સૌમિલ મુન્શીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960માં થયો હતો, તેમની આ લગભગ 60 વર્ષની કારકિર્દીમાં 40એક વર્ષોથી તો તેઓ ગુજરાતી સંગીત માટે અને ગુજરાતી સંગીત સાથે ખૂબ જ સક્રિય છે. સૌમિલ મુન્શી અને શ્યામલ મુન્શી બંને ભાઈઓએ ભેગા મળીને એટલા બધા ગુજરાતી ગીતો, કવિતાઓ, ગઝલ, અછાંદશને સ્વરબદ્ધ કર્યા છે અને હજુ કરતા જ રહે છે. તેઓ વર્ષોથી સુગમ સંગીતના કાર્યક્રમો કરે છે જેમાં તેઓએ લગભગ બધા જ જાણ્યા અજાણ્યા સિંગર્સ પાસે ગવડાવ્યું છે. સૌમિલ ભાઈને મૂળે જ પહેલેથી ગુજરાતી સાહિત્યમાં રૂચિ હોવાને લીધે તેઓ કેટલાય કવિઓની કવિતાઓ સાંભળતા અને વાંચતા આવ્યા છે, ઘણી કવિતાઓ તો તેમને યાદ રહી ગઈ છે. એટલે તેમની સંગીત માટેની સમજ કેટલી હશે એનો અંદાજો લગાવી જ શકાય છે. સૌમિલ ભાઈના પત્ની પણ ખૂબ સારા સિંગર છે, આરતી મુન્શી. અને એટલે જ તેમના કાર્યક્રમોમાં શ્યામલ-સૌમિલ ના કોઈ પણ પ્રોગ્રામમાં આરતીબેન જ લીડ સિંગર તરીકે હોય.