Read More
Artists, Classics, Singers

સંગીતનો અદ્વિતિય સ્વર – ગીતા દત્ત – (Geeta Dutt)

મૂળ નામ ગીતા ઘોષ રોય ચૌધરી અને ઉમદા ફિલ્મસર્જક ગુરુ દત્ત સાથેનાં લગ્ન પછી વધુ જાણીતું થયેલું નામ એ ગીતા દત્ત. હિંદી-બંગાળી ફિલ્મોમાં તો ગયું જ સાથે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ કેટલાંક iconic songs આપ્યા. જેમાં ‘ઓ ભાભી તમે થોડા થોડા થાઓ વરણાગી’, ‘મુને કેડ કાંટો વાગ્યો’, ‘અચકો મચકો કાં’રેલી’, ‘અમારી નજર જ્યાં તમારા ભણી થઈ’, ‘તાળીઓનાં તાલે’ જેવા ગીતો છે. તેમણે સમકાલીન સ્વરકારો અવિનાશ વ્યાસ, અજીત મર્ચન્ટ, દિલીપ ધોળકિયા સાથે પણ કામ કર્યું. તેમની ઉલ્લેખનીય ફિલ્મો ‘મંગળફેરા’, ‘કરિયાવર’, ‘નણંદ ભોજાઈ’ છે.

Artists, Composers, Lyricists

ભાર્ગવ પુરોહિત (Bhargav Purohit)

ભાર્ગવ પુરોહિત એક  ખૂબ જાણીતા ગુજરાતી સંગીત દિગ્દર્શક છે, જેઓએ  મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે કામ કર્યું છે. તેઓ 2017 ના ગુજરાતી ચલચિત જે કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા બનાવવામાં આવી હતી,વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત   કરસનદાસ  પે એન્ડ યુઝમાં પણ યોગદાન આપ્યું હતું . તેમની 2018 ની રિલીઝમાં કોમેડી વાંઢા વિલાસ, છૂટી જાશે છક્કા, બેક બેન્ચર અને શુ થયુ શામેલ છે. તેમની 2019 ની રજૂઆતમાં શોર્ટ સર્કિટનો સમાવેશ થાય છે.

 

 

 

 

Artists, Singers

લાઈવ પરફોર્મર – ભૂમિક શાહ : (Bhumik Shah)

ભૂમિક શાહ મૂળ જ ગુજરાતના ઘણાં પોપ્યુલર ગાયક છે, તેઓએ તેમની કરિયરની શરૂઆત કદાચ ગુજરાતી ગીતોથી કરી છે પણ હાલ તેઓ ગુજરાતી અને હિન્દી બંને ભાષાના ગીતોની રમઝટ બોલાવતા હોય છે. દેશ વિદેશમાં સ્ટેજ શૉ કરવા માટે તેઓ ખૂબ જાણીતા છે. ગુજરાતની ઘણી બધી મોટી મોટી ઇવેન્ટ્સમાં તેમના સ્ટેજ શોઝ થયા છે. તેઓ ટેલિવિઝનનો ખૂબ જ પ્રખ્યાત શૉ ‘સા રે ગા મા પા’ના ટોપ 5 કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂક્યા છે. ભૂમિક શાહ લાઈવ કરીને તેઓ તેમના શોઝ કરતા હોય છે, અને તેઓ ગરબા નાઇટ્સમાં ખૂબ ધમાલ મચાવતા હોય છે. તેઓ ઘણી ગુજરાતી ફિલ્મ્સમાં પ્લેબૅક સિંગર તરીકે ગીતો ગાઈ ચુક્યા છે, જેમાં લાંબો રસ્તો, મોહનના મન્કીઝ, સૂર્યાંશ જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ભૂખ શાહ ‘જલસો’નો ખૂબ જાણીતો કાર્યક્રમ ‘જલસો લાઈવ જેમિંગ’માં આવી ચુક્યા છે, જે જલસો એપ્લિકેશન પર અવેઇલેબલ છે.

Artists

પ્રતિભા સંપન્ન ગાયક : આનલ વસાવડા (Aanal Vasavada)

આનલ વસાવડા એ ખૂબ પ્રતિભાશાળી ગાયક છે. છેલ્લા 10એક વર્ષથી જે યન્ગ સિંગર્સનો ફાલ ગુજરાતી સંગીત કે સુગમ સંગીતને પ્રસ્તુત કરતા આવ્યા છે એમાંના ખૂબ જાણીતા કલાકારોમાંના એક છે. તેઓ ગુજરાતી સુગમ સંગીત, કાવ્ય સંગીત, ગઝલો સિવાય હિન્દી ફિલ્મી ગીતો જેવા કે આશા તાઇ, લતા દીદી જેવા લેજેન્ડરી સિંગર્સના ગીતો પણ ગાય છે. ઘણા બધા સ્ટેજ શોઝ પણ તેઓ કરતા રહે છે. અને 15-16 ફેબ્રુઆરી 2019 દરમિયાન જલસો દ્વારા પારિજાત નામે જે ઓન-ગ્રાઉન્ડ ગુજરાતી સંગીતની કોન્સર્ટ કરવામાં આવી હતી તેમાં પણ તેમણે નયનેશ જાની સાથે ફિમેલ લીડ તરીકે પર્ફોર્મ કર્યું હતું.

Read More
Artists

મીઠાશથી ભરપૂર ગાયક: શાન મુખર્જી (Shaan mukherjee)

હિન્દી ફિલ્મજગત તેમજ ગુજરાતી ફિલ્મજગતનાં બહુ જાણીતા મનપસંદ ગાયક અને ટેલિવિઝનની દુનિયામાં પણ નિર્ણાયક બનીને પોતાની કારકિર્દી બનાવનાર તેમજ તેમના સુરીલા અવાજ માટે શાન ખૂબ પ્રખ્યાત છે. “બેટર હાફ” જેવી ગુજરાતી ફિલ્મોમાં પોતાનો સૂર આપીને, “મને કોણ આ”, “સંગ સમયની” જેવા અદભુત કર્ણપ્રિય ગીતો આપ્યા છે. તેમણે ગુજરાતી ઉપરાંત બંગાળી, મરાઠી, ઉર્દુ, તેલુગુ, કન્નડ અને અંગ્રેજી ફિલ્મોનાં ગીતોમાં પણ સ્વર આપ્યો છે. તેમને ઘણાં બધા પુરસ્કારો પણ મળેલા છે.

Read More
Artists, Composers, Devotional, Singers

દેશ વિદેશમાં પ્ર્ખ્યાત ગાયિકા: માયા દીપક (Maya Deepak)

માયાબેને માત્ર ૮ વર્ષની ઉંમરથી ભારતીય સંગીતની શિક્ષા શરૂ કરીને ૧૯૮૭થી ઓલ ઇન્ડીયા રેડિયો અને દૂરદર્શનમાં કામ કર્યું છે. સુગમ સંગીત માટે રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારો પણ પ્રાપ્ત કર્યા છે. તેમણે ઘણાં ગીતો, ગઝલો, ભજન, લોકગીતો, લગ્નગીતો, ગરબા વગેરે હિન્દી અને ગુજરાતી ભાષામાં ગાયા છે. માયાબેન જલસોના લાઈવ જેમિંગમાં પણ આવી ગયા છે

Read More
Artists, Singers

ફેમસ સિંગર: જોનિતા ગાંધી (Jonita gandhi)

જોનિતા ગાંધીનો જ્ન્મ ન્યુ દિલ્હીમાં થયેલો છે. ૨૦૧૩માં સૌ પ્રથમ વખત ચેન્નઇ એક્સપ્રેસ મૂવીમાં ગીત ગાયેલું.  ગુજરાતી ફિલ્મ ઓક્સિજનમાં નોખો અનોખો ગીત ગાયેલું છે.લવની ભવાઇ મૂવીમાં આઇ લવ યુ રે મારી સવાર ગીત ખૂબ પ્રચલિત થયુ હતું. તેઓ હિન્દી અને ગુજરાતી એમ બંને ભાષામાં કાર્યરત છે. તેમણે આરોગ્ય વિજ્ઞાન અને વ્યવસાયમાં તેમની ડિગ્રીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણીએ તે દરમિયાન સીઆઈબીસી વર્લ્ડ માર્કેટ્સમાં ઇન્ટર્નશિપ પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ જોનિતા ગાંધી માટે સૌપ્રથમ સંગીત જ આવતું હતું, તેથી સંગીત તેમના સમગ્ર શિક્ષણમાં પૃષ્ઠભૂમિમાં ચાલતું રહ્યું અને તેમાં જ આગળ વધ્યાં.

 

Read More
Artists, Composers, Devotional, Singers

ગાયક-સ્વરકાર: આલાપ દેસાઇ (Aalap Desai)

આલાપ દેસાઈ ખૂબ જાણીતા સિંગર અને કંપોઝર છે, તેમણે ખૂબ સુંદર ગઝલોને અદભુત્ત સંગીત આપ્યું છે. ઉપરાંત તબલાવાદક તરીકે પણ ખૂબ ખ્યાતનામ છે.  તેમને ‘રાવજી પટેલ’ યુવા સંગીતકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

 

 

12