ખૂબ જાણિતા લોકગાયક રાજુલ મહેતા વિષે પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે હેમુ ગઢવી સાથે ઘણાં યુગલ ગીતો ગાયા છે. આપણને સાંભળવા મળતા ગંગાસતીનાં ‘ભક્તિ રે કરવી’, ‘મેરુ તો ડગે’ પદ મૂળે તેમનાં અવાજમાં record થયા છે.

ખૂબ જ લોકપ્રિય કવિ કે જેમણે ગુજરાતી ફિલ્મોનાં એ સમયમાં ગીતો લખ્યા કે જયારે લતા મંગેશકર, આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર, મો. રફી, મૂકેશ જેવા કલાકારો ગુજરાતી ગીતો ગાવા પડાપડી કરતા. ‘અમે નીલ ગગનનાં પંખેરું’ ફિલ્મનું title track તેમણે લખ્યું, મેનાં ગુર્જરી ફિલ્મનાં બધા જ ગીતો જેમાં ‘સાથિયા પુરાવો દ્વારે’, ‘ચુંદડી ઓઢાડી મને’, ‘અડધી રાતલાડીયે’ ઉપરાંત ‘મારા ભોળા દિલનો’ જેવા iconic ગીતો તેમણે લખ્યા.
નયનેશ જાની ગુજરાતી સુગમ સંગીત, ગઝલ અને ગરબાનું ખૂબ જાણીતું અને આદરણીય નામ છે. તેમના સ્વરાંકનો સરળ અને કવિતાના ભાવ સાથે ન્યાય કરે છે. ગરબા જેવાં કે ‘બિરદારી બહુચરબાળી’, “મારું ઝાંઝર ખોવાણું’, ‘સાબરકાંઠાનો શાહુકાર’ અને ‘હૈયે રાખી હોમ’ વગેરે લોકગીતની સમકક્ષ પહોંચેલી રચનાઓ છે. ‘ભીંતે ચિતરેલ’, ‘આંખોમા બેઠેલા ચાતક’, ‘તુ અને હું’ એમના જાણીતા સ્વરાંકનો છે.
નયનેશ જાનીના સ્વરાંકનોની ખાસીયત એ છે કે તેઓ કવિતાને – કવિતાનાં મર્મને સમજીને સ્વરાંકન કરે છે. જેનાંથી ગીત વધુ મધુર અને સમજવામાં વધુ સરળ બને છે.