film-music-jalso

કહેવાય છે કે Old is Gold! સોનું પાછું એવું કે જેની કિંમત ક્યારેય ઓછી ના થાય અને સતત વધતી રહે. ગુજરાતી classic ફિલ્મોનું music પણ એ જ રીતે અમૂલ્ય રહ્યું છે. જેણે અજીત મર્ચન્ટ, નીનુ મઝુમદાર, દિલીપ ધોળકિયા, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ જેવા સ્વરકારો આપણને આપ્યાં. જેમણે સ્વરાંકન કર્યું કેશવ રાઠોડ, કાંતિ અશોક, વેણીભાઈ પુરોહિત જેવા ઉત્તમ કવિઓની કલમ સાથે. અને આ સુભગ સમન્વયે ગુજરાતી classic ફિલ્મોમાં મહેન્દ્ર કપૂર, મુકેશ, મન્ના ડે, મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, ઉષા મંગેશકર જેવા ગાયકો આપણને છેક bollywood થી આંતરી આપ્યા. મજાની વાત એ છે કે જલસો પર 1940 થી લઈને અત્યાર સુધીની મોટાભાગની ગુજરાતી ફિલ્મોનાં ગીતો આપ માણી શકો છો.

બીજી તરફ એમ પણ કહેવાય છે કે New is Diamond! હા, જૂનું એ સોનું ખરું તો સામે નવું પણ એટલું જ ઉજળું છે! આ જુઓને કેવી રીતે જઈશ ફિલ્મથી શરૂઆત થઈ એ પછી આપણે ક્યાં અટક્યા જ છીએ? બે યાર, છેલ્લો દીવસ, Love ની ભવાઈ, ચાલ જીવી લઈએ જેવી ફિલ્મો અને તેમનાં music એ તો ખરેખર ધૂમ મચાવી! વ્હાલમ આવોને હજીયે લોકોને યાદ છે, કહેવું ઘણું ઘણું છે સંભળાવીને હજીયે કોઈ propose કરે છે ને રાત્રે આંટો મારતા હજીયે કોઈ ચાંદને કહો સાંભળે છે.

Music એ આપણી life નો અભિન્ન અંગ રહ્યો છે, ને રહેશે જ. જલસો પર સૌથી popular classic songs અને નવી ફિલ્મનાં ગીતો પર નજર ફેરવી લો.

1. વ્હાલમ આવો ને

(Vhalam aavo ne)

2. ઓઢણી ઓઢું ઓઢું ને

(Odhni odhu odhu ne)

3. ચાંદને કહો

(Chaand ne kaho)

4. જોડે રહેજો રાજ

(Jode rehjo raj)

5. સુના સરવરિયાને પાળ રે

(Suna sarvariya ne)

6. કહેવું ઘણું ઘણું છે

(Kehvu ghanu ghanu chhe)

7. પંખી રે

(Pankhi re)

8. મન મેળો

(Mann melo)

9. દેખાતો નથી

(Dekhato nathi)

10. મહેંદી તે વાવી

(Mehndi te vavi)

11. જાગ રે માલણ જાગ

(Jaag re malan jaag)

12. ચાંદો ઉગ્યો ચોકમાં

(Chando ugyo chowk ma)

ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પ્રથમ મ્યુઝિક એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.