ગુજરાતી સંગીત હંમેશા સમૃદ્ધ રહ્યું છે. ખાસ કરીને, ભક્તિસંગીત તો એટલું વિશાળ છે કે તેને કેટલાક જાણકારોએ યુગોમાં વિભાજીત કર્યું છે. પ્રાચીન ભજનોથી માંડી અર્વાચીન પદો સુધીનું અઢળક સાહિત્ય આપણી પાસે છે. નરસિંહ મહેતાથી લઈ ગંગાસતી, રોહિત દાસ, મીરાંબાઈ, સતી તોરલ, હેમંત ચૌહાણ જેવા ભજનિકોનાં ભજનો આપ જલસો પર સાંભળી શકો છો. જેમાં પ્રભાતિયાં, આરતી, ચાલીસા, ધૂન, મંત્ર-જાપ, સ્તુતિ, સ્તોત્ર, થાળ અને અન્ય ભક્તિસંગીત. તદ્ઉપરાંત, જલસો પર આજનો દિન મહિમા અને આજનું પંચાંગ પણ સાંભળી શકો છો. જેમાં જે-તે દિવસના ખાસ મૂહુર્ત, તિથિ, રાશિવિષયક માહિતી પણ ઉપલબ્ધ છે. જલસો પર દૈનિક પૂજન માટેના પદ, શ્રી કૃષ્ણ, વિષ્ણુ, શિવ, શક્તિ, ઈસુ, હનુમાન, ગણપતિ, જૈન પદ જેવા દરેક ધર્મ-સંપ્રદાયનાં ભજન-પદ ઉપલબ્ધ છે.

જલસો પર ભક્તિસંગીતનાં અઢળક ભાજનોમાંથી સૌથી વધુ સંભળાતા ભજનો…

1. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી
(Mara ghat ma birajata shreenathji)

2. ધૂણી રે ધખાવી
(Dhuni Re dhakhavi)

3. વીજળીને ચમકારે
(Vijli ne chamkare)

4. વૈષ્ણવજન તો તેને રે કહીએ
(Vaishnav jan to)

5. કર્મનો સંગાથી
(Karm no sangathi)

6. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે

(Kanji tari maa keshe pan ame kanudo keshu re)

7. તું રંગાઈજા ને રંગમાં
(Tu rangai ja ne rang ma)

8. હરી તું ગાડું મારું
(Hari tu gaadu maru)

9. જળકમળ છાંડી જા ને બાળા
(Jalkamal chhandi ja ne bala)

10. આજની ઘડી તે રળિયામણી

(Aajni ghadi te raliyamni)

11. મેરુ તો ડગે
(Meru to dage)

ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પ્રથમ મ્યુઝિક એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.