આહા! ગુજરાતી ફિલ્મોનો એ સુવર્ણ દોર યાદ કરો જ્યારે મુકેશ, લતા મંગેશકર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, કિશોર કુમાર, ઉષા મંગેશકર જેવા ગાયકો-કલાકારો કામ કરવા ઉત્સુક રહેતા. એમનાં શ્રેષ્ઠ ગુજરાતી ગીતો હવે સાંભળો જલસો પર

Read More
Artists, Singers

સ્માર્ટ, ટેલેન્ટેડ અને પાક્કી ગુજ્જુ સિંગર: ઐશ્વર્યા મજમુદાર (Aishwarya Majmudar)

૩ જ વર્ષની ઊંમરે ઐશ્વર્યાએ સંગીતની તાલીમ લેવાની શરુઆત કરી. ૭ વર્ષની વયે ઝી ‌‌- સારેગમાપા માં ભાગ લીધો હતો. ઐશ્વર્યાએ 11 વર્ષની ઉંમરે નાગપુરમાં સૌપ્રથમ સોલો કોન્સર્ટ કર્યો હતો અને તેણે ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા છે. 5 મી એપ્રિલ, 2008 ના રોજ અમૂલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા  દ્વારા પ્ર્સ્તુત “છોટે ઉસ્તાદ”ની વિજેતા રહી ચૂકી છે, ઐશ્વર્યાને “શાહુ મોદક એવોર્ડ, “પાવર-100” અને “સંગીત રત્ન” એનાયત કરવામાં આવેલ છે. ગુજરાતની ગરબા ક્વીન તરીકે જાણીતી ઐશ્વર્યાએ “આ સફર” , “ભીના ભીના” જેવી અદભૂત રચનાઓ આપી છે. ઐશ્વર્યાના અવાજમાં ઘણા બધા ગીતો રેકોર્ડ થયેલા છે, એમાંના કેટલાક ગીતો જલસો ઍપમાં અવેઇલેબલ છે. અને અમારી જલસોની જીંગલ પણ તેણે જ ગાઈ છે, જે જલસોમાં સૌથી વધુ વાર સંભળાયેલ ટ્રેક છે. 

 

Read More
Artists, Composers, Singers

લોક સંગીતનો ગુંજતો અવાજ: ઓસમાણ મીર (Osman mir )

ઓસમાણ મીરનો જન્મ કચ્છમાં થયો છે. તેઓ દેશ વિદેશમાં પોતાના લોક ડાયરાને લીધે ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. જેઓ પોતે ગુજરાતી લોક સંગીતને ચાહનાર અને માણનાર વ્યક્તિ છે. તેમની ગાયકીની પ્રસન્નતા તો છેક બોલિવૂડ સુધી પ્રસરેલી છે. ગુજરાતી લોકસંગીતમાં ગણાતું આપણા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય મન મોર બની થનગાટ કરે ગીતને એમના અવાજથી થોડી વધારે પોપ્યુલારિટી મળી છે. અને એટલે જ બોલિવૂડમાં સંજય લીલા ભણસાલીએ એમની ફિલ્મ રામલીલામાં એમની પાસે આ ગીત ગવડાવ્યું હતું. અને હમણાં જ 15-16 ફેબ્રુઆરી 2019 દરમિયાન જલસોએ ‘પારિજાત’ નામે એક ઓન-ગ્રાઉન્ડ ઇવેન્ટ કરી તેમાં પણ ઓસમાણ મીરે તેમની કેટલીક જાણીતી રચનાઓ ગાઈને લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. ઓસમાણ મીર પહેલા પોતે તબલાવાદક હતા. અને એવું કહેવાય છે કે જે સારા રિધમીસ્ટ હોય છે એ સારા સિંગર પણ હોઈ શકે છે.

Read More
Artists, Classics, Devotional, Singers

લિજેન્ડ્રી સિંગર: મન્ના ડે (Manna Dey)

તેમનું મૂળ નામ પ્રબોધચંદ્ર પરંતુ તેમના સ્ટેજ નામ મન્ના ડે દ્વારા ખુબ જાણીતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખુબ જ પ્રખ્યાત પ્લેબેક સીંગર છે. તેમને હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી સર્વતોમુખી અને પ્રખ્યાત ગાયકોમાંનું એક ગણવામાં આવે છે. તેમણે 1942 માં ‘તમન્ના’ ફિલ્મમાં સૌપ્રથમ વારફિલ્મસંગીતના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એસ.ડી. બર્મન દ્વારા કંપોઝ કરાયેલા ગુજરાતી ગીત ‘ઉપર ગગન વિશાળ’એ તેમને સફળતાની ટોચે પહોંચાડયા હતા. તેમણે 2013 સુધી 4,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા. ભારત સરકારે તેમને 1971 માં પદ્મશ્રી સાથે સન્માનિત કર્યા, 2005 માં પદ્મ ભૂષણ અને 2007 માં દાદાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામા આવ્યો હતો.

 

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક-સ્વરકાર: દિલીપ ધોળકિયા

મૂળ જૂનાગઢનાં ગાયક અને રચયિતા દિલીપ ધોળકિયાએ ઘણી નાની ઉંમરથી જ સંગીતની શરૂઆત શીખવાની કરી અને હિન્દી અને ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. “તારી આંખનો અફીણી” જેવાં પ્રસિદ્ધ ગીતો આપીને ૧૧ થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમા પણ ઘણું કામ કર્યું હતું.

 

Read More
Artists, Classics, Composers, Singers

સુરોના સમ્રાટ: આશિત દેસાઈ Ashit Desai

શિત દેસાઈ ગુજરાતી સંગીતના પ્રથમ પંક્તિના સ્વરકાર અને ગાયક છે.સંગીત તેમને વારસામાં મળ્યું છે. ૧૮ વર્ષની ઉંમરે જ તેમણે ૧૯૬૯માં ઓલ ઇન્ડીયા રેડિયોનાં શ્રેષ્ઠ ગાયકનો પુરસ્કાર હાંસલ કર્યો હતો.1976 અને 1989 માં તેમને ગુજરાત સ્ટેટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. તેમની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ એક કવિ પણ છે.તેમને તાજેતરમાં જ સંગીત નાટ્ય અકાદમીનો એવોર્ડ રાષ્ટ્રપતિનાં હસ્તે પ્રાપ્ત થયો છે.