મૂળ જૂનાગઢનાં ગાયક અને રચયિતા દિલીપ ધોળકિયાએ ઘણી નાની ઉંમરથી જ સંગીતની શરૂઆત શીખવાની કરી અને હિન્દી અને ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. “તારી આંખનો અફીણી” જેવાં પ્રસિદ્ધ ગીતો આપીને ૧૧ થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. તેમણે ઓલ ઇન્ડિયા રેડિયોમા પણ ઘણું કામ કર્યું હતું.