ગીજુભાઇ બધેકા ખૂબ જાણીતા લેખક છે. તેમનું પુરું નામ ગીરજા શંકર બધેકા છે અને તેમને ‘મુછાળી મા’ના નામે લોકો ઓળખે છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના ચિત્તલ ગામમાં થયો હતો. તેમણે ‘આનંદી કાગડો’, ‘ચાલાક સસલું’, ‘બા અને ’વાંદરો’ વગેરે મુખ્ય રચનાઓ રચેલી છે. તેઓ લેખકની સાથે શિક્ષક પણ હતા. પોતાની સંસ્થામાં તેમણે હરિજન લોકોને પ્રવેશ આપેલો અને બારડોલી સત્યાગ્રહના સમય દરમિયાન તેમણે બધાને સહાયતા આપવા માટે છોકરાઓની ‘વાનર સૈના’ રચેલી. ૧૯૦૭થી અત્યાર સુધી ૨૦૦ જેટલી કૃતિઓ લખેલી છે. બાળકો, શિક્ષણ, મુસાફરી, રમૂજ વિષય પર તેમણે કૃતિઓ લખેલી છે. તેમણે બાળકો, માતા – પિતા, શિક્ષણાધિકારી માટે મુખ્ય લખેલું છે. ગીજુભાઇ બધેકાની મોટા ભાગની વાર્તાઓ જલસોના “ઝગમગ”માં સમાવેલી છે.
22
Jan