ગુજરાતી સુગમ સંગીતનાં stalwart સ્વ. શ્રી ક્ષેમુ દિવેટિયાનાં પત્ની સુધા દિવેટિયા ગુજરાતી સંગીત માટે કોઈ અમૂલ્ય રતન કરતાં ઓછા નથી. તેમનું ‘સખી મુને વ્હાલો રે’ ગુજરાતી સુગમ સંગીતનું અવિસ્મરણીય ગીત છે.
ગુજરાતી સુગમ સંગીતનાં stalwart સ્વ. શ્રી ક્ષેમુ દિવેટિયાનાં પત્ની સુધા દિવેટિયા ગુજરાતી સંગીત માટે કોઈ અમૂલ્ય રતન કરતાં ઓછા નથી. તેમનું ‘સખી મુને વ્હાલો રે’ ગુજરાતી સુગમ સંગીતનું અવિસ્મરણીય ગીત છે.
સિદ્ધ પિતાની બે લાડકી દીકરીઓ નાનપણથી જ સંગીત શીખતા શીખતા મોટી થઈ. પિતા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયએ બંને દીકરીઓને સાથે જ સંગીત શીખવતા અને આ બંને બહેનોનો અવાજ જાણે એક જ સ્વર હોય તેમ ગીતમાં સંભળાતો. તેમનાં અવાજમાં ‘એક કાચી સોપારીનો કટકો’, ‘મોર ટહુકા કરે’, ‘ઝીણા ઝીણા રે આંખેથી’, ‘હજુ રસભર રાત તો’ ગીતો લોકપ્રિય છે. તેમણે baby Viraj અને bay Bijal તરીકે પણ ચાંદની નામની ગુજરાતી ફિલ્મમાં ‘અડુલો દડુલો સોનાનો ઘડુલો’ ગીત ગયું છે.
મૂળ નામ ગીતા ઘોષ રોય ચૌધરી અને ઉમદા ફિલ્મસર્જક ગુરુ દત્ત સાથેનાં લગ્ન પછી વધુ જાણીતું થયેલું નામ એ ગીતા દત્ત. હિંદી-બંગાળી ફિલ્મોમાં તો ગયું જ સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કેટલાંક iconic songs આપ્યા. જેમાં ‘ઓ ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી’, ‘મુને કેડ કાંટો વાગ્યો’, ‘અચકો મચકો કાં’રેલી’, ‘અમારી નજર જ્યાં તમારા ભણી થઈ’, ‘તાળીઓનાં તાલે’ જેવા ગીતો છે. તેમણે સમકાલીન સ્વરકારો અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા સાથે પણ કામ કર્યું. તેમની ઉલ્લેખનીય ફિલ્મો ‘મંગળફેરા’, ‘કરિયાવર’, ‘નણંદ ભોજાઈ’ છે.
300થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા સ્વ. દિનેશ હિન્ગૂની કારકિર્દી 1967 – 2013ની રહી. પોતાનાં કોમેડી અભિનય માટે જાણિતા આ કલાકાર ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું પ્રદાન આપી ચૂક્યા છે. ‘કાચી માટીનાં કોડિયાં’, ‘વિસામો’, ‘કરિયાવર’, ‘માં-દીકરી’ તેમની નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો છે.
ભાર્ગવ પુરોહિત એક ખૂબ જાણીતા ગુજરાતી સંગીત દિગ્દર્શક છે, જેઓએ મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે કામ કર્યું છે. તેઓ 2017 ના ગુજરાતી ચલચિત જે કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા બનાવવામાં આવી હતી,વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત કરસનદાસ પે એન્ડ યુઝમાં પણ યોગદાન આપ્યું હતું . તેમની 2018 ની રિલીઝમાં કોમેડી વાંઢા વિલાસ, છૂટી જાશે છક્કા, બેક બેન્ચર અને શુ થયુ શામેલ છે. તેમની 2019 ની રજૂઆતમાં શોર્ટ સર્કિટનો સમાવેશ થાય છે.
1975માં આવેલી ‘જય સંતોષી માં’ ફિલ્મમાં અદ્વિતીય સંગીત આપનાર stalwart composer શ્રી સી. અર્જુને ઘણી ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત આપ્યું છે. તેમનું ગુજરાત connection એ રીતે છે કે 1, Sept. 1933માં તેમનાં જન્મ બાદ 1947નાં ભાગલા પછી તેઓ વડોદરામાં આવી સ્થાઈ થયા. તેમણે સંગીતની તાલિમ તેમનાં પિતા પાસે લીધી; જે ગાયક હતા. કારકિર્દીની શરૂઆતમાં તેમણે જાણિતા સિંધી સંગીતકાર બુલો સી. રાણીને assist કર્યું અને એ પછી independent composer તરીકે સિંધી ફિલ્મ અબાનામાં સંગીત આપ્યું. ગુજરાતી ફિલ્મો જેવી કે ‘અલખને ઓટલે’, ‘ગંગા સતી’, ‘ભગત પીપાજી’, ‘સોનબા અને રૂપબા’માં સંગીત આપ્યું. તેમણે સ્વરબદ્ધ કરેલા ‘સીતાને તોરણ રામ’, ‘વનમાં બોલે ઝીણા મોર’, ‘પૂનમની પ્યારી પ્યારી રાત’ ગીતો ગુજરાતી ફિલ્મ સંગીતમાં નોંધનીય સ્થાન મેળવી શક્યા છે.
જન્મ બોટાદમાં થયો; 5 ઓગસ્ટ 1938નાં રોજ. જન્મસ્થળ બોટાદ જીલ્લાનું ભોળાદ ગામ. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજ કદાચ ઉગે’ 1974માં પ્રગટ થયો. તેમની કવિતાઓમાં ગ્રામ્યજીવન કઈ રીતે શહેરોની ઈંટોમાં ચણાઈ રહ્યું છે એની વાત અદ્ભુત રીતે આલેખાય છે. તેમણે સમકાલીન સમયનાં લોકગીતોનાં ઢાળ અને શબ્દોને લઈ તેમની કવિતાઓ લખી. મોરબંગલો (1988) તેમનો વાર્તા સંગ્રહ છે. ‘કોઈનું કંઈ ખોવાય છે’ (1981) તેમનો શીશુકાવ્યોનો સંગ્રહ છે અને ‘દોસ્તારની વાતો’ (1993) એ તેમનો બાળવાર્તાઓનો સંગ્રહ છે. તેમનેકુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭)ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (1984), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા.
ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં જાણિતા RJ ધ્વનિતનો જન્મ અમદાવાદમાં થયો. તેમનું schooling અમદાવાદમાં જ થયું અને Sc. With Chemistry તેમણે M.G. Science Collegeમાં કર્યું. તેમણે M. Sc. કરવાની શરૂઆત કરી હતી પરંતુ પિતાનાં અવસાનને કારણે તેમણે Life Insurance Corporationમાં જોડાવવું પડ્યું. પરંતુ, 2003ની સાલમાં તેમની lifeએ ગતિ પકડી અને આજે તેઓ અમદાવાદનાં શ્રેષ્ઠ રેડિયો જૉકીમાંનાં એક છે. ‘Majja Ni લાઈફ’ નામનું music album 2010માં release થયું અને તેનાં ‘પહેલાં પ્રેમની’, ‘પરી’ ગીતો superhit રહ્યા. આ album Jalso applicationમાં પણ ઉપલબ્ધ છે. હાલ ધ્વનિતે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાની પકડ જમાવી છે. અત્યાર સુધી તેમની Vitamin She, Short Circuit (as a lead) આવી ચૂકી છે તેમજ Kevi Rite Jaish, Better Half, Mohan Na Monkiz, Passport, Mission Mummyમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે.
અરવિંદ કિરાડ એ પણ હિન્દી સિનેમાની સાથે સાથે ગુજરાતી સિનેમામાં પણ પોતાના અભિનયના પરચા પાડ્યા છે. તેમણે તેમની કરિયરમાં ઘણા બધા જાણીતા કલાકારોની સાથે કામ કર્યું છે જેમાં કાજોલ, જૅકી શ્રોફ, ફિરોઝ ઈરાની, આયેશા ઝુલ્કા, અરુણા ઈરાની, કુલભૂષણ ખરબંદા, પ્રેમ ચોપરા, રાજની બાલા, હસમુખ ભાવસાર, રીટા ભાદુરી જેવા ખૂબ જ પોપ્યુલર કલાકારોનો સમાવેશ થાય છે. તેમની જાણીતી ફિલ્મમાં ખાસ તો ‘હોતે હોતે પ્યાર હો ગયા’નો સમાવેશ થાય છે.
નિસર્ગ ત્રિવેદી એટલે ગુજરાતનું ખૂબ જાણીતું નામ, અભિનેતા, મ્યુઝિક કમ્પોઝર અને ગાયક એવા નિસર્ગ ત્રિવેદી, જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે. હા હું દીકરીનો બાપ (2013), વ્હિસ્કી ઇઝ રિસ્કી (2014), અને કમિટમેન્ટ (2016) જેવી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓમાં નિસર્ગ ત્રિવેદીએ પોતાનું યોગદાન આપ્યું હતું। 2016 માં, તેમણે છોકરી વિનાનું ગામ ફિલ્મ માટે સંગીત કંપોઝ કર્યું હતું અને એજ મૂવીમાં એક ગીત પણ ગાયું હતું. તેમની 2017 માં રિલીઝ થયેલી ફિલ્મમાં દુનિયાદારી અને સમીરનો સમાવેષ થાય છે. 2019ની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં જ રિલીઝ થયેલઅને શૈલેષ પ્રજાપતિ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાહેબમાં પણ ખૂબ અદઅદ્ભૂત ભૂમિકામાં જોવા મળ્યા હતા.