મૂળ નામ ગીતા ઘોષ રોય ચૌધરી અને ઉમદા ફિલ્મસર્જક ગુરુ દત્ત સાથેનાં લગ્ન પછી વધુ જાણીતું થયેલું નામ એ ગીતા દત્ત. હિંદી-બંગાળી ફિલ્મોમાં તો ગયું જ સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કેટલાંક iconic songs આપ્યા. જેમાં ‘ઓ ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી’, ‘મુને કેડ કાંટો વાગ્યો’, ‘અચકો મચકો કાં’રેલી’, ‘અમારી નજર જ્યાં તમારા ભણી થઈ’, ‘તાળીઓનાં તાલે’ જેવા ગીતો છે. તેમણે સમકાલીન સ્વરકારો અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા સાથે પણ કામ કર્યું. તેમની ઉલ્લેખનીય ફિલ્મો ‘મંગળફેરા’, ‘કરિયાવર’, ‘નણંદ ભોજાઈ’ છે.
18
Mar