તમે કંઈ પણ કહી લો, જયારે સંગીત દિલથી નીકળેને ત્યારે એનો જલસો જુદો જ હોય છે. ને એમાંય જયારે પોતાની ભાષાની મીઠાશ ભળે ત્યારે તો જાણે લાડવા પર ખસખસ! આપણા લોકસંગીતનું પણ એવું જ છે હોં. ગરબાની જ વાત લઈલોને. જયારે પણ ઢોલ પર બે તાળીની થાપ વાગે ત્યારે પગ થરકવા નથી માંડતા? ભલે બોલતા કંઈ ન હોઈએ પણ મનમાં ગરબો ગાવા નથી લાગતા? ચપટી પણ વાગે ને સાથળ પર લય પ્રમાણે થાપ પણ!

પોતીકાપણાંની મોજની તો વાત જ ના થાય સાહેબ. ગરબા પછીયે વાત કરીએ તો આપણો ડાયરો. મજાકમાં કહેવાય છે કે ખરેખર, ખબર નહિ. પણ ડાયરો એટલે ડાહ્યા ડાહ્યા માણસો બેસીને વાતો કરે એ ડાયરો! ને એમાં સાથે ભળે આપણું લોકસંગીત. હાલાજી તારા હાથ વખાણું, મોર બની થનગાટ કરે, મારે ટોડલે બેઠો મોર, રામદેવપીરનો હેલો ને આપણાં મલકનાં માયાળુ માનવી ને એવા તો કેટલાંય લોકગીતો અત્યારે યાદ આવ્યા વગર નથી રહેતાને? પાછું એ સંગીતને આપણાં સુધી પહોંચાડનાર કલાકારોનો શ્રેય પણ એટલો જ મોટો હોં! હેમુ ગઢવી, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ, દમયંતી બરડાઈ, પ્રફુલ્લ દવે, ભીખુદાન ગઢવી ને ગણ્યા ગણાય નહિ એટલાં કલાકારોએ આપણાં લોકસંગીતને સમૃદ્ધ કર્યું છે. જેમાં અમે તો માત્ર એટલું કરીએ છીએ કે એ સંગીત તમારા finger tips સુધી રહે. જેથી એ દિલથી નીકળેલું સંગીત દિલમાં સચવાયેલું રહે. જલસો પર લોકસંગીતનો એક વિશાળ ખજાનો છે, જે સાંભળવો એક લ્હાવો છે!

 

અહીં જલસો પર સંભળાતા કેટલાંક શ્રેષ્ઠ લોકગીતો જણાવીએ છીએ, પણ એ સિવાય અમારી પાસે બીજાં અઢળક લોકગીતો પડ્યા છે જે તમારે અચૂક સંભાળવા રહ્યા.

1. ચારણ કન્યા

(Charan kanya)

2. આભમાં ઝીણી ઝબૂકે વીજળી

(Aabhma jhini jhabuke vijli)

3. આપણાં મલકનાં માયાળુ માનવી

(Aapna malak na mayalu manvi)

4. માડી હું તો બાર બાર વરસે

(Madi hu to baar baar varse)

5. હંસલા હાલો રે હવે

(Hansla halo re have)

6. મારે ટોડલે બેઠો રે મોર

(Mare todle betho re mor)

7. હાલાજી તારા હાથ વખાણું

(Halaji tara hath vakhanu)

8. શિવાજીનું હાલરડું

(Shivaji nu halardu)

9. હાજી કાસમ તારી વીજળી

(Haji kasam tari vijli)

10. રામદેવપીરનો હેલો

(Ramdevpir no helo)