ-સૌમિલ કેટલાક વર્ષોથી `ટચિંગ ટયુન્સ’ નામે મ્યૂઝિક કંપ્ની શરૂ કરી છે. ટચિંગ ટયુન્સે ચંચલ, શીતલ, નિર્મલ અને કોમલ એમ ચાર જુદા જુદા કન્સેપ્ટને આધારે વૈવિધ્યપૂર્ણ કેસેટ્સ બહાર પાડવાનું નક્કી કર્યું છે. આ ચારેય વિભાવનાઓ દ્વારા બાળકોથી માંડીને વડીલો સુધી તમામને ગમે એવું સંગીત આપવાનું આયોજન ટચિંગ ટયુન્સનું છે. શ્યામલ-સૌમિલે `શીતલ’ શ્રેણી અંતર્ગત `હસ્તાક્ષર’ નામનો સુગમ સંગીતનો છ કેસેટ્સ અને સીડીઝનો સેટ બહાર પાડયો છે. ‘સ્વરસેતુ’ અને `શબ્દસેતુ’ સંસ્થા દ્વારા સાહિત્ય અને સંગીત, તથા નવા કલાકારોને પ્લેટફોર્મ પણ પૂરુ પાડી રહ્યા છે. તેઓ માને છે કે કોઈપણ ભાષાનું સાહિત્ય કે સંગીત એ ભાષા પર કરેલા હસ્તાક્ષર છે.

Artists, Classics, kavi, Lyricists, shayar

સુરેશ જોશી

સુરેશ જોશી આમ તો મૂળ ગુજરાતમાં આવેલા ઊનાના. પિતાજી હાર્મોનિયમ વગાડે અને માતા સુંદર ગાય એટલે સંગીતનું વાતાવરણ સુરેશભાઇને ગળથૂથીમાં મળ્યું હતું. અલબત્ત, ખાસ સમજણ વિના. 1ર વર્ષની વયે તો તેઓએ સ્વરાંકનો કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકોટની એન્જિનિયરીંગ કોલેજમાં ભણતાં ત્યારે પરેશ ભટ્ટ, ભદ્રાયુ ધોળકીયા, અનંત વ્યાસ જેવા સુગમ સંગીતપ્રેમીઓને મળવાનું થતું. એમની સાથે સુગમસંગીતની બેઠકોથી સંગીતની ભૂખ વધુ ઊઘડી અને ઉતરોત્તર સંગીતમાં રસ વધતો ગયો.

એ દરમિયાન આકાશવાણી સાથે સંકળાયેલા ઉપેન્દ્ર ત્રિવેદીએ રેડિયોમાં યુવાવાણી કાર્યક્રમ માટે એમને ગાવા બોલાવ્યા અને પછી રેડિયો ઓડિશન પણ આપ્યું જેમાં એમની વરણી થઈ. ત્યારબાદ તેઓ મુંબઈ ગયા જ્યાં લગભગ છ-સાત વર્ષ ઉદય મઝુમદાર સાથે કામ કર્યું. આજે તો સંગીત ક્ષેત્રે તેઓ એક જાણીતું નામ બની ચૂક્યા છે. સુરેન ઠાકર `મેહૂલ’ સાથે મળીને `ગીતગંગોત્રી’ શીર્ષક હેઠળના કાર્યક્રમમાં નરસિંહ મહેતાથી રમેશ પારેખ સુધીની કવિતાઓ જુદા જુદા સ્વરુપે રજૂ કરી. તો મહાવીર સ્વામીના જીવનથી નિર્વાણ સુધીના કાળ પર એક સંગીત આલબમ કરી રહ્યા છે. એસએનડીટી માટે અખો-કબીર સાહિત્યિક કૃતિ કરી છે અને કલાપીના એ સમયના સંગીતને ધ્યાનમાં રાખીને સ્વરાંકનો તૈયાર કર્યા છે.

તેઓ કહે છે કે,`યુવા પેઢીને ગુજરાતી સંગીત સાંભળતી કરવા થોડી મહેનત કરવી પડે છે, પણ એ જરૂરી છે. કલાકારોએ પણ પોતાનું દાયિત્વ સમજીને યુવાપેઢીને શીખવાડતા રહેવું જોઇએ.’

Artists, Classics, Gazal, Gujarati Songs, Light Vocal, Lyricists, Samanvay, shayar

શબ્દોથી અમૃતપાન કરાવતા શાયર – ઘાયલ!

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું

આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ

શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ઘાયલ

પોતાની કાવ્યશક્તિને સંજીવની સમજતાં આ શાયર મૂળે તો રાજકોટના વતની. નામ તેમનું અમૃતલાલ ભટ્ટ. પણ મોટેભાગે તેઓ ઓળખાયા અમૃત ‘ઘાયલ’ના નામથી. અમૃત ઘાયલનો જન્મ 19 ઑગસ્ટ 1916ના રોજ રાજકોટના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૩૯થી ૧૯૪૯ સુધી પાજોદ દરબાર ઈમામુદ્દીનખાન મુર્તઝાખાનના રહસ્યમંત્રી રહ્યા હતા. ૧૯૪૯થી ૧૯૭૩ સુધી જાહેર બાંધકામ ખાતામાં વિભાગીય હિસાબનીશ તરીકે તેમણે ફરજ બજાવી હતી. તેઓ નિવૃત્તિ પછી રાજકોટમાં જ સ્થાયી થયા હતા.

પોતાના વ્યવસાયથી સાવ જુદી જ દિશા પકડીને તેઓ શાયરી તરફ વળ્યા. મુશાયરામાં તેઓ તેમની રજૂઆતની આગવી શૈલી માટે જાણીતા છે. તેમની ગઝલમાં મુલાયમ ભાવો અને સરળતા સ્પષ્ટપણે વર્તાઈ આવે છે. તેમની ઘણી ગઝલોને સ્વરબદ્ધ કરવામાં આવી છે.

અમૃત ઘાયલે 25 ડિસેમ્બર 2002ના રોજ જગતમાંથી વિદાય લીધી હતી. પરંતુ, શબ્દદેહે તો તેઓ આજે પણ આપણી વચ્ચે હાજર છે.

જલસો મ્યુઝિક એપમાં આપ અમૃત ઘાયલની સ્વરબદ્ધ કરેલી ઘણી રચનાઓ સાંભળી શકો છો. ખૂબ જાણીતા ગાયિકા માયા દીપકે તેમના અવાજમાં એક ગઝલ આલ્બમ રજૂ કર્યું છે. “ઘાયલની મસ્તી” નામના આ આલ્બમમાં ખરેખર ‘ઘાયલ’ની મસ્તી અનુભવાય છે. એક અનન્ય ભાવ પ્રગટાવતો આ આલ્બમ ગઝલ રસીયાઓને સંભાળવાની મજા પડે એવો  છે.

BY – PRACHI JANI

Artists, Gazal, Gujarati Songs, Lyricists

અમર પાલનપુરી : તરન્નુમના બાદશાહ (Amar Palanpuri)

ગુજરાતી વ્યાપારી માત્ર પૈસા જ ગણી શકે, તેવી વિચારણામાં સ્હેજ સુધારણા જરૂરી ખરી, હો! જલસો મ્યુઝિક ઍપ પર જેમની ગઝલો અને ગીતો ખૂબ જ સંભળાય છે, તેવા જાણીતા ગઝલકાર, ગીતકાર અને અભિનેતા અમર પાલનપુરીએ આપણી આ વિચારણામાં ફેરફાર લાવ્યા છે. તેઓ વ્યાપારી થઈને પૈસાની સાથે સાથે ગીતો-ગઝલોના અક્ષરો અને માત્રાઓ ગણતાં હોય છે.

જી, હા. અમર પાલનપુરી તરીકે ગુજરાતી ગઝલરસિયાઓના હ્રદયમાં સ્થાન પામનાર આ સર્જકનું મૂળ નામ પ્રવિણ મણીલાલ મહેતા છે. મૂળ સૂરતના પ્રવિણ મહેતાએ, જાણીતા ગઝલકાર શ્રી શૂન્ય પાલનપુરીની સંગતના કારણે ગુજરાતી સાહિત્યમાં ઝંપલાવ્યુ હતુ. જ્યારે તખ્ખલુસ રાખવાની વાત આવી, ત્યારે તેમણે પોતાની આ મિત્રતાનો પ્રાસ બેસાડવા અમર પાલનપુરી ઉપનામ રાખ્યું અને તે તખ્ખલુસ આજે ખૂબ જ જાણીતું બન્યું છે.

અમર પાલનપુરી ગીતકાર અને ગઝલકાર હોવાની સાથે સાથે ખૂબ જ અચ્છા અભિનેતા પણ છે. પણ શું તમે જાણો છો, તેઓ વ્યાવસાયિક રીતે એક સાવ અલગ જ ઓળખ ધરાવે છે? આ ગઝલકાર આમ તો સૂરતના ડાયમંડના વ્યાપારી છે. હવે વિચારો, સાહિત્ય પ્રત્યેની તેમની ચાહ કેવી હશે, કે તેમને હિરાની ચમકથી વધુ રસ શબ્દોના પાસાં પાડવામાં પડ્યો!

અમર પાલનપુરી પરંપરાગત ઢબે જ ગઝલો અને ગીતોની રચના કરે છે. ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેઓ તરન્નુમના બાદશાહ તરીકે ઓળખાય છે.

અમર પાલનપુરીની કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓને જાણીતા સ્વરકારોએ સ્વર આપ્યો છે. તેમની એક ગઝલની કેટલીક પંક્તિઓ, માત્ર તમારા માટે! તેમની આ ખૂબ જાણીતી રચના જાણીતા ગાયક શ્રી રાસબિહારી દેસાઈના સ્વરમાં તમે જલસો મ્યુઝિક એપમાં સાંભળી શકો છો!

જીવનમાં તો મળી નહોતી, કદી ફૂરસદ ઘડીભરની,

મરણ આવ્યું, કરો આરામ, કે લાંબી રજા આવી…

અને બીજી એક રચનામાં તેઓ લખે છે કે,

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે,

કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે…

Artists, Classics, Lyricists

કવિ, સાહિત્યકાર – નિરંજન ભગત : (Niranjan Bhagat)

નિરંજન ભગતનું પૂરું નામ નિરંજન નરહરિભાઈ ભગત છે. નિરંજન ભગતનો જન્મ ૧૮ મે ૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ખૂબ જાણીતા કવિ હતાં, તે ઉપરાંત તેઓ નિબંધકાર, સાહિત્યકાર અને સંપાદક તરીકે તેઓએ પોતાની કારકિર્દીને વેગ આપ્યો હતો. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ તેમનું સૌથી મોટું પ્રદાન છે. તેઓ તેમની કારકિર્દીમાં મૂળ શિક્ષક જીવ તરીકે જ જીવ્યા, ત્યારબાદ તેઓએ વર્તમાન પત્રના સંપાદક તરીકે પણ પોતાની ફરજ બજાવી. તેમની કવિતાઓ ખૂબ જ છંદબદ્ધ છે, તેમની ઘણી કવિતાઓ સ્વરબદ્ધ પણ થઇ છે. તેમને ઘણા બધા પુરસ્કારો પણ મળ્યા છે… જેમાં, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રેમચંદ સુર્વણ ચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સચ્ચિદાનંદ સન્માન, નરસિંહ મહેતા પુરસ્કાર જેવા પુરસ્કારોનો સમાવેશ થાય છે.

download schp1001.bin

Artists, Classics, Gazal, Lyricists

ગઝલનો મોભ – મનોજ ખંડેરિયા – (Manoj Khanderia)

ભણતર Sc. રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રમાં ઉપરાંત વકીલાત પણ કરી છતાં અંતર રહ્યું કવિનું. માટે જ 6th July, 1963માં જૂનાગઢમાં જન્મેલો એક છોકરડો કવિતા તરફ આગળ વધ્યો. મનોજ ખંડેરિયાએ કાવ્યસર્જનનાની શરૂઆત ૧૯૫૬-૧૯૬૦થી કરી હતી, પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની – ગુરુજીની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, ૧૯૬૫ માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દિવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ ના ‘કુમાર’ માં પ્રકાશન પામી. ચારેક દાયકાના સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના સુફળરુપે મનોજભાઈ પાસેથી ‘અચાનક’ (૧૯૭૦) અને ‘અટકળ’ (૧૯૭૯) કાવ્યસંગ્રહો; અંજની કાવ્યો નો સંગ્રહ ‘અંજની’ (૧૯૯૧) તેમજ કેવળ ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત (૧૯૯૧) સાંપડે છે. ‘કોઈ કહેતું નથી’ (૧૯૯૪) નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે, કવિની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ (૨૦૦૪) શીર્ષકથી સંપાદિત થયો છે. ‘ક્યાંય પણ ગયો નથી’ કવિનો છેલ્લો ગઝલસંગ્રહ છે. તેમના ‘અચાનક’, ‘અટકળ’ અને ‘અંજની’ સંગ્રહો અનુક્રમે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે. ૧૯૯૯માં આઈ.એન.ટી. (મુંબઈ) દ્વારા કલાપી એવૉર્ડ અર્પણ કરીને, કવિની સર્જકપ્રતિભાનું યથોચિત અભિવાદન થયેલું. એવૉર્ડની પૂરેપૂરી રકમ એમણે આઈ.એન.ટી.ને પરત કરી અને એમાંથી વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યુ.

  • લોકપ્રિય ગઝલ
    • ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,

બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

 

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,

અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

 

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક

ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

 

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે

હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

 

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,

ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

 

– મનોજ ખંડેરિયા

Artists, Classics, Lyricists

અવિસ્મરણીય ગીતો લખનાર કલમ – રમેશ ગુપ્તા – (Ramesh Gupta)

ખૂબ જ લોકપ્રિય કવિ કે જેમણે ગુજરાતી ફિલ્મોનાં એ સમયમાં ગીતો લખ્યા કે જયારે લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, મો. રફી, મૂકેશ જેવા કલાકારો ગુજરાતી ગીતો ગાવા પડાપડી કરતા. ‘અમે નીલ ગગનનાં પંખેરું’ ફિલ્મનું title track તેમણે લખ્યું, મેનાં ગુર્જરી ફિલ્મનાં બધા જ ગીતો જેમાં ‘સાથિયા પુરાવો દ્વારે’, ‘ચુંદડી ઓઢાડી મને’, ‘અડધી રાતલાડીયે’ ઉપરાંત ‘મારા ભોળા દિલનો’ જેવા iconic ગીતો તેમણે લખ્યા.