વિદ્યા સિન્હા ભારતની એવી અભિનેત્રી છે જેમણે બોલિવુડ ફિલ્મમાં કામ કરેલું છે. ૧૮ વર્ષની ઉંમરમાં મોડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી હતી. ‘રાજા કાકા’ ફિલ્મમાં સૌ પ્રથમ કામ કરેલું. તે પછી તેમના શિક્ષક બસુ ચેટર્જીની ફિલ્મ ‘રજનીગંધા’માં અભિનય કર્યો હતો. ‘છોટી સી બાત’(૧૯૭૫) અને ‘પતિ-પત્ની ઔર વોહ’(૧૯૭૭) ફિલ્મમાં પણ તેમણે અભિનય કર્યો છે. ૨૦૦૦ની સાલમાં ‘બહુ રાની’, ૨૦૦૪ની સાલમાં ‘કાવ્યાંજલી’ અને ‘હમ દો હૈ ના’ વગેરે જેવી સિરિયલમાં પણ કામ કરેલું છે.