Uncategorized

ભાગ્યેશ જહા – ગુજરાતી સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષ

SMS કરવાનું બંધ કરો શ્યામ! હવે રૂબરૂમાં આવવાનું રાખો.

વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે, મોરલી મોબાઇલ જેવી રાખો.

  • ભાગ્યેશ જહા

ગુજરાતી ભાષાને ઘણાં એવા સર્જકો મળ્યા છે, જેઓ વ્યવસાયે સરકારી અધિકારીઓ હોય. ઘણાં પ્રથમ હરોળના કવિઓ અને લેખકોનો આ યાદીમાં સમાવેશ થાય છે.

ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષ ભાગ્યેશ જહાનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે તેઓ સૌથી વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે.  ભાગ્યેશ જહાએ ગુજરાતી સાહિત્યની સેવા એક ઉત્તમ કવિ અને નિબંધકાર તરીકે કરી છે. તેમની સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે. સાથે સાથે અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્ત્વ પણ ખૂબ જ સરસ છે.

કવિ ભાગ્યેશ જહા ગાંધીનગર જિલ્લાના નારદીપુર ગામે 18 ફેબ્રુઆરી,1955ના રોજ જન્મ્યા હતા. આજ પર્યન્ત તેમની સાહિત્યની સેવા અવિરત ચાલુ છે.

Uncategorized

‘ઇશાર્દ’ ચિનુ મોદી – પરાણે દાદ માંગી લેતી કવિતાઓના કવિ

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,

’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

  • ચિનુ મોદી

ગુજરાતી સાહિત્ય જગતમાં નાના-મોટા તમામ સાહિત્યકારો, ચાહકો, વાચકો તમામ જેમના માત્ર ચિનુ મોદી કહીને જ સંબોધતા, તેવા કવિ ચિનુ મોદી ‘ઇર્શાદ’ ઉપનામથી પોતાનું સાહિત્ય સર્જન કરતા હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે તેમણે સાહિત્યની ખૂબ સેવા કરી છે.

તારીખ 30 સપ્ટેમ્બર, 1939ના રોજ વિજાપુરમાં ચંદુલાલ અને શશિકાંતાબેન મોદીના ઘરે જન્મેલા ચિનુ મોદી ભાષા, સાહિત્ય અને માધ્યમકર્મી તરીકે ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્યની સાથે સાથે કવિતા અને લેખનમાં તેમણે જે સિદ્ધિઓ મેળવી છે, તે ઉત્તમ છે. તેમની સિદ્ધિઓમાં ઘણાં પુરસ્કારોનો સમાવેશ થાય છે, જેમ કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ.

ચિનુ મોદીએ કુલ 52 પુસ્તકોનું સર્જન કર્યું છે. અકાશવાણી અને દૂરદર્શન જેવા માધ્યમો સાથે સંકળાયીને તેમણે ઘણા કાર્યક્રમો આપ્યા છે. આજે પણ તેમનું કામ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

આ જગતથી વિદાય લઈને તેઓ 19 માર્ચ,2017ના રોજ અનંતની સફરે ચાલ્યા છે.

 

 

 

 

https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A8%E0%AB%81_%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A6%E0%AB%80

Uncategorized

દાસી જીવણ – ગુજરાતી ભક્તિ સાહિત્યનું અનેરું નામ

ગુજરાતનું ભક્તિસાહિત્ય ખૂબ જ સમૃદ્ધ અને ખૂબ જ ઊંડાણવાળું છે. જેમાં દાસી જીવણનું નામ ખૂબ જ માનપૂર્વક લેવાય છે. ભક્ત જીવણદાસ, દાસ જીવણ કે દાસી જીવણ એ સૌરાષ્ટ્રના ગોંડલ રજવાડાનાં એક ભજનીક અને સંત હતા.

દાસી જીવણનો જન્મ ગુજરાતનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં, સંવત ૧૮૦૬માં દિવાળીના દિવસે ચમાર જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે તેઓ ચમાર જ્ઞાતિમાં જન્મ્યા એ પુરવાર થાય છે.

કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓના વેલાનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાં બાઈ પણ કહેવાય છે.

તેઓ લખે છે કે,

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ;

ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં;

નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ.

 

Uncategorized

જનનીના પૂજક – કવિ બોટાદકર

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળથી જ માતૃમહિમા ખૂબ ગવાયો છે. પરંતુ, એક ગીત; જે હવે લોકગીતની કક્ષાએ પહોંચી ગયું છે, તેની વાત કંઈક અલગ જ છે. એ ગીત એટલે ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’. આ ગીતના સર્જક એટલે કવિ બોટાદકર. દામોદર ખુશાલદાસ બોટાદકર.

કવિ બોટાદકરનો જન્મ 27નવેમ્બર,1870ના રોજ બોટાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે બોટાદામં જ મેળવ્યું. ત્યારબાદ, તેરમાં વર્ષે તેઓ શિક્ષક બન્યા. સમયની માંગ પ્રમાણે કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે તેમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર અને વૈદું કર્યાં, પણ તેમાં ફાવ્યા નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. અને 7 સપ્ટેમ્બર,1924ના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો.

ગુજરાતી સાહિત્યની ખૂબ જાણીતી રચના તેમના નામે છે. એ રચના છે,

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ

એથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

Uncategorized

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો છેડો : દયારામ

ગુજરાતી સાહિત્યને સમયના ફલક પર જોઈએ, તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમય ઘણો જ લાંબો રહ્યો છે. મધ્યકાલિન ગુજરાતી સાહિત્યમાં ભક્તિને વધુ મહત્ત્વ અપાયું છે. ભક્તિકવિઓ આ સમયગાળામાં જ વધારે થયા છે. આદિકવિ નરસિંહ મહેતાથી શરૂ થયેલી આ પ્રણાલી દયારામ પાસે આવીને અટકે છે.

જી હા, દયારામ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ હતા. તેઓ ગરબી સાહિત્યના પ્રથમ અને પર્યાયરૂપ સર્જક રહ્યા છે.

દયારામ નો સમયગાળો ઇ.સ. 1777થી 1853 સુધીનો ગણવામાં આવે છે. દયારામના સાહિત્યમાં મોટેભાગે પુષ્ટિમાર્ગને અનુસરતા કૃષ્ણભક્તિના પદો ખૂબ જ પ્રખ્યાત છે. દયારામ એ નરસિંહ મહેતા અને મીરાંબાઈની સાથે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ આંદોલનના અગ્રણી યોગદાનકર્તા ગણાય છે.

દયારામનો જન્મ 16 ઑગસ્ટ, 1777ના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો. તેઓ નાગર બ્રાહ્મણ પ્રભુરામ પંડ્યાના બીજા પુત્ર હતા. તેમની મોટી બહેન ડાહીગૌરી અને નાનો ભાઇ મણીશંકર ૯ અને ૨ વર્ષની વયે જ અવસાન પામ્યા હતા. તેમના પિતા કારકૂન હતા. દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ વધારે હતો. તેમના લગ્ન બાળપણમાં થયા હતા. પરંતુ તેમના પત્ની લગ્નના બે વર્ષ પછી મૃત્યુ પામ્યાં. બાદમાં તેમણે બીજા લગ્ન કર્યા, પરંતુ તે તેમના પિતાનું અવસાન થવાથી ટક્યા નહી. બે વર્ષ પછી તેમની માતાનું પણ અવસાન થયું. તેઓ ચાણોદ અને ડભોઇમાં તેમના સગા-સબંધીઓનાં ઘરે રહેતા હતા. દયારામે ભારતભરમાં વૈષ્ણવ સંપ્રદાયનાં મહત્વનાં સ્થળોની મુલાકાત લીધી હતી. ઇચ્છારામ ભટ્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓ ધાર્મિક વૃત્તિ તરફ વળ્યા હતા. વિક્રમ સંવત 1858માં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવત 1861માં સંપૂર્ણ રીતે પરોવાઈ ગયા હતા.

દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે. તેમની કુલ રચનાઓ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. તેમની કુલ રચનાઓની સંખ્યા ૮૭ જેટલી કહેવાય છે.

તેમની કેટલીક જાણીતી કૃતિઓ:

  • શ્યામ રંગ સમીપે ન જાઉં
  • હવે સખી નહીં બોલું,
  • ઓ વ્રજનારી!.

 

Uncategorized

કોકિલકંઠા ગુજરાતી : પદ્મશ્રી દિવાળીબેન ભીલ

જેમના દ્વારા ગવાયેલા ગીતો લોકગીતોની શ્રેણીમાં જઈને બેસે, તેવા ગુજરાતી ગાયિકા પદ્મશ્રી દિવાળીબેન પુંજાભાઇ ભીલ. દિવાળીબેનનો જન્મ તારીખ 2 જૂન,1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો. દિવાળીબેનના પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી તેઓ તેમની સાથે નવ વર્ષની ઉંમરે જૂનાગઢ સ્થાયી થયા હતા. શરૂઆતમાં તેમણે નર્સને ઘરે રસોઈ બનાવી આપવા જેવી નોકરી પણ કરી હતી. તેમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું અને એ પછી તેમણે ફરી ક્યારેય પણ લગ્ન કર્યા નહોતા.

હેમુ ગઢવીએ એમનું આકાશવાણી રાજકોટ માટે સહુ પ્રથમ વખત તેમના અવાજમાં રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે તેમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયિકા તરીકે પણ કાર્ય કરેલ છે. પ્રાણલાલ વ્યાસ સાથે તેમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કર્યા છે. તેઓ  ગુજરાતી ભજન અને લોકગીત માટે જાણીતા હતા. તેમણે ફિલ્મી ગીતો પણ ખૂબ ગાયા છે.

૧૯૯૦માં એમને ભારત સરકારના પદ્મશ્રી સન્માન વડે નવાજવામાં આવ્યા હતા.

લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ ૧૯ મે ૨૦૧૬ના રોજ થયું હતું.

Artists, Classics, Gazal, Gujarati Songs, kavi, Lyricists, shayar

ગની દહીંવાલા – ગઝલની મીઠાશના કવિ

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. જેઓ ગની દહીંવાલાના નામે ગુજરાતી સાહિત્યરસિકોમાં જાણીતા છે. તેમનો જન્મ 17 ઑગસ્ટ, 1908ના રોજ થયો હતો. મૂળે તો ગુજરાતી કાવ્ય અને ગઝલમાં તેમનું નામ ખુબ જાણીતું છે. મૂળ સુરતના વતની ગની દહીંવાલાએ અભ્યાસ ત્રણ ધોરણ સુધીનો જ કરેલો છે. તેમણે ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦માં સુરત જઈ દરજી તરીકે કામ કર્યું.

સુરતમાં તેમણે સ્વરસંગમ નામના સંગીતમંડળની સ્થાપના કરી. તેઓ 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય રહી ચૂક્યા છે. ઇ.સ ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે તેમણે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો. સુરતથી પ્રકાશિત થતા ગુજરાત મિત્ર દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન કરવાનું કામ તેમણે કર્યું હતુ.

ગાતાં ઝરણાં (૧૯૫૩), મહેક (૧૯૬૧), મધુરપ (૧૯૭૧), ગનીમત (૧૯૭૧), અને નિરાંત (૧૯૮૧) એ તેમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ભીખારણનું ગીત કે ચાલ મજાની આંબાવાડી જેવી કેટલીક નોંધપાત્ર ગીતરચનાઓ આ સંગ્રહોમાં છે. પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં જ છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ તેમની આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.

તેમનું મૃત્યુ  5 માર્ચ, 1987 ના રોજ થયું હતું.

ગની દહીંવાલા લખે છે કે,

તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

 

Uncategorized

હરિન્દ્ર દવે – શબ્દોની લીલાશ પીરસતા કવિ

જેમની કવિતા સમગ્ર ગુજરાતી પદ્ય સાહિત્યની ઓળખ સમાન છે તેવા કવિ એટલે હરીન્દ્ર જયંતિલાલ દવે. તેમનો જન્મ તા 19 સપ્ટેમ્બર, 1930ના રોજ કચ્છના અંજાર પાસે આવેલા ખંભરા ગામે થયો હતો. તેમણે ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. પછીથી 1951માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને 1961માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી. આ પદવીઓ મેળવનાર સાક્ષર સર્જક ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર હતા.

1978માં તેમને સાહિત્ય અકાદમી ઍવોર્ડ, દિલ્હી તથા 1982માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર તરફથી કબીર સન્માન આપવામાં આવ્યું છે.

તેમનું મૃત્યુ 29/03/1995 ના રોજ થયું હતું.

હરીન્દ્ર દવે ની ખુબ જાણીતી રચના એટલે,

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ…

 

Uncategorized

આ માણસ બરાબર છે – કવિ હિતેન આનંદપરા

લાગણીઓનું ઘોડાપુર કહી શકાય તેવા માણસ એટલે હિતેન આનંદપરા. પોતાની લાગણીઓને સરળ અને બળકટ સ્વરૂપે પોતાની કલમથી રજુ કરી શકે, તેવા શાયર હિતેન હાલ મુંબઈ મુકામે સ્થિત છે. તેમની ઘણી બધી રચનાઓ જલસો ઍપમાં અવેલેબલ છે.

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી.

ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી.

.

 

Uncategorized

કવિશ્રી ઇન્‍દુલાલ ગાંધી

ઘણીવાર સર્જકનાં સર્જનો જ એટલા સુવિખ્‍યાત બની જાય છે કે, એ સર્જનો જ કવિની, સર્જકની સાચી ઓળખ બની જાય છે. ‘આંધળી માના કાગળ’ના રચયિતા કોણ? ‘પ્રભુજીને પડદામાં રાખ માં’ કાવ્‍યના સર્જક કોણ? ‘એ વાર હું ને મીરાં મથુરામાં ગ્‍યા’તાં’ અને ‘ભાદરમાં ધૂવે લૂંગડાં ભાણી’ જેવાં લોકહૈયે રમતાં કાવ્‍યનો કર્તા કોણ? તુંરત જ બોલી ઊઠાશે કે કવિ શ્રી ઇન્‍દુલાલ ગાંધી. આ અમર રચનાઓ જ કવિશ્રી ઇન્‍દુલાલ ગાંધીની ઓળખ બની ગઈ છે.

12