From the console

ગુજ્જુલૉજી – ગુજરાતી શબ્દોનો રસપ્રદ અભ્યાસક્રમ

રોજબરોજની વાતોમાં ગુજરાતી ભાષાનો વપરાશ ઘટતો જાય છે ને? જો કોઈ શુદ્ધ ગુજરાતીમાં બોલે, તળપદી બોલીમાં વાત કરે, તો તમે માથું ખંજવાળો છો? તમારી આ બધી જ મુંઝવણોનો જવાબ છે, માત્ર જલસો મ્યુઝિક ઍપ પાસે.

ઉપરના વાક્યો વાંચીને એમ થયું ને કે જાણે તમે કોઈ જાહેરાત વાંચો છો? પણ તેવું નથી. અચ્છા, જાહેરાત એટલે તો ઍડવર્ટાઇઝમેન્ટ, એ તો ખ્યાલ છે ને?

ગુજરાતી ભાષાના અવનવા શબ્દો જાણવાની એક મજા છે. ગુજરાતમાં ખરેખર બાર ગામે બોલી બદલાય જ છે. કદાચ એ જ કારણ છે કે સૌરાષ્ટ્રમાં જ ચાર પ્રકારની બોલી બોલાય છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા સુધી એક પ્રકાર અને તેનાથી ઉત્તરના બધાં જ વિસ્તારોમાં પાછો કંઈક અલગ પ્રકાર. અમદાવાદની ચીપી ચીપીને બોલાતી નાગરોની ગુજરાતી પણ અલગ છે અને સૂરતમાં બોલાતી કાઠિયાવાડી સૂરતી પણ અલગ બોલી છે.

ગુજરાતીમાં પાછું આ બોલીઓને અને ગુજરાતી ભાષાને આલેખતું એક સુંદર ગીત અવિનાશવ્યાસે લખ્યું છે. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત. ‘ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર’. (લિંક) આ રહી જલસો પર આ ગીત સાંભળવાની લિંક.

તો મૂળે, આ આખી વાર્તાનો સાર એવો છે કે જલસો પૉડકાસ્ટમાં એક સુંદર મજાનો શૉ છે, જેનું નામ છે – ગુજ્જુલૉજી. ગુજરાતી ભાષાને તથા તેના અવનવા શબ્દો અથવા અટપટા શબ્દો તમને અહીં સમજવા મળશે. ગુજ્જુલૉજીના ક્લાસીસ અટેન્ડ કરવાની મજા એ છે કે ગુજરાતી શબ્દો ગુજરાતીમાં જ સમજવાના અને તે પણ RJ Urvashiની સાથે.

RJ Urvashi ખૂબ ઊંડાણથી રીસર્ચ કરીને જાતભાતના શબ્દો તમારા માટે લઈને આવે છે, તમને ગુજરાતીના માસ્તરથી ઘણી જ વધારે રસપ્રદ રીતે સમજાવે છે. સમજવી છે ને તમારી પોતાની ભાષાને થોડીક વધારે સરળતાથી? (લિંક)

અચ્છા, આ ગુજ્જુલૉજીની ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ તમને માણવી ગમે તેવી છે, હો! (લિંક)

 

 

From the console

ચંદરવો : ગુજરાતી લોકકલાનું પોત

ગુજરાતી સંગીત અને સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનું કામ જલસો મ્યુઝિક ઍપ દ્વારા સૌથી પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. જલસોની આ સરવાણી અવિરત છે.

મજાની વાત એ છે કે જલસો પર કન્ટેન્પરરી કૉન્ટેન્ટની સાથે સાથે લોકસાહિત્ય પણ ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. ચંદરવોના નામથી જલસો પૉડકાસ્ટમાં એક નવું છોગું અમે ઉમેર્યું છે. લોકગીતોની સાથે સાથે લોકકથાઓ તમને હાર્મોનિયમના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે સાંભળવા મળે, તો મોજ તો પડવાની જ ને!

જલસોના આ પૉડકાસ્ટમાં લોકકથાઓનું પોત યથાવત રાખીને તેને ડિજિટલી ગુજરાતી ચાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રયત્નમાં જલસોની સાથે જોડાયા છે, ડૉ. રણજીત વાંક. એક એવા કલાકાર જેઓ લોકસાહિત્યની નાડી ખૂબ જ ઉમદા રીતે પારખે છે. તેમની રજૂઆતની શૈલી પણ એટલી જ સુંદર છે. તમે કચ્છ – કાઠિયાવાડના કોઈ ગામમાં, બે-પાંચ હજાર માણસના ડાયરામાં બેસીને ગુજરાતી લોકકથાઓ સાંભળતા હોવ, તેવી ફીલ અહિંયા ચોક્કસ બરકરાર રહેશે.

ડૉ. રણજીત વાંક પોતાના અનોખા અંદાજમાં લોકસંગીત અને લોકવાર્તાઓ પીરસે એનો આનંદ પણ કંઇક જ હોય છે. લોકવાર્તાઓમાં સચવાયેલા જાતભાતના પાત્રો અને ભાતભાતના કિસ્સાઓ અને ઘટનાઓ અને ચમત્કાર અને ખુમારી અને ખાનદાની અને એવી કંઈ કેટલીય બાબતોને ટાંકીને ચંદરવો તૈયાર કરવામાં આવ્યો છે.

જલસોમાં જઈને આ પૉડકાસ્ટ સાંભળો અને તમારી ભીતરના ગુજરાતીપણાને વધારે નિખારો.

From the console, Trending On Jalso

કચ્છડો બારેમાસ : કચ્છની વાતોનું જલસોનું નવું સોપાન

ભારત દેશ તેની સાંસ્કૃતિક વિવિધતાને કારણે વિશ્વભરમાં જાણીતો છે. વર્ષો જુની સંસ્કૃતિ અને પરંપરા ભારતમાં ખૂબ જ અદ્ભૂત રીતે સચવાઈ રહી છે. સિંધુ સંસ્કતિને પોતાનામાં સાચવીને બેઠેલું આપણાં ગુજરાતનું કચ્છ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈ.સ. ૧૨૭૦માં કચ્છની સ્થાપના થઈ હતી, ત્યારે કચ્છ સ્વતંત્ર પ્રદેશ હતો. ઈ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું.

આ કચ્છમાં એવા સંતો, શૂરવીરો અને દાતારો થઈ ગયા, જેના ઈતિહાસની વાતો આજે પણ વાંચવાની અને સંભાળવાની મજા પડે છે. કચ્છનું રણ માત્ર ખારા પવનના સુસવાટા સંઘરીને નથી બેઠું. કચ્છના ભૂગર્ભમાં મીઠા પાણીની વીરડીઓ જેવી ઘણી પાણીદાર વાતો સંગ્રહાયેલી છે.

કચ્છ એ ગુજરાતનો સૌથી મોટો અને વિશાળ પ્રદેશ છે. કચ્છની સાંસ્કૃતિક વિવિધતા ઉપરાંત તેની ભૌગોલિક વિવિધતાઓએ હંમેશા સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. આ જમીન પર રણ પણ છે, તો તેના કિનારે ઘુઘવતો દરિયો પણ છે.

પદ્મશ્રી દાદ બાપુ કહે છે એમ આપણી ભૂમિની એવી તાસીર છે કે મહાભારત વાવો તો ગીતા નીકળે. કચ્છની ભૂમિમાં ધરબાયેલી આવી કંઈ કેટલીય વાતો છે, જે અજાણી છે. જેઠીબાઈ, જેસલ-તોરલ, આગબોટ વીજળી, લાખો ફુલાણી, સોના વડારણ, કાનો માલમ, હાજી કાસમ, માણેક મેરજી, અષાઢી બીજે નવું વર્ષ ઉજવતું કચ્છ, જગવિખ્યાત આશાપુરામાંનું મંદિર વગેરે વિશે જ્યારે વાંચવા કે સાંભળવા મળે ત્યારે એમ થાય કે આપણે ખરેખર સૌભાગ્યશાળી છીએ, કે કચ્છ એ આપણાં ગુજરાતનો ભાગ છે.

એક દુહો આપણાં લોકસાહિત્યમાં પ્રચલિત છે, કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે વાગડ ભલો, અસાંજો કચ્છડો બારેમાસ.

કચ્છડો બારેમાસ. બસ, આ જ નામ સાથે જલસો ગુજરાતી મ્યુઝિક ઍપ પોતાના ઑરિજિનલ પૉડકાસ્ટની કલગીમાં એક છોગું ઉમેરી ચૂક્યું છે. કચ્છ અને ત્યાં વસતા લોકો વિષે કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણીના સંશોધન હેઠળ કચ્છડો બારેમાસ અને કચ્છની રસધાર પુસ્તકો તૈયાર થયા છે, આ પુસ્તકો અને બીજાં એવા કેટલાંક રેફરન્સ પુસ્તકો તથા શોધનિબંધોને આધારે વિગતો શોધીને, આ શૉ તૈયાર કરવામાં આવ્યો છે. આ શૉની ખાસિયત છે એ છે કે તેમાં કચ્છની મોટાભાગની લોકકથાઓને પણ આવરી લેવામાં આવી છે.

જલસો ઑરિજિનલ્સના ટૅબમાં તમને કચ્છડો બારેમાસ સાંભળવા મળશે. આ શૉ સખત રીતે કચ્છના મૂળને પકડી રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક ઍપ છે. આ ઍપ પર 1940થી લઇને આજ સુધીના તમામ ફિલ્મી ગીતો, સુગમ સંગીત અને ફૉક મ્યુઝિક, ગઝલોની સાથે મળીને લગભગ 50,000થી વધારે ગીતોનું અદ્ભૂત કલેક્શન છે. આ ખૂબીની સાથે સાથે જલસો પોતાના અવનવા ઑરિજિનલ કૉન્ટેન્ટ માટે પણ લોકમાનિતી બનેલી પહેલી ગુજરાતી મ્યુઝિક ઍપ્લિકેશન છે. લગભગ 3.5 લાખથી વધુ ડાઉનલૉડ્ઝ ધરાવતી આ ઍપ્લિકેશન વિશ્વભરના ગુજરાતીઓને પોતાના મૂળથી જોડાયેલા રાખે છે.

 

 

12