નયનેશ જાની ગુજરાતી સુગમ સંગીત, ગઝલ અને ગરબાનું ખૂબ જાણીતું અને આદરણીય નામ છે. તેમના સ્વરાંકનો સરળ અને કવિતાના ભાવ સાથે ન્યાય કરે છે. ગરબા જેવાં કે ‘બિરદારી બહુચરબાળી’, “મારું ઝાંઝર ખોવાણું’, ‘સાબરકાંઠાનો શાહુકાર’ અને ‘હૈયે રાખી હોમ’ વગેરે લોકગીતની સમકક્ષ પહોંચેલી રચનાઓ છે. ‘ભીંતે ચિતરેલ’, ‘આંખોમા બેઠેલા ચાતક’, ‘તુ અને હું’ એમના જાણીતા સ્વરાંકનો છે.
નયનેશ જાનીના સ્વરાંકનોની ખાસીયત એ છે કે તેઓ કવિતાને – કવિતાનાં મર્મને સમજીને સ્વરાંકન કરે છે. જેનાંથી ગીત વધુ મધુર અને સમજવામાં વધુ સરળ બને છે.