Uncategorized

લેટર ટુ મધર – મનની વાત ઑન મધર્સ ડૅ

ઘણીવાર એવું બને છે ને કે આપણે મમ્મીઓ માટેની લાગણીઓ તેને જ નથી કહી શકતા. વર્ષોથી ઘણાં લેખોમાં, કૉલમોમાં, પુસ્તકોમાં એવું લખાયું છે અને કહેવાયું છે કે ઘરમાં સૌથી ઓછી કૅર મમ્મીની થાય છે. આપણાં જીવનમાં સૌથી વધારે ટૅકન ફૉર ગ્રાન્ટેડ જો કોઈ પાત્ર હોય, તો તે મમ્મી છે. આવું હું નહીં લોકો કહે છે.

અલબત્ત, જલસોએ એક નવતર પ્રયોગ કરીને સંતાનો અને મમ્મીઓની વચ્ચે એક સેતુ બનવાનો પ્રયત્ન કર્યો છે. જીવનમાં ક્રિએટિવિટીનો એક પડાવ પાસ કરી ચૂકેલા, સફળતાનો એક પડાવ પાસ કરી ચૂકેલા ગુજરાતના જાણીતા ચહેરાઓ જ્યારે તેમની મમ્મીને પોતાના મનની વાત કહે, ત્યારે એ વાતમાં શું હોય? એવી જ લાગણીઓ, જે દરેક સામાન્ય મા અને બાળક વચ્ચે હોય.

વિસ્તારથી સમજાવું. મધર્સ ડૅ પર જલસો પર એક સુંદર મજાનો પૉડકાસ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેનું નામ છે ‘લૅટર ટુ મધર’. ગુજરાતની જાણીતી હસ્તીઓ, જેવી કે અભિષેક જૈન, અભિનેત્રી ભાવિની જાની, પત્રકાર તુષાર દવે, જાણીતા યુવા લેખક રામ મોરી, જાણીતા અભિનેતાઓ ઓજસ રાવલ, મૌલિક નાયક, અંશુલ ત્રિવેદી, ઉજ્જવલ દવે; ઉપરાંત, સાંઇરામ દવે, જાનકી વસંત, અમર ભટ્ટ વગેરેએ પોતાની માને એક સુંદર મજાનો કાગળ લખ્યો છે. મા સદેહે ના હોય, છતાં તે મનમાં કાયમ હયાત રહે છે. તેવી દરેક માને લાગણીઓ નીતરતા પત્રો આ કલાકારોએ લખ્યા છે. આ કલાકારોની ભાવનાઓ તેમણે શૅર કરી છે, જલસોના લિસનર્સ સાથે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *