ડાયરાની દુનિયાનું ખૂબ જાણિતું અને અનુભવી નામ. મૂળ માંગરોળનાં પણ તેમનો અવાજ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય થયો. તેમણે બોલિવુડનાં જાણિતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી અને એવા અન્ય લોકપ્રિય કલાકારો સાથે પણ કામ કર્યું છે. દમયંતી બરડાઈએ ‘પીઠીનો રંગ’, ‘વણઝારી વાવ’, ‘ચુંદડી ઓઢી તારા નામની’, ‘કોણ હલાવે લીમડી’, ‘કેસરિયો રંગ તને લાગ્યો’ જેવા અનેક જાણીતા અને પ્રખ્યાત બનેલા ગીતોને એમણે કંઠ આપ્યો છે. તેમજ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં પણ પોતાનો સૂર આપ્યો છે.
દમયંતી બરડાઈને લાઈવ સાંભળવા ક્લિક કરો