From the console, Trending On Jalso

કચ્છડો બારેમાસ : કચ્છની વાતોનું જલસોનું નવું સોપાન

ભારત દેશ તેની સાંસ્કૃતિક વિવિધતાને કારણે વિશ્વભરમાં જાણીતો છે. વર્ષો જુની સંસ્કૃતિ અને પરંપરા ભારતમાં ખૂબ જ અદ્ભૂત રીતે સચવાઈ રહી છે. સિંધુ સંસ્કતિને પોતાનામાં સાચવીને બેઠેલું આપણાં ગુજરાતનું કચ્છ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈ.સ. ૧૨૭૦માં કચ્છની સ્થાપના થઈ હતી, ત્યારે કચ્છ સ્વતંત્ર પ્રદેશ હતો. ઈ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું.

આ કચ્છમાં એવા સંતો, શૂરવીરો અને દાતારો થઈ ગયા, જેના ઈતિહાસની વાતો આજે પણ વાંચવાની અને સંભાળવાની મજા પડે છે. કચ્છનું રણ માત્ર ખારા પવનના સુસવાટા સંઘરીને નથી બેઠું. કચ્છના ભૂગર્ભમાં મીઠા પાણીની વીરડીઓ જેવી ઘણી પાણીદાર વાતો સંગ્રહાયેલી છે.

કચ્છ એ ગુજરાતનો સૌથી મોટો અને વિશાળ પ્રદેશ છે. કચ્છની સાંસ્કૃતિક વિવિધતા ઉપરાંત તેની ભૌગોલિક વિવિધતાઓએ હંમેશા સૌને પોતાની તરફ આકર્ષ્યા છે. આ જમીન પર રણ પણ છે, તો તેના કિનારે ઘુઘવતો દરિયો પણ છે.

પદ્મશ્રી દાદ બાપુ કહે છે એમ આપણી ભૂમિની એવી તાસીર છે કે મહાભારત વાવો તો ગીતા નીકળે. કચ્છની ભૂમિમાં ધરબાયેલી આવી કંઈ કેટલીય વાતો છે, જે અજાણી છે. જેઠીબાઈ, જેસલ-તોરલ, આગબોટ વીજળી, લાખો ફુલાણી, સોના વડારણ, કાનો માલમ, હાજી કાસમ, માણેક મેરજી, અષાઢી બીજે નવું વર્ષ ઉજવતું કચ્છ, જગવિખ્યાત આશાપુરામાંનું મંદિર વગેરે વિશે જ્યારે વાંચવા કે સાંભળવા મળે ત્યારે એમ થાય કે આપણે ખરેખર સૌભાગ્યશાળી છીએ, કે કચ્છ એ આપણાં ગુજરાતનો ભાગ છે.

એક દુહો આપણાં લોકસાહિત્યમાં પ્રચલિત છે, કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, ચોમાસે વાગડ ભલો, અસાંજો કચ્છડો બારેમાસ.

કચ્છડો બારેમાસ. બસ, આ જ નામ સાથે જલસો ગુજરાતી મ્યુઝિક ઍપ પોતાના ઑરિજિનલ પૉડકાસ્ટની કલગીમાં એક છોગું ઉમેરી ચૂક્યું છે. કચ્છ અને ત્યાં વસતા લોકો વિષે કચ્છી સાહિત્યકાર દુલેરાય કારાણીના સંશોધન હેઠળ કચ્છડો બારેમાસ અને કચ્છની રસધાર પુસ્તકો તૈયાર થયા છે, આ પુસ્તકો અને બીજાં એવા કેટલાંક રેફરન્સ પુસ્તકો તથા શોધનિબંધોને આધારે વિગતો શોધીને, આ શૉ તૈયાર કરવામાં આવ્યો છે. આ શૉની ખાસિયત છે એ છે કે તેમાં કચ્છની મોટાભાગની લોકકથાઓને પણ આવરી લેવામાં આવી છે.

જલસો ઑરિજિનલ્સના ટૅબમાં તમને કચ્છડો બારેમાસ સાંભળવા મળશે. આ શૉ સખત રીતે કચ્છના મૂળને પકડી રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.

જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક ઍપ છે. આ ઍપ પર 1940થી લઇને આજ સુધીના તમામ ફિલ્મી ગીતો, સુગમ સંગીત અને ફૉક મ્યુઝિક, ગઝલોની સાથે મળીને લગભગ 50,000થી વધારે ગીતોનું અદ્ભૂત કલેક્શન છે. આ ખૂબીની સાથે સાથે જલસો પોતાના અવનવા ઑરિજિનલ કૉન્ટેન્ટ માટે પણ લોકમાનિતી બનેલી પહેલી ગુજરાતી મ્યુઝિક ઍપ્લિકેશન છે. લગભગ 3.5 લાખથી વધુ ડાઉનલૉડ્ઝ ધરાવતી આ ઍપ્લિકેશન વિશ્વભરના ગુજરાતીઓને પોતાના મૂળથી જોડાયેલા રાખે છે.

 

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *