ઉદય મઝુમદાર એ સ્વરકાર અને ગાયક છે. તેઓ નીનુ મઝુમદાર અને કૌમુદી મુનશીના સુપુત્ર છે, એતો એક સામાન્ય ઓળખાણ એટલા માટે કારણકે ઉદય ભાઈએ પહેલેથી જ પોતાના ઘરમાં એક સંગીતમય વાતાવરણ જ જોયું છે. ઉદયભાઈ ઘણી હિન્દી ધારાવાહિક, ગુજરાતી હિન્દી નાટકો, ફિલ્મ્સ માટે પોતાનું સંગીત આપી ચુક્યા છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું ખાસ્સું મોટું યોગદાન રહ્યું છે કારણકે તેમણે પોતાના નવા સ્વરાંકનો તો આપ્યા જ છે પણ તેઓ તેમના પિતા નીનુ મઝુમદારના સ્વરાંકનો પણ અનેક સ્ટેજ શૉઝમાં ગાતા આવ્યા છે. ઉદયભાઈના જાણીતા ગીતો અને સ્વરાંકનોમાં આ મન પાંચમના મેળામાં, કોઈ આઘે આઘેથી વેણુ વાય છે, આ રંગભીના ભમરાને, અલ્લક મલ્લક, લેવા ગયો જો પ્રેમ, મારા સાયબાની પાઘડીયે, રક્ષા કરો જગદંબા ભવાની જેવા ગીતોનો સમાવેશ થાય છે. ઉદયભાઈ જલસોના ખૂબ પોપ્યુલર કાર્યક્રમ જલસો લાઈવ જેમિંગમાં આવી ચુક્યા છે, તે એપિસોડના ગીતો જલસો એપમાં સમાવેલ છે.
23
Mar