કવિ શ્રી રાજેશ વ્યાસ , ‘મિસ્કીન’ સાહેબના નામથી ગુજરાત અને ગુજરાત બહાર બધે જ નામના ધરાવે છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ જુદા જુદા પ્રકાશનમાં ગઝલ, કવિતા અને કૉલમ્સ લખે છે. તેઓને હરિન્દ્ર દવે સ્મારક એવોર્ડ, શૂન્ય પાલનપુરી એવોર્ડ, કલાપી એવોર્ડ અને કુમાર સુવર્ણ ચંદ્રક જેવા પુરસ્કાર એનાયત થયેલ છે. મિસ્કીન સાહેબને તેમની ગઝલ એન્થોલોજી “છોડી ને આવે તુ” ને સાહિત્ય અકાદમીએ અને ગુજરાત સાહિત્ય પરિષદે“દિલીપ મહેતા ” પુરસ્કારથી સ્ન્માનિત કર્યા હતા.