અમર ભટ્ટ ખૂબ જાણીતા સ્વરકાર અને ગાયક છે. વ્યવસાયે તેઓ વકીલ છે, પરંતુ કાવ્ય અને સંગીત તેમનાં રસનો વિષય છે. અને જુદા જુદા કવિઓના કાવ્ય સંપુટોના તેમણે સ્વરાંકન કર્યા છે. જેવાં કે, રમેશ પારેખ, ઉમાશંકર જોશી, મરીઝ…
અમર ભટ્ટ ખૂબ જાણીતા સ્વરકાર અને ગાયક છે. વ્યવસાયે તેઓ વકીલ છે, પરંતુ કાવ્ય અને સંગીત તેમનાં રસનો વિષય છે. અને જુદા જુદા કવિઓના કાવ્ય સંપુટોના તેમણે સ્વરાંકન કર્યા છે. જેવાં કે, રમેશ પારેખ, ઉમાશંકર જોશી, મરીઝ…
મીના પટેલનો જન્મ 28/09/1951ના રોજ થયો હતો. મીના પટેલ ખૂબ જાણીતા લોકગાયિકા હતા. ગળ ધરેથી માજી નિસર્યા, ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી, આજ મારી મેના રે બોલે જેવી અદભુત રચનાઓ આપી હતી.
રેતીના રતન, સંત રોહિત દાસ, માલી મેથાણ જેવી ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સૂર આપ્યો છે.
તેઓનું અવસાન 25/01/2019 એ થયું હતું.
અમન લેખડિઆ ખૂબ જાણીતા સુરતના ગાયક છે. કેવી રીતે જઈશ?, વિટમીન she જેવી ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે તે ઉપરાંત ‘આ મન પાંચમના મેળામાં ’, અડધી રમતથી, ચલો ફરી પાછા જેવી અદભુત્ત જાણીતી રચનાઓને પણ અવાજ આપ્યો છે. .
હેમુ ગઢવીનો જન્મ 04/09/1929એ થયો હતો. ગાયક, અભિનેતા, નાટ્યકલાકાર તરીકે જાણીતા હેમુ ગઢવીને લોકગીત અને ભજનનો નાનપણથી જ શોખ હતો. તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી, નાટક જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડુ મુજને પ્યારૂં ગોકુળ’ પ્રથમ ગીત ગાયુ હતું. ‘મન મોર બની થનગાટ કરે’, ‘કાન તારી મોરલિયે’ જેવા ગીતોમાં પણ પોતાનો સ્વર આપેલ છે. તેમને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર મળેલ છે. અને આવા બીજા અનેક સન્માનો પણ તેઓને મળ્યા હતા. તેઓનું અવસાન 20/08/1965એ થયું હતું.
વ્રત્તિની ઘાડગે એ અત્યારની ગુજરાતી ફિલ્મોના ગીતો માટે ખૂબ જાણીતો અને નવો અવાજ છે. “કરસનદાસ પે એન્ડ યુઝ”, “શું થયું ?” અને “પ્રેમજી” જેવી ફિલ્મોમાં તેમના અવાજને વખાણવામાં આવ્યો છે. “મને કહી દે”, “મેં તો સૂરજને રોપ્યો છે આંગણે” જેવા ખૂબ સુંદર ગીતો ગાયા છે.
પાર્થિવ ગોહિલનો જન્મ ગુજરાતના ભાવનગરમાં થયો હતો. તેમની પત્ની માનસી પારેખ પણ તેમની જેમ જ એક સુંદર ગાયિકા છે. તેમણે દુહા – છંદ, ગરબા, ગાયા છે. હિન્દી અને ગુજરાતી બંને ભાષાની ફિલ્મમાં તેમણે ગાયેલું છે. થઈ જશે, કેવી રીતે જઈશ, વેન્ટીલેટર જેવી ગુજરાતી ફિલ્મમાં ગાયું છે.
પાર્થ ઓઝા ખૂબ જાણીતા ગાયક, અભિનેતા અને ડોક્ટર છે. જાહેરાતો, શોર્ટ ફિલ્મો, ડોક્યુમેન્ટરી, આલ્બમો, વગેરેમાં પોતાનો અવાજ આપીને છવાઈ ગયા છે. ૧૨ વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરીને ‘હુ તુ તુ તુ’ , ‘પેલા અઢી અક્ષર’, ‘ગુજરાતી વેડિંગ ઈન ગોઆ’, ‘આપણે તો છીએ બિન્દાસ’ વગેરે ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે .
મેહુલ સુરતી એક ઉમદા સંગીતકાર છે. તેઓ સુરતના વતની છે. ‘કેવી રીતે જઇશ’, પાસપોર્ટ, કૂખ,વિટામિન શી, શોર્ટ સર્કિટ જેવી ગુજરાતી ફિલ્મમાં તેમણે મ્યુઝિક આપ્યું છે. આના સિવાય તેમણે રેડિયો, ટી.વી. જાહેરાત, નાટકો, ડોક્યુમેન્ટરી માટે તેમણે મ્યુઝિક આપ્યુ છે. આપણા જાણીતા કવિ શ્રી નર્મદ માટે તેમણે એક ગીત તૈયાર કર્યું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં અદભુત મ્યુઝિક આપવામાં તેમનો ઘણો મોટો ફાળો આપ્યો છે. તેમણે જલસોના એપલિકશનની જીંગલ પણ કમ્પોઝ કરી છે.
માયાબેને માત્ર ૮ વર્ષની ઉંમરથી ભારતીય સંગીતની શિક્ષા શરૂ કરીને ૧૯૮૭થી ઓલ ઇન્ડીયા રેડિયો અને દૂરદર્શનમાં કામ કર્યું છે. સુગમ સંગીત માટે રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા છે. તેમણે ઘણાં ગીતો, ગઝલો, ભજન, લોકગીતો, લગ્નગીતો, ગરબા વગેરે હિન્દી અને ગુજરાતી ભાષામાં ગાયા છે. માયાબેન જલસોના લાઈવ જેમિંગમાં પણ આવી ગયા છે
જોનિતા ગાંધીનો જ્ન્મ ન્યુ દિલ્હીમાં થયેલો છે. ૨૦૧૩માં સૌ પ્રથમ વખત ‘ચેન્નઇ એક્સપ્રેસ’ મૂવીમાં ગીત ગાયેલું. ગુજરાતી ફિલ્મ ઓક્સિજનમાં ‘નોખો અનોખો’ ગીત ગાયેલું છે.લવની ભવાઇ મૂવીમાં ‘આઇ લવ યુ રે મારી સવાર’ ગીત ખૂબ પ્રચલિત થયુ હતું. તેઓ હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષામાં કાર્યરત છે. તેમણે આરોગ્ય વિજ્ઞાન અને વ્યવસાયમાં તેમની ડિગ્રીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણીએ તે દરમિયાન સીઆઈબીસી વર્લ્ડ માર્કેટ્સમાં ઇન્ટર્નશિપ પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ જોનિતા ગાંધી માટે સૌપ્રથમ સંગીત જ આવતું હતું, તેથી સંગીત તેમના સમગ્ર શિક્ષણમાં પૃષ્ઠભૂમિમાં ચાલતું રહ્યું અને તેમાં જ આગળ વધ્યાં.