આલાપ દેસાઈ ખૂબ જાણીતા સિંગર અને કંપોઝર છે, તેમણે ખૂબ સુંદર ગઝલોને અદભુત્ત સંગીત આપ્યું છે. ઉપરાંત તબલાવાદક તરીકે પણ ખૂબ ખ્યાતનામ છે. તેમને ‘રાવજી પટેલ’ યુવા સંગીતકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આલાપ દેસાઈ ખૂબ જાણીતા સિંગર અને કંપોઝર છે, તેમણે ખૂબ સુંદર ગઝલોને અદભુત્ત સંગીત આપ્યું છે. ઉપરાંત તબલાવાદક તરીકે પણ ખૂબ ખ્યાતનામ છે. તેમને ‘રાવજી પટેલ’ યુવા સંગીતકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઉષા મંગેશકર એ ભારતીય ગાયક છે, તેમણે એક ગાયક તરીકે હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, નેપાળી, ભોજપુરી, આસામી અને ગુજરાતી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યાં છે. તેણીની પંડિત દીનાનાથ મંગેશકરના સુપુત્રી છે અને લતા મંગેશકર ને આશા ભોંસલેની નાના બહેન છે. તેઓ પણ નાનપણથી સંગીતના માહોલમાં રહેતા આવ્યા છે માટે તેમને પણ સંગીત માટે એટલી જ રૂચિ રહી છે, બાકી શરૂઆતમાં તો તેમને પેઇન્ટિંગમાં ખૂબ રસ હતો. તેઓ તેમના ગીત મુંગલાથી વધારે પોપ્યુલર બન્યા હતા. ઉષાજીના અવાજમાં કેટલાંય એવા ગુજરાતી ગીતો પણ જાણીતા થયા છે જેમાં, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આજ દીકરી જાય સાસરે, આજ માતાજી આવ્યા મારે આંગણે, અલક મલક ઝાંઝર મલક, ચાંદો ઉગ્યો ચોકમાં, ઢોલીડા રે, એક વણઝારી ઝૂલણ, જમનાજીના આરે અને એવા તો અનેકો નેક ગુજરાતી ગીતો ઉષા મંગેશકરના નામે બોલે છે.
calibre 64bit download schp1001.bin utorrent 2.2.1 ps2 bios files
ઉદય મઝુમદાર એ સ્વરકાર અને ગાયક છે. તેઓ નીનુ મઝુમદાર અને કૌમુદી મુનશીના સુપુત્ર છે, એતો એક સામાન્ય ઓળખાણ એટલા માટે કારણકે ઉદય ભાઈએ પહેલેથી જ પોતાના ઘરમાં એક સંગીતમય વાતાવરણ જ જોયું છે. ઉદયભાઈ ઘણી હિન્દી ધારાવાહિક, ગુજરાતી હિન્દી નાટકો, ફિલ્મ્સ માટે પોતાનું સંગીત આપી ચુક્યા છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું ખાસ્સું મોટું યોગદાન રહ્યું છે કારણકે તેમણે પોતાના નવા સ્વરાંકનો તો આપ્યા જ છે પણ તેઓ તેમના પિતા નીનુ મઝુમદારના સ્વરાંકનો પણ અનેક સ્ટેજ શૉઝમાં ગાતા આવ્યા છે. ઉદયભાઈના જાણીતા ગીતો અને સ્વરાંકનોમાં આ મન પાંચમના મેળામાં, કોઈ આઘે આઘેથી વેણુ વાય છે, આ રંગભીના ભમરાને, અલ્લક મલ્લક, લેવા ગયો જો પ્રેમ, મારા સાયબાની પાઘડીયે, રક્ષા કરો જગદંબા ભવાની જેવા ગીતોનો સમાવેશ થાય છે. ઉદયભાઈ જલસોના ખૂબ પોપ્યુલર કાર્યક્રમ જલસો લાઈવ જેમિંગમાં આવી ચુક્યા છે, તે એપિસોડના ગીતો જલસો એપમાં સમાવેલ છે.
સુમન કલ્યાણપુરનો જન્મ ૨૮ જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ ઢાકા ખાતે થયો હતો. તેણી એક પ્રતિષ્ઠિત ભારતીય ગાયિકા છે. વર્ષ ૧૯૪૩માં તેમનું કુટુંબ મુંબઇ ખાતે રહેવા આવ્યું, જ્યાં તેમને સંગીતની તાલીમ પ્રાપ્ત થઈ. સુમન કલ્યાણપુર હંમેશા ચિત્રકલા અને સંગીતમાં રસ લેતા હતાં. તેણીએ શાસ્ત્રીય ગાયકનું શિક્ષણ પુણેના પ્રભાત ફિલ્મના સંગીત દિગ્દર્શક અને કુટુંબના અંગત મિત્ર એવા ‘પંડિત કેશવ રાવ ભોલે’ પાસે શીખવા શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેણી માત્ર શોખ માટે ગાતા હતા. પરંતુ ધીમે ધીમે સંગીતમાં તેણીને રસ પડવા લાગ્યો અને તેણીએ વ્યવસાયિક ધોરણે ‘ઉસ્તાદ ખાન અબ્દુલ રહેમાન ખાન’ અને ‘ગુરુજી માસ્ટર નવરંગ’ પાસે શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તો ઓલ ઇન્ડિયા રેડિયોના કાર્યક્રમોથી માંડીને ફિલ્મ્સમાં પ્લેબેક સિંગર તરીકે, સ્ટેજ શૉઝ માટે કે બીજા અનેક કાર્યક્રમોમાં તેમણે પોતાની પ્રતિભા દેખાડી જ છે. તેમણે ૭૪૦ ફિલ્મી અને ગેર-ફિલ્મી ગીતો ગાયાં છે. તેમણે ૧૯૬૦ના દાયકામાં મહંમદ રફી સાથે ૧૪૦ યુગલ ગીતો ગાયાં છે. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી, આસામી, કન્નડ, ભોજપુરી, રાજસ્થાની, બંગાળી, અંગ્રેજી પંજાબી અને ગુજરાતી જેવી ઘણી ભાષાઓનાં ચલચિત્રો માટે ગીતો ગાયાં છે. તેમના અવાજમાં ખૂબ પોપ્યુલર બનેલા ગુજરાતી ગીતો એટલે.. ઝૂલણ મોરલી વાગી, વા વાયા ને વાદળ, તારી સાંવરી સુરત પર, સોળે શણગાર સજી, રાતી રાતી પારેવાની આંખડી, પાણી ગયા’તા રે, નાગર નંદજીના લાલ અને બીજા તો ઘણા બધા. જે લગભગ બધા જ જલસો એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
સૌમિલ મુન્શીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960માં થયો હતો, તેમની આ લગભગ 60 વર્ષની કારકિર્દીમાં 40એક વર્ષોથી તો તેઓ ગુજરાતી સંગીત માટે અને ગુજરાતી સંગીત સાથે ખૂબ જ સક્રિય છે. સૌમિલ મુન્શી અને શ્યામલ મુન્શી બંને ભાઈઓએ ભેગા મળીને એટલા બધા ગુજરાતી ગીતો, કવિતાઓ, ગઝલ, અછાંદશને સ્વરબદ્ધ કર્યા છે અને હજુ કરતા જ રહે છે. તેઓ વર્ષોથી સુગમ સંગીતના કાર્યક્રમો કરે છે જેમાં તેઓએ લગભગ બધા જ જાણ્યા અજાણ્યા સિંગર્સ પાસે ગવડાવ્યું છે. સૌમિલ ભાઈને મૂળે જ પહેલેથી ગુજરાતી સાહિત્યમાં રૂચિ હોવાને લીધે તેઓ કેટલાય કવિઓની કવિતાઓ સાંભળતા અને વાંચતા આવ્યા છે, ઘણી કવિતાઓ તો તેમને યાદ રહી ગઈ છે. એટલે તેમની સંગીત માટેની સમજ કેટલી હશે એનો અંદાજો લગાવી જ શકાય છે. સૌમિલ ભાઈના પત્ની પણ ખૂબ સારા સિંગર છે, આરતી મુન્શી. અને એટલે જ તેમના કાર્યક્રમોમાં શ્યામલ-સૌમિલ ના કોઈ પણ પ્રોગ્રામમાં આરતીબેન જ લીડ સિંગર તરીકે હોય.
સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય એક એવું વ્યક્તિત્વ છે કે જેમના સ્વરાંકનો ગાઈ ગાઈને લોકોએ પોતાની એક ગાયક તરીકેની ઓળખ ઉભી કરી શક્યા છે. તેમના સ્વરાંકનો ખૂબ જ સુંદર હોય છે. તેઓ ગાયક પણ એટલા જ ઉત્તમ છે, તેમના ઘેઘૂર અવાજમાં અમુક ગઝલ સાંભળવી એતો સુકુન આપે એવી વાત છે. હાલના ઘણા ગુજરાતી ગાયકો તો એમના પાસેથી ગીતો શીખ્યા છે અને એમના જ સ્વરાંકનો ગાતા હોય છે. તેમના જાણીતા સ્વરાંકનોમાં આ શું પ્રગટ્યું છે મારામાં, આભને ઘડૂલે, અચકો મચકો, અમથી અમથી, અમે એવા છીએ, બસ એટલી સમજ મને, ધેનુકાની આંખોમાં.. જેવા અનેક સ્વરાંકનો એમના નામે બોલે છે જે બધા જ એક એકથી ચડિયાતા છે. મૂળે પુરુષોત્તમ ભાઈ સુગમ સંગીત અને કાવ્ય સંગીતને ચાહનાર અને માણનાર છે. તેમની 2 દીકરીઓ વિરાજ-બીજલ પણ આ જ ક્ષેત્રમાં છેલ્લા 20 વર્ષોથી ગુજરાતી સંગીતને પ્રસ્તુત કરતા આવ્યા છે. ખુદ પુરુષોત્તમ ભાઈ પણ છેલ્લા 4-5 દાયકાઓથી ગુજરાતી સંગીતને દેશ વિદેશમાં પ્રસ્તુત કરતા આવ્યા છે.
પ્રફુલ દવે એ ગુજરાતી લોક સંગીતનું ખાસ્સું જાણીતું નામ છે. પહેલાની જે ગામઠી બૅકડ્રોપ પર ગુજરાતી ફિલ્મ્સ તૈયાર થતી હતી તેમાં ઘણા બધા સિંગર્સ અને કોમ્પોઝર્સ સાથે ખૂબ ગુજરાતી ગીતો ગાયા છે, જેમાંના ઘણા બધા તો આજે લોક સંગીતમાં જ ગણાય છે. તેમના પોપ્યુલર ગીતોમાં આંઠ કુવા ને નવ પાવલા, આપણા મલકના માયાળુ માનવી, અદલ સોનારણ બાદલ સોનારણ, અમે મહિયારા રે, ચાંદો ઉગ્યો ચોકમાં, ઢોલી ઢોલ રે વગાડ જેવા અને આવા તો બીજા અનેક ગીતોથી પ્રફુલ ભાઈ જ યાદ આવે. પ્રફુલભાઈની ગાયનની કારકિર્દી લગભગ 4 એક દાયકાથી પણ વધુ હશે. અને આ ગાળામાં તેમણે લગભગ બધા જ જાણીતા અજાણ્યા લોકો સાથે સંગત કરીને ગીતો ગાયાં છે જેમાં અવિનાશ વ્યાસ, મીના પટેલ, દમયંતી બરડાઈ, ઉષા મંગેશકર, અનુરાધા પોડવાલ, ગૌરાંગ વ્યાસ, આરતી મુખર્જી, અલ્કા યાજ્ઞિક, માધવી પંડ્યા, આશા ભોંસલે, હર્ષદા રાવલ, દિવાળીબેન ભીલ જેવા અનેક લોકો સાથે તેમણે ગીતો ગાયાં છે.
પદ્મારાણી એ સ્ટેજ અને નાના તેમજ મોટા પરદા પરના ખૂબ અનુભવી અને પીઢ અભિનેત્રી ગણાતાં. તેઓનો જન્મ પુણેમાં એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો અને ઉછેર વડોદરામાં થયો હતો. તેમના પરિવારની નાણાકીય સમસ્યાઓના કારણે, તેઓની બહેન સરિતા જોશી સાથે ઘણી નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં, મોટી સંખ્યામાં પીઢ અભિનેત્રીની ભૂમિકા માટે જાણીતા હતા. કેટલીક બોલિવુડની ફિલ્મોમાં પણ તેઓએ પીઢ અભિનેત્રીનું પાત્ર ભજવેલ છે. તેઓ સ્ટેજ તરફ વધુ પ્રખર હતા અને ઘણા ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. હકીકતમાં તો પદ્મારાણીએ ફિલ્મોમાં અભિનય કર્યો તે પહેલાં, નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને થિયેટર હંમેશા તેમને પ્રિય રહ્યું છે. તેમણે કુલ ૬,૦૦૦ જેટલાં નાટકના શો કર્યા છે. તેઓના ખુબ પ્રચલિત નાટકોમાંના નાટકો એટલે – બા રીટાયર્ડ થાય છે, બાએ મારી બાઉન્ડ્રી, કેવડાના ડંખ, સપ્તપદી, ચંદરવો, 5 સ્ટાર આન્ટી, વચન.
નિરંજન ભગતનું પૂરું નામ નિરંજન નરહરિભાઈ ભગત છે. નિરંજન ભગતનો જન્મ ૧૮ મે ૧૯૨૬ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓ ખૂબ જાણીતા કવિ હતાં, તે ઉપરાંત તેઓ નિબંધકાર, સાહિત્યકાર અને સંપાદક તરીકે તેઓએ પોતાની કારકિર્દીને વેગ આપ્યો હતો. તેઓનાં નગરજીવનનાં કાવ્યો એ તેમનું સૌથી મોટું પ્રદાન છે. તેઓ તેમની કારકિર્દીમાં મૂળ શિક્ષક જીવ તરીકે જ જીવ્યા, ત્યારબાદ તેઓએ વર્તમાન પત્રના સંપાદક તરીકે પણ પોતાની ફરજ બજાવી. તેમની કવિતાઓ ખૂબ જ છંદબદ્ધ છે, તેમની ઘણી કવિતાઓ સ્વરબદ્ધ પણ થઇ છે. તેમને ઘણા બધા પુરસ્કારો પણ મળ્યા છે… જેમાં, કુમાર સુવર્ણ ચંદ્રક, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, પ્રેમચંદ સુર્વણ ચંદ્રક, સાહિત્ય અકાદમી પુરસ્કાર, સચ્ચિદાનંદ સન્માન, નરસિંહ મહેતા પુરસ્કાર જેવા પુરસ્કારોનો સમાવેશ થાય છે.
મોહમ્મદ રફીનો જન્મ 24 ડિસેમ્બર 1924માં થયો હતો. તેમણે 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. 1967માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 26,000થી વધુ ફિલ્મી ગીતો ગાયા હતા. તેમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડીને ભક્તિગીતો, વીરશ્રૃંગારરસ, કવ્વાલીઓથી માંડીને ગઝલો, અને ભજનો તેમજ ધીમી ગતિની ધૂનો અને મસ્તીભર્યા ગીતો સામેલ હતા. હિન્દી અને ઉર્દુ પર તેમની મજબૂત પકડ હતી અને પ્રભાવશાળી ક્ષમતા હતી છત્તા તેમણે ગુજરાતી ગીતો પણ એટલી જ સુંદર રીતે ગાયા છે અને ગુજરાતી પ્રજાને તેમના અવાજમાં ગઝલ સાંભળાવાની મજા પડે છે. તેમણે ઘણી ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, કોકંણી, ઉર્દૂ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, તેલુગુ, મઘી, મૈથિલી, આસામી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ગીતો ગાયા હતા. તેમણે કેટલાક અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ ગીતો પણ રેકોર્ડ કર્યા હતા. આમ બધી જ ભાષાઓમાં ગીતો ગાઈને તેમણે પોતાના ઘેઘૂર અવાજની સુંદર છાપ છોડી છે. તેમના અવાજમાં પોપ્યુલર થયેલા ગુજરાતી ગીતોમાં દિવસો જુદાઈના જાય છે…, કહું છું જવાનીને.., નયન ચકચૂર છે…, વિધિએ લખેલી વાત…, નજર તમારી…, દેવોમાં તું મહાદેવ.. જેવા અદભુત્ત ગીતોનો સમાવેશ થાય છે download schp1001.bin
ભારત રત્ન લતા મંગેશકરનો જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોરમાં થયો હતો. ભારતની સૌથી ખ્યાતનામ ગાયિકા છે. તેમની ગાયનની કારકીર્દી સતત છ દાયકા સુધી ચાલી છે. આમ તો તેઓ હિન્દી અથવા એમ કહો કે બોલિવૂડની ઘણી બધી ફિલ્મ્સના ગીતોનો એકમાત્ર અવાજ તરીકે પણ જાણીતા હતા એમ કહીએ તો એ ઓછું નથી. તેઓને તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીતમાં સૌથી મોટું ગણાય છે. લોકો તેમને લતાદીદીના નામે ઓળખે છે અને એમના કંઠે ઘણાં બધા ગુજરાતી ગીતો પણ પોપ્યુલર થયા છે. જેવાં કે, માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે …, દીકરી તો પારકી થાપણ કહેવાય …, વૈષ્ણવ જનતો …, હે કાનુડા તોરી ગોવાલણ …, જેવા લોકપ્રીય ગીતો, ગરબા, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે.
iHerb discount codes and also voucher codes from https://herbcoupon.net/ are the most effective method to obtain price cuts as well as the best offers on supplements, herbs, bath items, house items, as well as various other natural items from the iHerb shop. Discover the most effective coupon codes and promo code codes for iHerb at and start saving cash right now. To conserve even more money on iHerb products, be sure to enlist in the iHerb awards program and commitment program.
દક્ષેશ ધ્રુવ વ્યવસાયે મૂળે વકીલ અને મુંબઈના વતની. અને વકીલાતની સાથે સાથે તેઓ ખૂબ સારા સ્વરકાર પણ હતા. એમણે સ્વરબધ્ધ કરેલા કેટલાક પ્રચલિત ગુજરાતી ગીતો છે જેની સફળતા અને લોકપ્રિયતાનો વ્યાપ લોકગીતોની લગોલગ પહોંચી ગયો છે એમ કહી જ શકાય. ‘થંભલીનો ટેકો ને ઓસરીની કોર’, ‘ગોકુળમાં કોકવાર આવો તો કાન’, ‘કાનુડાને બાંધ્યો છે હીરના દોરે’ વગેરે સ્વરાંકનો તેમના ખૂબ જ જાણીતા સ્વરાંકનોમાંના છે. કવિના શબ્દો પૂરેપૂરા આત્મસાત કરી એના ભાવને અનુરૂપ સ્વરાંકન કરવું એ એમની સૌથી વિશિષ્ટ શૈલી હતી. એમનું સ્વરાંકન સાંભળ્યા પછી કદાચ કવિને પણ પોતાનું કાવ્ય વધુ ગમી જાય એવું પણ બનતું.
જયશ્રી ટી. ખૂબ જ જાણીતા કલાકાર.. તેમનો જન્મ 1953માં થયો હતો. તેઓ actressની સાથે સાથે ખૂબ સારા ડાન્સર પણ છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 5 વર્ષના હતા ત્યારથી જ કરી દીધી હતી. મૂળ મરાઠી હોવા છત્તા તેમણે ઘણી બોલિવૂડ અને ગુજરાતી ફિલ્મ્સ કરી છે. શરૂઆતના સમયમાં તેમના ડાન્સ કથ્થક માટે ખૂબ જાણીતા હતા, એટલે જ ઘણી બધી ફિલ્મ્સમાં તો માત્ર તેમની પાસે ડાન્સ કરાવવામાં જ આવતા. તેમની જાણીતી ફિલ્મ્સમાં ચલતે ચલતે, હમ સાથ સાથ હે નો સમાવેશ થાય છે તે ઉપરાંત તેમણે ઘણી મલયાલમ ફિલ્મ્સ પણ કરી છે. તેમની ગુજરાતી ફિલ્મ્સના લિસ્ટમાં ‘ગોરલ ગરાસણી’, ‘આનંદ મંગલ’, ‘ઓઢું તો ઓઢું તારી ચુંદડી’, ‘ભાઈબંધી’, ઘૂંઘટ’, ‘હોથલ પદમણી’ જેવી બીજી અનેક મૂકી શકાય.