દક્ષેશ ધ્રુવ વ્યવસાયે મૂળે વકીલ અને મુંબઈના વતની. અને વકીલાતની સાથે સાથે તેઓ ખૂબ સારા સ્વરકાર પણ હતા. એમણે સ્વરબધ્ધ કરેલા કેટલાક પ્રચલિત ગુજરાતી ગીતો છે જેની સફળતા અને લોકપ્રિયતાનો વ્યાપ લોકગીતોની લગોલગ પહોંચી ગયો છે એમ કહી જ શકાય. ‘થંભલીનો ટેકો ને ઓસરીની કોર’, ‘ગોકુળમાં કોકવાર આવો તો કાન’, ‘કાનુડાને બાંધ્યો છે હીરના દોરે’ વગેરે સ્વરાંકનો તેમના ખૂબ જ જાણીતા સ્વરાંકનોમાંના છે. કવિના શબ્દો પૂરેપૂરા આત્મસાત કરી એના ભાવને અનુરૂપ સ્વરાંકન કરવું એ એમની સૌથી વિશિષ્ટ શૈલી હતી. એમનું સ્વરાંકન સાંભળ્યા પછી કદાચ કવિને પણ પોતાનું કાવ્ય વધુ ગમી જાય એવું પણ બનતું.
22
Mar