Read More
Vachikam

વાચિકમ્ દિવાળી ઑડિયો અંક (Vaachikam Diwali Audio Ank )

સાહિત્યના અભ્યાસની વાત કરીએ તો ગુજરાતી ગદ્ય સાહિત્ય સમયરેખા પર ખુબ જ ઓછા સમયથી પ્રસરેલો છે. તેનો વ્યાસ કદાચ ઓછો છે, પણ ઊંડાઈ ઘણી છે. તેમાં પણ ટૂંકી વાર્તાઓ જેટલા ઓછા સમયમાં, જે પ્રમાણમાં લખાઈ છે, તે રીતે બીજો કોઈ સાહિત્ય પ્રકાર ખેડાયો નથી. એક ગુજરાતીભાષી તરીકે ટૂંકી વાર્તાઓની ગુણવત્તા પર અને સંખ્યા પર આપણને ગર્વ થવો જોઈએ.

 

જલસો દ્વારા ગુજરાતી ગદ્ય સાહિત્યને માણવા માટે તમારી સમક્ષ એક નવતર પ્રયોગ રજૂ કરવામાં આવ્યો છે, વાચિકમ દિવાળી ઑડિયો અંક. છેલ્લા ચાર વર્ષથી ચાલતો જલસોનો આ પ્રયાસ, દર વર્ષની જેમ આ વર્ષે પણ શાબ્દિક આકાર પામ્યો છે. અને અમે તેને નામ આપ્યું છે, વાચિકમ દિવાળી ઑડિયો અંક.

 

સાહિત્ય રસિકો માટે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ 53 વાર્તાઓનો સંગ્રહ દિવાળી ઑડિયો અંકમાં કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યના કેટલાંક ઉત્તમ લેખકોની વાર્તાઓને જલસો દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવી છે. ચંદ્રકાંત બક્ષી, માય ડિયર જયુ, વર્ષા અડાલજા, ભગવતીકુમાર શર્મા, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, ઈશ્વર પેટલીકર, ગુલાબદાસ બ્રોકર, મધુ રાય, રામ મોરી, અભિમન્યુ આચાર્ય, પારુલ ખખ્ખર વગેરે ઘણા ખ્યાતનામ સર્જકોની વાર્તાઓને આ શ્રેણીમાં સમાવવામાં આવી છે. વિષયોના વૈવિધ્ય સાથેની અવનવી તથા રસપ્રદ વાર્તાઓનો ખજાનો છે, વાચિકમ દિવાળી ઑડિયો અંક.

 

સામાન્ય રીતે તહેવારોની રજાઓ ઘણી ભાગાદોડીમાં પસાર થતી હોય છે. હળવાશની પળો માણવી હોય, તો દિવાળીમાં 15 મિનિટના સમયમાં વાર્તાઓની અનોખી દુનિયામાં ખોવાઈ જવાનો એક સુંદર રસ્તો જલસોએ તમને ચીંધ્યો છે.‌ દિવાળી ઑડિયો અંકમાં જલસોના જાણીતા અવાજો તમને ક્યારેક હસાવશે, ક્યારેક રડાવશે તો ક્યારેક અતિશય ગહન વિચારોના વમળમાં ખેંચી જશે. ગુજરાતી ભાષાનું ગદ્ય સાહિત્ય વિષયોની દ્રષ્ટિએ, શૈલીની દ્રષ્ટિએ કેટલું વૈવિધ્યસભર છે, તે વાત જલસોની આ સંગીતમય ઓડિયો બુકમાં અનુભવાશે. ખૂબ જ અદભુત બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે વાર્તાઓ સાંભળવાની મજા જ કંઈક ઓર આવે છે.

ગુજરાતી ગદ્ય સાહિત્યને માણવાનો એક નવતર પ્રયોગ છે, વાચિકમ દિવાળી ઑડિયો અંક.

 

જલસોનું ખાસ નજરાણું –  ગુજરાતી ગદ્ય સાહિત્યને માણવાનો એક નવતર પ્રયોગ, વાચિકમ દિવાળી ઑડિયો અંક તમને એક નવીન વિશ્વ સાથે જોડી શકશે.આશા છે કે તમે આ વાર્તાઓની અનોખી દુનિયામાં એક ડોકિયું ચોક્કસ કરશો અને અમારા આ પ્રયાસને દિલથી માણશો.