Read More
Artists, COMPOSERS

સુગમ સ્વરકાર – ઉદય મઝુમદાર : (Uday Mazumdar)

ઉદય મઝુમદાર એ સ્વરકાર અને ગાયક છે. તેઓ નીનુ મઝુમદાર અને કૌમુદી મુનશીના સુપુત્ર છે, એતો એક સામાન્ય ઓળખાણ એટલા માટે કારણકે ઉદય ભાઈએ પહેલેથી જ પોતાના ઘરમાં એક સંગીતમય વાતાવરણ જ જોયું છે. ઉદયભાઈ ઘણી હિન્દી ધારાવાહિક, ગુજરાતી હિન્દી નાટકો, ફિલ્મ્સ માટે પોતાનું સંગીત આપી ચુક્યા છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું ખાસ્સું મોટું યોગદાન રહ્યું છે કારણકે તેમણે પોતાના નવા સ્વરાંકનો તો આપ્યા જ છે પણ તેઓ તેમના પિતા નીનુ મઝુમદારના સ્વરાંકનો પણ અનેક સ્ટેજ શૉઝમાં ગાતા આવ્યા છે. ઉદયભાઈના જાણીતા ગીતો અને સ્વરાંકનોમાં આ મન પાંચમના મેળામાં, કોઈ આઘે આઘેથી વેણુ વાય છે, આ રંગભીના ભમરાને, અલ્લક મલ્લક, લેવા ગયો જો પ્રેમ, મારા સાયબાની પાઘડીયે, રક્ષા કરો જગદંબા ભવાની જેવા ગીતોનો સમાવેશ થાય છે. ઉદયભાઈ જલસોના ખૂબ પોપ્યુલર કાર્યક્રમ જલસો લાઈવ જેમિંગમાં આવી ચુક્યા છે, તે એપિસોડના ગીતો જલસો એપમાં સમાવેલ છે.

ACTORS, Artists

પીઢ અભિનેત્રી – પદ્મારાણી : (Padmarani)

પદ્મારાણી એ સ્ટેજ અને નાના તેમજ મોટા પરદા પરના ખૂબ અનુભવી અને પીઢ અભિનેત્રી ગણાતાં. તેઓનો જન્મ પુણેમાં એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો અને ઉછેર વડોદરામાં થયો હતો. તેમના પરિવારની નાણાકીય સમસ્યાઓના કારણે, તેઓની બહેન સરિતા જોશી સાથે ઘણી નાની ઉંમરે અભિનય કરવાનું શરૂ કર્યું હતું. તેઓએ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મોમાં, મોટી સંખ્યામાં પીઢ અભિનેત્રીની ભૂમિકા માટે જાણીતા હતા. કેટલીક બોલિવુડની ફિલ્મોમાં પણ તેઓએ પીઢ અભિનેત્રીનું પાત્ર ભજવેલ છે. તેઓ સ્ટેજ તરફ વધુ પ્રખર હતા અને ઘણા ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. હકીકતમાં તો પદ્મારાણીએ ફિલ્મોમાં અભિનય કર્યો તે પહેલાં, નાટકોમાં કામ કરવાનું શરૂ કર્યું, અને થિયેટર હંમેશા તેમને પ્રિય રહ્યું છે. તેમણે કુલ ૬,૦૦૦ જેટલાં  નાટકના શો કર્યા છે. તેઓના ખુબ પ્રચલિત નાટકોમાંના નાટકો એટલે – બા રીટાયર્ડ થાય છે, બાએ મારી બાઉન્ડ્રી, કેવડાના ડંખ, સપ્તપદી, ચંદરવો, 5 સ્ટાર આન્ટી, વચન.

ACTORS, Artists

versatile અભિનેતા – ધર્મેન્દ્ર ગોહિલ : (Dharmendra Gohil)

ધર્મેન્દ્ર ગોહિલ એ ગુજરાતી, હિન્દી અને મરાઠી ભાષાઓમાં અભિનય ક્ષેત્રે પોતાની ક્ષમતા લોકોને સમક્ષ દર્શાવી ચૂક્યા છે. તેઓ પોતે ગુજરાતી નાટ્યક્ષેત્રમાં ઘણા નાટકો કરી ચૂક્યા છે, જેમાં તેમનું મરીઝ નાટક ખૂબ જ જાણીતું બન્યું છે. તેમાં તેઓ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ ગઝલકાર મરીઝનું પાત્ર ભજવે છે. એ સિવાય બીજું એમનું પોપ્યુલર નાટક જેના ખૂબ શૉઝ થઇ રહ્યા છે એ ‘વેઇટિંગ રૂમ’. તે ઉપરાંત તેઓએ ગુજરાતી ફિલ્મ્સ, મરાઠી ફિલ્મ્સ અને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ પણ કરી છે. તેઓ પ્રોડ્યુસર તરીકે પણ એક્ટિવ છે. તેમની જાણીતી ફિલ્મ્સમાં ‘ચલ મન જીતવા જઈએ’, ‘બેક બેન્ચર’, ‘બેટર હાફ’, ‘અનુરાગ'(મરાઠી)નો સમાવેશ થાય છે.

ACTORS, Artists

સ્ટેજનું ખૂબ જાણીતું વ્યક્તિત્વ – અરવિંદ જોશી : (Arvind Joshi)

અરવિંદ જોશી એ ગુજરાતી નાટક જગત અને સિને જગતનું ખૂબ જ જાણીતું અને માનીતું નામ છે. તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા. આમ તો એમની ઓળખાણ આ નથી છત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે, જેઓ પોતે પણ ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે, તેઓ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને પ્રવીણ જોશીની સાથે જ કરી હતી. અરવિંદ જોશી ઘણા બધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.