From the console

કથાનક – પુરાણ કથાઓની અનોખી દુનિયા

ઇન્ડિયન માયથોલૉજી તરીકે જે વિષય અત્યારના સમયે તમામ બુદ્ધિજીવીઓને પોતાની તરફ આકર્ષી રહ્યો છે, તે વિષય ખરેખર રસપ્રદ છે. ઘણી ભાષાઓમાં ઘણાં સર્જકો ભારતીય પુરાણોમાંથી વિષયવસ્તુ લઈને ખૂબ જ ઉત્તમ સર્જન કરી રહ્યા છે. ફિલ્મો, સિરીઝ, વૅબ કૉન્ટેન્ટ, પૉડકાસ્ટ અને નવલકથાઓ પણ.

જલસો મ્યુઝિક ઍપ પર પણ પૉડકાસ્ટના રૂપે પૌરાણિક કથાઓને તમારા સુધી પહોંચાડવાનો એક નવીન પ્રયાસ કરવામાં આવ્યો છે. RJ Urvashi દ્વારા જ આ એક અનોખા વિશ્વને આપણી થોડીક વધારે નજીક લાવવામાં આવ્યું છે. માત્ર દાદીમાને મોઢે અને સત્સંગ કથાઓ તથા ભાગવત સપ્તાહમાં સાંભળેલી વાર્તાઓ અથવા રામાયણ કે મહાભારતમાં જોયેલી ઘટનાઓ આમ તો આપણામાંથી ઘણાના મન-મગજ પર આછી આછી પણ અંકિત થયેલી હશે. તેમાંની કેટલીક વાર્તાઓની અમુક ફેક્ચ્યુઅલ ડિટેલ્સ આપણે ભૂલી પણ ગયા હોઇએ, તેવું પણ બને તો ખરું જ ને?!

આ પૉડકાસ્ટમાં તમામ પ્રકારે વેદો-પુરાણો અને શાસ્ત્રોની કથાઓને આવરી લેવામાં આવી છે. અહીંયા શિવકથાઓ પણ છે, તો ઋષિઓની અજાણી વાતો છે. રામાયણમાં માત્ર રામ-રાવણના યુદ્ધ સિવાયની કથાઓ પણ છે. તો દેવો-દાનવો અને રાજાઓની યુદ્ધ કથાઓ પણ છે. કૃષ્ણની કથાઓના જાતભાતના રંગો છે, તો દેવી ભાગવતની કથાઓ પણ આવરી લેવામાં આવી છે. જ્યોતિર્લિંગોના ઇતિહાસની સાથે સાથે સાથે શક્તિપીઠોનો ઇતિહાસ પણ આ પૉડકાસ્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

તો જલસોના આ ખાસ અને જરાક જુદા અંદાજમાં રજૂ થયેલા પૉડકાસ્ટની મજા માણવાની સાથે સાથે હિન્દુ માયથોલૉજીના નામે શાસ્ત્રોમાં છુપાયેલી અજાયબ વાતો જાણો અને ‘ઇન-ટ્રૅન્ડ’ થયેલા આ હૉટ ટૉપિક અંગેનું તમારું જ્ઞાન પણ વધારો. ચોક્કસ મજા પડશે! (લિંક)

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *