Read More
Artists, Classics, Singers

ઘેઘૂર અવાજના માલિક: મહેન્દ્ર કપૂર (Mahendra Kapoor)

મહેન્દ્ર કપૂર એક ભારતીય પ્લેબેક ગાયક હતા. તેઓના નામે ચલો એક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનો‘ (ગુમરાહ) અને નીલે ગગન કે તલે‘ (હમરાઝ) જેવા લોકપ્રિય ગીતોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેમણે “ઓ રાજ રે”, “ઓ રંગ રસિયા”, “મા તારા મંદિરિયામાં”, “આરતી ઉતારું માની” જેવા ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ગીતો પણ ગાયા છે. 1972માં  તેમને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી એનાયત થયેલ છે.

Read More
Artists, Classics, Composers, Lyricists, Singers

રાષ્ટ્રીય શાયર: ઝવેરચંદ મેઘાણી (Zaverchand Meghani)

ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી સાહિત્યજગતનું શિરમોર નામ. આ ગુજરાતનું એક એવું વ્યક્તિત્વ છે જેમના માટે જેટલું લખવામાં આવે એટલું ઓછું છે. જેમને રાષ્ટ્રીય શાયર કહેવાયા એવા લોક લાડીલા લેખક, કવિ, ગાયક, પત્રકાર, સામાજિક સેવક જેવી અનેક પ્રતિભા ધરાવનાર આ મહાન હસ્તીઓમાંની એક છે. મેઘાણી સાહેબે લોકગીતો, કવિતાઓ, લોકવાર્તાઓ, સફરની વાર્તાઓ, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, જીવનચરિત્ર વગેરે વગેરે જેવું લગભગ બધું જ લખ્યું છે. તેમને ઘણા બધા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની લોકપ્રિય કવિતાઓમાં આનો સમાવેશ થાય છે :
ચૌદ વર્ષની ચારણકન્યા, તારા નામમાં ઓ સ્વતંત્રતા, વેણીના ફૂલ, સિંધૂડો વગેરે..
અને તેમની જાણીતી વાર્તાઓમાં સમાવેશ થાય છે : ભાઈબંધી, દીકરાનો મારનાર, દીકરો, કરિયાવર, ગરાસણી, બુરાઈના દ્વાર પરથી, કડેડાટ, આખરે, જલ્લાદનું હૃદય, આઈ વગેરે વગેરે….

Read More
Artists, Classics, Composers

ગાયક – સ્વરકાર અને દિગ્દર્શક: કમલેશ ભદકમકર (kamlesh bhadkamkar)

કમલેશ ભદકમકર સિંગર, સંગીતકાર અને દિગ્દર્શક છે. કમલેશજીએ ઘણા વિખ્યાત કલાકાર સાથે કામ કર્યું છે અને ઉપરથી અનેક પુરસ્કારો મળ્યા છે. તેઓએ છેલ્લી ફિલ્મ ચલતે હૈ યાર માટે કામ કર્યું હતું. તેમનું કાર્ય તેમની ફિલ્મ હુ તુ તુ તુ માં જોવા મળ્યું છે, જે ગુજરાતી ફીચર ફિલ્મ હતી. જે જાન્યુઆરી 2016માં રિલીઝ થઈ હતી.

Read More
Artists, Classics, Composers, Singers

ગાયક-સ્વરકાર: હરિશચંદ્ર જોષી (harishchandra Joshi)

 હરિશચંદ્ર જોષી સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના વતની છે. બોટાદમાં તેઓ રહે છે. મોરારીબાપુ જોડે આયોજન કાર્યોમાં સતત મદદ કરતા રહ્યા છે. તેઓ પ્રખ્યાત ગાયક છે. પોતે કવિ પણ છે. અને પરપોટો પાણીમાં મુંઝાય, કોણ વરસાદનું કદ જુએ છે, રખડુ છીએ સ્વભાવથી, જંગલ સમી મારી પીડા, સાદ પાડું છું ક્યારનો જેવા ગીતોમાં અદ્દભુત સ્વરાંકન કર્યું છે.

Read More
Artists

વાર્તાકાર: & કેળવણીકાર ગીજુભાઇ બધેકા (Gijubhai badheka)

ગીજુભાઇ બધેકા ખૂબ જાણીતા લેખક છે. તેમનું પુરું નામ ગીરજા શંકર બધેકા છે અને તેમને ‘મુછાળી મા’ના નામે લોકો ઓળખે છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના ચિત્તલ ગામમાં થયો હતો. તેમણે ‘આનંદી કાગડો’, ‘ચાલાક સસલું’, ‘બા અને ’વાંદરો’ વગેરે મુખ્ય રચનાઓ રચેલી છે. તેઓ લેખકની સાથે શિક્ષક પણ હતા. પોતાની સંસ્થામાં તેમણે હરિજન લોકોને પ્રવેશ આપેલો અને બારડોલી સત્યાગ્રહના સમય દરમિયાન તેમણે બધાને સહાયતા આપવા માટે છોકરાઓની ‘વાનર સૈના’ રચેલી. ૧૯૦૭થી અત્યાર સુધી ૨૦૦ જેટલી કૃતિઓ લખેલી છે. બાળકો, શિક્ષણ, મુસાફરી, રમૂજ વિષય પર તેમણે કૃતિઓ લખેલી છે. તેમણે બાળકો, માતા – પિતા, શિક્ષણાધિકારી માટે મુખ્ય લખેલું છે. ગીજુભાઇ બધેકાની મોટા ભાગની વાર્તાઓ જલસોના “ઝગમગ”માં સમાવેલી છે.

Read More
Artists, Lyricists

મૃદુ કવિ: ભાવેશ ભટ્ટ (Bhavesh Bhatt)

૨૫ વર્ષની ઉંમરથી લખવાનું શરૂ કરીને, ૨૦૦૩માં પ્રકાશિત થયેલ ગુજરતી ગઝલ માટે ખૂબ જાણીતા લેખકે  સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખીને ટ્રેડમાર્ક બનાવી દીધો છે. એમની ગઝલો વિષે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. ભાવેશ ભટ્ટને  ૨૦૧૪માં શયદા પુરસ્કાર, ગુજરાત સમાચાર અને સમન્વય તરફથી રાવજી પટેલ પુરસ્કાર, તે ઉપરાંત કોલકત્તામાં યોજાયેલ ભાષા પરિષદમાં યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

 

Read More
Artists, Composers, Devotional, Singers

ગાયક-સ્વરકાર: આલાપ દેસાઇ (Aalap Desai)

આલાપ દેસાઈ ખૂબ જાણીતા સિંગર અને કંપોઝર છે, તેમણે ખૂબ સુંદર ગઝલોને અદભુત્ત સંગીત આપ્યું છે. ઉપરાંત તબલાવાદક તરીકે પણ ખૂબ ખ્યાતનામ છે.  તેમને ‘રાવજી પટેલ’ યુવા સંગીતકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

 

Read More
Actors, Artists, Classics

ખૂબ જાણીતા ગાયક: વિનોદ રાઠોડ (Vinod Rathod)

   વિનોદ રાઠોડ એક ભારતીય પ્લેબેક ગાયક છે જે મુખ્યત્વે બોલીવૂડ ફિલ્મોમાં ગાય છે. તેઓ શાસ્ત્રીય સંગીતકારપંડિત ચતુર્ભુજ રાઠોડના પુત્ર છે.  તેમની કારકીર્દિની શરૂઆત એપ્રિલ 1 986 માં કવ્વાલી, “મારા દિલ મેં હૈ અંધેરા,  કોઈ શમ્મા તુ જલા દે” ગાઈ હતી. મોહમ્મદ અઝીઝ તેમના સહગાયક હતા. સંઘર્ષ તબક્કામાં અજય સ્વામી અને સુરિન્દર કોહલી જેવા સંગીતકારો માટે પણ ગાયું હતું.  તેમના ટીવી સીરિયલ શીર્ષક ગીત, “યે જીવન હૈ આકાશ ગંગા”  શ્રેણીના આકાશ ગંગા દર્શકોમાં ખૂબ સફળ સાબિત થયા.  તેમણે મોટા ફિલ્મો લીગમાં પ્રવેશ કર્યો જ્યારે સંગીતકારો શિવ-હરિએ તેમને લતા મંગેશકર અને સુરેશ વાડેકર સાથે ‘બડાલ પી ચાલેકા એ’  રેકોર્ડ કરવા માટે બોલાવ્યા 1989 માં ચાંદનીમાં ફરીથી ઋષિ-યશ-શિવ-હરિ માટે ગાયું હતું. આ ગીતઆશા ભોંસલે સાથે ‘પરબત સે કાલિ ઘાતા તકરી’ પણ લતા મંગેશકર સાથે  ‘શેહરન મેં એક શેહર સુના’ સાથે સફળ રહી હતી.

Read More
Actors, Artists

નાટ્યકર્મી : સૌમ્ય જોશી (Saumya Joshi)


સૌમ્ય જોશી  ગુજરાતના પ્રખ્યાત કવિ,  લેખક,  નાટ્યકાર છે. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે તેઓનું ખૂબ જ નામ છે. તેઓના નાટકોમાં વેલકમ જીંદગી અને 102 નોટ આઉટ ખૂબ વખણાય છે. તેમનું બીજું એક નાટક જેનું નામ ‘આજ જાનેકી ઝિદ ના કરો’નો પણ સમાવેશ થાય છે. તેમના 102 નોટ આઉટ નાટક પરથી તો બોલિવૂડમાં ફિલ્મ પણ બની જેમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂર જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો છે. ‘ગ્રીન રૂમમા’ સૌમ્ય જોશીની કવિતાઓનો સંગ્રહ છે. 2013 માં ગુજરાતી થિયેટરમાં યોગદાન બદલ ચંદ્રવદન ચિમનલાલ મહેતા એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો છે.  તેઓને યુવા ગૌરવ પુરસ્કાર અને તખ્તસિંહ પરમાર પુરસ્કાર પણ એનાયત થયેલ છે.

 

Read More
Actors, Artists, Classics

નાટ્યકર્મી: રાજૂ બારોટ (Raju Barot)

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા બાદ, 1 9 77 માં ગુજરાતની અગ્રણી થિયેટર સંસ્થામા પાછા આવવાનું પસંદ કર્યું અને તેઓ ગુજરાતી થિયેટરને સમર્પિત થયા. ત્યારબાદ તેમના જૂથ “અમદાવાદ થિયેટર ગ્રૂપ” સાથે મળીને સ્નેક, મર્મભેદ, सैयां भये कोतवाल, કાશંક ભાલી ગેલો માનસ-સોક્રેટીસ અને તાજેતરમાં કૈકેયી જેવા યાદગાર નાટકો આપ્યા છે. તેઓ તેમના વિશાળ થિયેટર નિર્માણ ઉપરાંત તેઓ તેમના થિયેટર સોંગ્સ અને થિયેટર મ્યુઝિકના જ્ઞાન માટે જાણીતા છે. તેમને 2000 ના વર્ષ માટે “ગુજરાત સંગીત નાટક એકેડેમી, “બેસ્ટ પ્લે બેક સિંગર”, “રાજ્ય સરકાર તરફથી બેસ્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી”, “ગૌરવ પુરસ્કાર” જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારો મળ્યા છે. રાજુ બારોટ એક લોકપ્રિય ગુજરાતી ફિલ્મ અભિનેતા છે. રાજુ બારોટ બીજી ઘણી લોકપ્રિય ફિલ્મોનો ભાગ છે જેમાં વિસ્કી ઇઝ રિસ્કી, બેટર હાફ અને હાલ જ રીલીઝ થયેલી “હવે થશે બાપ રે”નો સમાવેશ થાય છે.