ગુજરાતી સુગમ સંગીતનાં stalwart સ્વ. શ્રી ક્ષેમુ દિવેટિયાનાં પત્ની સુધા દિવેટિયા ગુજરાતી સંગીત માટે કોઈ અમૂલ્ય રતન કરતાં ઓછા નથી. તેમનું ‘સખી મુને વ્હાલો રે’ ગુજરાતી સુગમ સંગીતનું અવિસ્મરણીય ગીત છે.
ગુજરાતી સુગમ સંગીતનાં stalwart સ્વ. શ્રી ક્ષેમુ દિવેટિયાનાં પત્ની સુધા દિવેટિયા ગુજરાતી સંગીત માટે કોઈ અમૂલ્ય રતન કરતાં ઓછા નથી. તેમનું ‘સખી મુને વ્હાલો રે’ ગુજરાતી સુગમ સંગીતનું અવિસ્મરણીય ગીત છે.
મૂળ નામ ગીતા ઘોષ રોય ચૌધરી અને ઉમદા ફિલ્મસર્જક ગુરુ દત્ત સાથેનાં લગ્ન પછી વધુ જાણીતું થયેલું નામ એ ગીતા દત્ત. હિંદી-બંગાળી ફિલ્મોમાં તો ગયું જ સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કેટલાંક iconic songs આપ્યા. જેમાં ‘ઓ ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી’, ‘મુને કેડ કાંટો વાગ્યો’, ‘અચકો મચકો કાં’રેલી’, ‘અમારી નજર જ્યાં તમારા ભણી થઈ’, ‘તાળીઓનાં તાલે’ જેવા ગીતો છે. તેમણે સમકાલીન સ્વરકારો અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા સાથે પણ કામ કર્યું. તેમની ઉલ્લેખનીય ફિલ્મો ‘મંગળફેરા’, ‘કરિયાવર’, ‘નણંદ ભોજાઈ’ છે.
300થી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા સ્વ. દિનેશ હિન્ગૂની કારકિર્દી 1967 – 2013ની રહી. પોતાનાં કોમેડી અભિનય માટે જાણિતા આ કલાકાર ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું પ્રદાન આપી ચૂક્યા છે. ‘કાચી માટીનાં કોડિયાં’, ‘વિસામો’, ‘કરિયાવર’, ‘માં-દીકરી’ તેમની નોંધપાત્ર ગુજરાતી ફિલ્મો છે.
1975માં આવેલી ‘જય સંતોષી માં’ ફિલ્મમાં અદ્વિતીય સંગીત આપનાર stalwart composer શ્રી સી. અર્જુને ઘણી ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત આપ્યું છે. તેમનું ગુજરાત connection એ રીતે છે કે 1, Sept. 1933માં તેમનાં જન્મ બાદ 1947નાં ભાગલા પછી તેઓ વડોદરામાં આવી સ્થાઈ થયા. તેમણે સંગીતની તાલિમ તેમનાં પિતા પાસે લીધી; જે ગાયક હતા. કારકિર્દીની શરૂઆતમાં તેમણે જાણિતા સિંધી સંગીતકાર બુલો સી. રાણીને assist કર્યું અને એ પછી independent composer તરીકે સિંધી ફિલ્મ અબાનામાં સંગીત આપ્યું. ગુજરાતી ફિલ્મો જેવી કે ‘અલખને ઓટલે’, ‘ગંગા સતી’, ‘ભગત પીપાજી’, ‘સોનબા અને રૂપબા’માં સંગીત આપ્યું. તેમણે સ્વરબદ્ધ કરેલા ‘સીતાને તોરણ રામ’, ‘વનમાં બોલે ઝીણા મોર’, ‘પૂનમની પ્યારી પ્યારી રાત’ ગીતો ગુજરાતી ફિલ્મ સંગીતમાં નોંધનીય સ્થાન મેળવી શક્યા છે.
જન્મ બોટાદમાં થયો; 5 ઓગસ્ટ 1938નાં રોજ. જન્મસ્થળ બોટાદ જીલ્લાનું ભોળાદ ગામ. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજ કદાચ ઉગે’ 1974માં પ્રગટ થયો. તેમની કવિતાઓમાં ગ્રામ્યજીવન કઈ રીતે શહેરોની ઈંટોમાં ચણાઈ રહ્યું છે એની વાત અદ્ભુત રીતે આલેખાય છે. તેમણે સમકાલીન સમયનાં લોકગીતોનાં ઢાળ અને શબ્દોને લઈ તેમની કવિતાઓ લખી. મોરબંગલો (1988) તેમનો વાર્તા સંગ્રહ છે. ‘કોઈનું કંઈ ખોવાય છે’ (1981) તેમનો શીશુકાવ્યોનો સંગ્રહ છે અને ‘દોસ્તારની વાતો’ (1993) એ તેમનો બાળવાર્તાઓનો સંગ્રહ છે. તેમનેકુમાર સુવર્ણ ચંદ્રક (૧૯૬૭)ચંદ્રશેખર ઠક્કર પુરસ્કાર (૧૯૭૩), વિવેચક પુરસ્કાર (1984), જયંત પાઠક કવિતા પુરસ્કાર (૧૯૯૩) પુરસ્કારો મળ્યા હતા.
Actor, Director, Writer અને Producer એવા ફિરોઝ ઈરાણીનો જન્મ ગુજરાતમાં જ થયો. સાથે ચાર ભાઈ-બહેનો પણ. ઈન્દ્ર કુમાર, અરુણા ઈરાણી, આદી ઈરાણી, કુકુ કોહલી; જેમણે પોતપોતાની રીતે ભારતીય ફિલ્મ જગતને સર કર્યું છે તે પરિવારમાંથી ફિરોઝ ઈરાણી આવે છે. 1970થી કાર્યરત ફિરોઝ ઈરાણી ગુજરાતી ફિલ્મોનાં સુવર્ણ સમયમાં ‘મૂળુ માણેક, એલબેલી નાર, ધરતીનાં અમી, દીયર વટુ, મેરુ માલણ, અભાન લક્ષ્મી જેવી ફિલ્મોમાં કામ કર્યું તેમજ સમકાલીન ગુજરાતી ફિલ્મોમાં પણ તેમની પ્રતિભા શોભાવી રહ્યા છે. આ બધી જ ફિલ્મોનાં ગીતો Jalso applicationમાં ઉપલબ્ધ છે.
અરવિંદ ત્રિવેદીનો જન્મ 8 નવેમ્બર 1938માં ઇન્દોરમાં થયો હતો. અરવિંદ ત્રિવેદી રામાનંદ સાગરની રામાયણમાં ‘રાવણ’ના પાત્ર માટે સૌથી વધારે જાણીતા છે. તેમણે તેમની અભિનયની 40 વર્ષની કરિયરમાં 250થી પણ વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમની ગુજરાતી ખૂબ જાણીતી ફિલ્મ્સમાં ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’, ‘જેસલ તોરલ’, ‘મણિયારો’, ‘ઢોલી’ વગેરે વગેરે ફિલ્મ્સનો સમાવેશ થાય છે. તેઓના મોટાભાઈ ‘ઉપેન્દ્ર ત્રિવેદી’ પણ નટ સમ્રાટ તરીકે જાણીતા થયા હતા.
અરવિંદ કિરાડ એ પણ હિન્દી સિનેમાની સાથે સાથે ગુજરાતી સિનેમામાં પણ પોતાના અભિનયના પરચા પાડ્યા છે. તેમણે તેમની કરિયરમાં ઘણા બધા જાણીતા કલાકારોની સાથે કામ કર્યું છે જેમાં કાજોલ, જૅકી શ્રોફ, ફિરોઝ ઈરાની, આયેશા ઝુલ્કા, અરુણા ઈરાની, કુલભૂષણ ખરબંદા, પ્રેમ ચોપરા, રાજની બાલા, હસમુખ ભાવસાર, રીટા ભાદુરી જેવા ખૂબ જ પોપ્યુલર કલાકારોનો સમાવેશ થાય છે. તેમની જાણીતી ફિલ્મમાં ખાસ તો ‘હોતે હોતે પ્યાર હો ગયા’નો સમાવેશ થાય છે.
અરવિંદ જોશી એ ગુજરાતી નાટક જગત અને સિને જગતનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે. તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.