જેમને રાસભાઈના લાડકા નામે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 25 જૂન 1925ના રોજ પાટણ ખાતે થયો હતો. રાસબિહારી દેસાઈ ખુબ જ જાણીતા સ્વરકાર અને ગાયક છે. વિસનગરના નાગર એવા રાસભાઇના લોહીમાં જ સંગીત હતું. તેમના દાદીમાં સારુ ગાતા હતા. તેમના પિતા પાટણના અગ્રણી સ્વાતંત્ર સેનાની હતા. માતાનું નાની વયે અવસાન થતાં તેમના ફોઇ દ્વારા ઉછેર. તેમના જીવનઘડતરમાં તેમના ફોઇનો મોટો ફાળો છે. તેમના પત્ની વિભા દેસાઈ પણ ખુબ જ જાણીતા ગાયિકા અને તેમને અનેક યુગલગીતો સાથે ગયા છે. તેમને કાશીનો દિકરો, હોથલ પદમણી, લીલુડી ધરતી જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમનું મૃત્યુ ૭ ઓક્ટોબર -૨૦૧૨ના દિવસે અમદાવાદમાં થયેલું.
18
Mar